________________
વાત એ છે કે વરસો બાદ પણ ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનનો બીજો ભાગ તેઓશ્રીના - વિદ્વાન શિષ્ય મુનિશ્રી યશોવિજયજી પ્રકાશિત કરાવી શક્યા નથી.”
ભાષાંતર કરવા, છ કર્મગ્રન્થ ઉપર વિવેચન લખવા અને ગુણસ્થાનક ક્રમારોહ વગેરે ગ્રન્થોનું ભાષાંતર કરવા ઘણીવાર વિનંતી કરેલી. મેં કહ્યું કે–આજે જ્ઞાનીઓનો સાવ દુકાળ નથી પડ્યો પણ તત્ત્વજ્ઞાનને કસાએલી કલમથી લખવાની અને સરળતાપૂર્વક પીરસવાની આપનામાં વિશિષ્ટ શક્તિ છે. બીજી બાજુ વર્તમાન સાધુ સંસ્થાને તત્ત્વજ્ઞાન ભણવા પ્રત્યે ઉભી થએલી અત્યન્ત દુઃખદ ઉપેક્ષા, તેમજ અન્ય પરિસ્થિતિ જોતાં ભાવિમાં દ્રવ્યાનુયોગના જ્ઞાતાઓ
કેટલા હશે? કદાચ હશે તો લેખન શક્તિ ધરાવતા હશે કે કેમ? આ બધું જોતાં આપ ભાવિ - પેઢીના હિતમાં મૃતપ્રાયઃ થઈ રહેલી તત્ત્વજ્ઞાનની પરંપરા જીવંત રહે એ માટે આપ નાના છે. સ્થળમાં રહીને પણ કંઈક સર્જન કરો તો સારું!
બીજી મજાની વાત એ હતી કે એમની લેખન શક્તિની એક વિશિષ્ટતા હતી કે તેઓશ્રી એક જ બેઠકે બેસી, એક જ કલમે એક કલાકમાં ત્રણ થી ચાર પાનાં તો કોઈ પણ વિષય ઉપર લખી નાંખતાં. ભાગ્યેજ તેમાં સુધારા વધારાને અવકાશ હોય. કારણ કે એ પાનાં મને નજર કરી જવા આપતાં એટલે આ મારો જાત અનુભવ છે. એટલે તેઓશ્રી લેખન કાર્ય આસાનીથી કરી શકે તેવી સાનુકૂલતા પુણ્યોદયે મળેલી હતી, પણ મારી વિનંતિના જવાબમાં તેઓશ્રી કહેતા કે ભાઈ શું કરું! મને પણ ઘણું થાય છે પણ તું જુએ છે કે સવારે વ્યાખ્યાન, બપોરે પાઠ-વાચના, રાત્રે કલાસ. વચ્ચે વચ્ચે સંઘના અને સમાજનાં કામો આવ્યાં કરે તે જુદાં, તું કહે હું કયારે લખું? તું ગામડામાં જવાની વાત કહે છે. છ મહિના મૌન રાખી, મુલાકાતો બંધ રાખી, એકાન્તમાં રહી લખવાની વાત કરે છે પણ તને લાગે છે કે લોકો મને એમ કરવા દેશે? આપણા કે સમાજના દુર્ભાગ્યે લેખન સર્જનનું કાર્ય છતી અનુકૂળતાએ પણ ન થઈ શક્યું. અત્યન્ત પરિતાપની બાબત છે. આજે પરિણામ એ આવ્યું કે પરિપક્વ અને પરિણત પામેલી જ્ઞાનની ઝળહળતી જયોત વિદાય લઈ લીધી. અનેકના જ્ઞાનનું પ્રખ્તવ્ય અને આશ્રય સ્થાન સદાને માટે અદેશ્ય બની ગયું! હિન્દી ભાષામાં મુદ્રિત થએલાં પણ બહાર નહીં
પડેલાં પ્રવચનોની કથા વ્યથા
પૂજ્ય ગુરુદેવનાં તત્ત્વજ્ઞાન ને આધ્યાત્મિક વાતોને અનોખી રીતે સમજાવતાં ચાલુ ચીલાથી થતી વ્યાખ્યાઓથી અલગ અને અનોખી રીતે કરાએલી વ્યાખ્યાઓવાળા આ પ્રવચનોનો લાભ હિન્દી ભાષી જનતાને મળવો જોઈએ એ શુભ હેતુથી મેં એનું પંજાબી લેખક ઓમપ્રકાશ પાસે ગુજરાતીનું હિન્દી કરાવ્યું. ધર્મકુમાર નામના જૈન યુવાનને છાપવા આપ્યું. છપાઈ પણ ગયું. માત્ર મારી અન્ય રોકાણોને લીધે પ્રસ્તાવના છાપવામાં વિલંબ થયો એવામાં
ધર્યકુમાર એકાએક મને જાણ કર્યા વિના જ અમેરિકા પોતાના સગાંને ત્યાં રહેવા પહોંચી ક્રિકેટર [ ૫૯૭] ,
જજ