________________
આ પોથીનાં ચિત્રોનો બ્લોકો તૈયાર હતા એટલે ભાવનગરવાળા સંદર્ભ ગ્રન્થોન રસિયા ભાઈશ્રી નંદલાલ દેવલુકે પોતાના દળદાર જૈન ગ્રન્થરત્નચિંતામણિમાં છાપવા માગણી કરી એટલે સંસ્થા દ્વારા તેમને અપાવ્યા જેથી આ ચિત્રો બીજીવાર એમાં પ્રગટ થયાં છે. | મારી ઇચ્છા હાથની બીજી અનેક મુદ્રાઓ ઉમેરીને રંગીન ચિત્રોમાં વિશિષ્ટ પ્રકારનું અને છે 3 નાની સાઈઝમાં એક પુસ્તક પ્રગટ કરવાની ભાવના છે, ત્યારે હાથની મુદ્રા એ શું ચીજ છે? તે આ મુદ્રાનાં ફળો શું છે? ભારતીય સંસ્કૃતિમાં આનું સ્થાન શું છે? સ્વર્ગલોકના દેવો વિવિધ
આકારોથી શા માટે પ્રસન્ન થાય છે? મુદ્રાઓ સહિત કરેલો જાપ દ્વિગુણ ફળ કેમ આપે છે? એ ઉપર સપ્રમાણ પુસ્તક પ્રગટ કરવા ઇચ્છા રાખું છું. સમય યારી આપશે તો!
મુદ્રાઓ એક રહસ્યમય વિષય છે. આ વિદ્યા ભારતીય વિદ્યા છે. ઋષિ-મહર્ષિઓથી દર્શિત શાસ્ત્ર છે. દુઃખની વાત એ છે કે આપણે ત્યાં મુદ્રાઓ ઉપર શાસ્ત્રોક્ત રીતે પ્રકાશ પાડતા મુદ્રાઓનાં ચિત્રો સાથેના સ્વતંત્ર જૈન ગ્રન્થ જોવા-જાણવા મલ્યાં નથી. સામાન્ય ચાલુ મુદ્રાઓ પણ મંત્ર ગ્રન્થોમાં દોરેલી મને જોવા મલી નથી. અંગ્રેજી વગેરે ભાષામાં મુદ્રાઓનાં ચિત્રો છે સાથેનાં વિવેચનો ઠીક ઠીક સંખ્યામાં મળે છે. તિબેટ જઈને મુદ્રાઓ શીખી એક પરદેશી વિદ્વાને તું ચિત્રો સાથે ૫૦ વરસ ઉપર મુદ્રાઓ ઉપર એક ગ્રન્થ બહાર પાડ્યો હતો.
મુદ્રાના પ્રભાવનો એક દાખલો મારા પરમમિત્ર વિદ્વદર્ય પૂ. પુણ્યવિજયજી મહારાજે ૩૦ $ વરસ ઉપર મને કહ્યો હતો. તેઓશ્રી પાટણમાં દર્શને જતા હતા. એક છોકરાને વીંછી કરડ્યો છે
હતો. વીંછીનું ઝેર ઉતારનાર મરાઠી ભાઈ ત્યાં રહેતા હતા, એની મા તેને ત્યાં લઈને ગઈ. હું પેલા મરાઠી તાંત્રિકે તેને ઓસરીમાં બેસાડ્યા. પુણ્યવિજયજી મહારાજનું નીકળવું. તાંત્રિક વ્યક્તિ છે પુણ્યવિજયજીની પરિચિત હતી એટલે બંનેની નજર મલતા પુણ્યવિજયજી મહારાજને બોલાવ્યા. હું મહારાજજીને પણ જોવું હતું. પેલા તાંત્રિકે છોકરાને સામે બેસાડી તરત જ મુદ્રાઓ કરી, મનમાં જે મંત્ર ભણ્યો અને પાંચ મીનીટમાં ઝેર ઉતરી ગયું. પૂ. પુણ્યવિજયજી આશ્ચર્ય પામ્યા. આથી તે સ્પષ્ટ થાય છે કે માત્ર સાથે મુદ્રા કોઈ અનેરો પ્રભાવ પાથરતી હોવી જ જોઈએ.
આપણા ધર્માચાર્યો ૨૫૦૦ વરસથી સૂરિમંત્રનો જાપ મુદ્રાઓ સાથે કરતા જ આવ્યા છે. ? આજે પણ કરે છે, અને હું પણ મુદ્રાઓ સાથે જાપ કરું છું. આ મુદ્રાતત્ર માનસિક, આધ્યાત્મિક શાંતિ, રોગ-ઉપસર્ગ શમનમાં, તુચ્છ-મલિન ઉપદ્રવો, કુટિલ પ્રયોગોનો છેદ ઉડાડવા વગેરે અનેકાનેક કાર્યોમાં સફળ રીતે જોરદાર સહાયક બને છે.
* *
*
મારાં હસ્તક થએલાં સચિત્ર કાર્યોની થોડીક યાદી
-લે. યશોદેવસૂરિ છે (૧) મારાં હસ્તક તૈયાર કરવામાં આવેલી તીર્થકર દેવો અને અન્ય દેવીઓની આરસ $