________________
આગ્રહ કરી રહ્યા પણ ચોક્કસ નામ તો કોઈ મુખ્ય વ્યક્તિ બોલે તો જ પ્રશ્નનો નિવેડો આવે.
પૂ. સૂરિસમ્રાટ્ અને પૂ. આગમોદ્ધારક સાગરાનંદસૂરિજીએ કહ્યું કે અમને લાગે છે કે વ્યાખ્યાનની જવાબદારી વિજય મોહનસૂરિજી મહારાજને સોંપી દેવી જોઈએ, આચાર્યશ્રીજીનું વ્યાખ્યાન સહુને ગમે એવું અને રસ પડે તેવું છે. સહુ સંમત થતા હો તો જે બોલાવો. એ વખતે બીજા વક્તાઓ, આચાર્યો હાજર હતા. બધાંએ ઉલ્લાસથી સંમતિ આપી. જો કે પૂ. દાદાગુરુજીએ ઘણી આનાકાની કરી. પૂ. સૂરિસમ્રાટ, પૂ. આગમોદ્ધારક, પૂ. સૂરિસમ્રાટના મુખ્ય આચાર્યોએ વાંચવું જોઈએ. કાં વારા થાય તે ઉચિત છે. સહુને લાભ મળે પણ એ વાત માન્ય ન રહી અને કળશ અમારા દાદા ગુરુદેવ ઉપર ઢોળાયો.
મેં પ્રસંગવશ ગુરુગુણ ભક્તિવશ વ્યાખ્યાનની વાત ઉપર થોડી આડી વાતો કરી પણ ક્યારેક ભૂતકાળનો ઈતિહાસ વર્તમાનમાં ખેંચી લાવવો એ પણ આજની પ્રજા માટે જરૂરી છે એટલે બહું જ ટૂંકમાં નિર્દેશ કરી હવે મૂળ વાત ઉપર આવું.
અમારા દાદાગુરુની હ્રદયંગમ વ્યાખ્યાન શક્તિના કારણે ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો ભારે આકર્ષક, લોકપ્રિય અને આહ્લાદક બનતાં હતાં. સવારે તેઓશ્રી વાંચતા. ભગવતીજી પૂરું કરવાની ઇચ્છાની વાત સદા રજૂ કરે ત્યારે દાદાગુરુ બપોર માટે ‘પ્રતાપ' કહી (પૂ. આ.શ્રી વિજયપ્રતાપસૂરિજી મહારાજને બોલાવી) વાત કરે કે તમને અનુકૂળતા હોય તો બીજા શતકથી સંક્ષેપમાં બપોરે વાચના આપો તો સારું. પૂ. ઉપા.શ્રી પ્રતાપવિજયજી મહારાજ એટલા બધા ગુરુભક્ત, વિનયશીલ આત્મા હતા કે ગુરુદેવ કહે એટલે કશું જ બોલવાનું નહિ. કોઈ તર્ક, દલીલ કે હા, ‘ના'નો કોઈ અણસાર જ નહિ. તે તો એક જ કહે આપની જે આજ્ઞા હોય તે મારે કરવાનું. મને યાદ છે ત્યાં સુધી સૂરિજી પોતાના ગુરુદેવ પાસે (પ્રાયઃ) પલાંઠી વાળીને કદિ બેઠા ન હતા. મોટા ભાગે ચૈત્યવંદનની મુદ્રાએ બેસે પછી કલાક થાય કે બે કલાક પણ એક જ આસને બેસી પોતાના તારક ગુરુદેવ સમક્ષ અજબ વિનયધર્મ સાચવતા હતા. ગુરુથી અજાણપણે છુપું નાનું મોટું કંઈપણ કામ કરવાનું ન હતું. એવા એ સાચા ગુરુ ભક્ત હતા.
બપોરના વ્યાખ્યાનની જાહેરાત થતાં લોકો બપોરના વાચના માટે ભેગા થાય. પૂજ્યશ્રી સંસ્કૃત-પ્રાકૃત ભાષાના પૂરા વિદ્વાન એટલે અસ્ખલિતપણે સમજાય તે રીતે સંક્ષેપમાં સૂત્રાર્થ સમજાવે. વ્યાખ્યાન નિરસ ન થાય એટલે ક્યારેક ક્યારેક અંદરની વાતો વિસ્તારે, ક્યારેક બહારની વાત પણ ઉમેરે અને શ્રોતાઓનો ઉત્સાહ ટકાવી રાખે. ચારેક મહિના વાચના બાદ કાર્તિક પૂનમ પછી ભગવતીજી વધુ બાકી હોય તો માત્ર મૂલ વાંચે. ક્યાંક ક્યાંક સમજણ આપે એમ કરીને ભગવતીજી સૂત્ર પૂરું કરી નાંખે. તે પછી સારાય ભગવતીજીની વાચનાની પૂર્ણાહુતિના આનંદની ઉજવણી સંઘ કરે. આમ મારા દાદા ગુરુજીએ બપોરની વાચના દ્વારા પૂરું ભગવતીજી અનેક વખત વાંચ્યું હતું.
જ્યારે ન છૂટકે ગુરુદેવથી જુદું ચોમાસું કરવાનો પ્રસંગ આવ્યો ત્યારે તેઓશ્રી સવાર બપોર બંનેય વખત ભગવતીજીની વાચના આપતા. સવારે રિવાજ મુજબ વિસ્તારથી, બપોરે [ ૬૦૪ ]