________________
દક્ષિણાયન-ઉત્તરાયણ કેમ થાય છે, લાંબાં ટૂંકા રાત્રિ-દિવસો થવાનું કારણ, જુદા જુદા દેશો
આશ્રયી રાત્રિ-દિવસના ઉદયાસ્તમાં રહેતા તફાવતનો સમન્વય, ઇત્યાદિ, તથા અન્ને માનિક- ક તે નિકાયનું સુવિસ્તૃત સ્વરૂપ આદિ પણ આપવામાં આવેલ છે.
તેમજ બીજા તારોની વ્યાખ્યાના પ્રસંગોમાં સંઘયણ-સંસ્થાનનું, અપરિગ્રહીતા દેવીઓનું, કિલ્બિષકોનું, વેશ્યાઓનું, આહાર-શ્વાસોચ્છવાસમાન ઘટના, ત્રણ પ્રકારના આહારનું, દેવોની ઉત્પત્તિથી માંડીને સર્વક્રમ વ્યવસ્થા, તેમજ તેઓનું અવધિજ્ઞાનક્ષેત્ર કયા આકારે છે ઇત્યાદિ સ્વરૂપ આપવામાં આવ્યું છે.
૨. નરકગતિ અધિકારમાં ઉક્ત નવે ધારોની વ્યાખ્યા, તપ્રસંગે તેમની વેદનાના પ્રકારો, તેમનાં દુઃખોના પરિપાકો, તેમનો આભાર વ્યવસ્થા, નરકવિસ્તાર, ઘનોદધ્યાદિની વ્યવસ્થા, કે નરકાવાસાઓનું સ્થાન તથા આકૃતિ સ્વરૂપ, અને વેશ્યાનું સ્વરૂપ વગેરે દર્શાવેલ છે.
૩. મનુષ્યઅત્યાધિકારમાં ભુવન વિના ૮ લારોની વ્યાખ્યા, દરમિયાન, ચક્રવર્તી વાસુદેવનું સ્વરૂપ તથા તેમના રત્નોની સુવિસ્તૃત વ્યાખ્યા, લિંગવેદાશ્રયી ગતિ, એક સમયસિદ્ધિ, સિદ્ધશિલા , તથા સિદ્ધના જીવોનું વર્ણન તથા પ્રાસંગિક સિદ્ધજીવોનો પરિચયાદિ આપવામાં આવેલ છે.
૪. તિર્યંચગતિ અધિકારમાં પ્રથમ ગ્રન્થાત્તરથી તિર્યંચ જીવોનો સંક્ષિપ્ત પરિચય દર્શાવી છે ભુવન વિના આઠ દ્વારોની વ્યાખ્યા, તપ્રસંગમાં તેમની કાયસ્થિતિ સંબંધી સુંદર વર્ણન, ભવસ્થિતિનું સ્વરૂપ તથા નિગોદ, વેશ્યાદિકનું વર્ણન પણ આપવામાં આવેલું છે.
ત્યારબાદ ચારે ગત્યાશ્રયી સામાન્ય અધિકારમાં ત્રણે પ્રકારનાં અંગુલની, કુલકોટી, યોનિભેદોની, આયુષ્યના વિવિધ પ્રકારોની, અભાધાકાળ, ઋજુ-વક્રગતિ, આહારી--અનાહારી, છે ? પ્રકારની પર્યાપ્તિ તથા દશ પ્રકારના પ્રાણો વગેરેની સુવિસ્તૃત વ્યાખ્યાઓ, બાદ ૧૬ પ્રકારની સંજ્ઞા, . ગ્રંથકાર અને ગ્રન્થ રચવાનું પ્રયોજન અને ૨૪ દંડકોની સંક્ષિપ્ત વ્યાખ્યા વગેરે દર્શાવેલું છે.
ત્યાર બાદ પ્રક્ષિપ્ત ગાથાદ્વારા અઢાર ભાવરાશિ તથા ગ્રન્થકારના ગુરૂનો નિર્દેશ દર્શાવી વિવિધ વિષયો દ્વારા ગ્રન્થ સમાપ્તિ ઇચ્છવામાં આવી છે. ત્યારબાદ સંગ્રહણીની ૩૪૯ મૂલગાથાઓ - ફક્ત ગાથાના સંક્ષિપ્ત અર્થ સાથે આપવામાં આવેલ છે.
યત્રોનો વિષય :તદુપરાંત સ્થળે સ્થળે વિવિધ ઢબે ઉપયોગી એવા લગભગ ૧૨૭ યો સરલતા પૂર્વક આપેલ છે. આવી મોટી યત્ર સંખ્યા ભાગ્યેજ અન્ય ગ્રન્થમાં મળી આવે, એથી પ્રસ્તુત વિષયો સાથેની આ પદ્ધતિ ઘણી જ લાભદાયક છે.
ચિત્ર પરિચય :આ ગ્રન્થમાં લગભગ ૭૦ ચિત્રો આપવામાં આવ્યાં છે. લગભગ ૫૦ ચિત્રો નવાં મારાં આલેખેલ છે, ચિત્રો પાછળ માનસિક શક્તિનો ભારે ભોગ અપાય, અને બુદ્ધિનો મહદ્ વ્યય થાય