________________
વધારે છે અને આનંદ માણે છે, હરખાય છે. જર જવેરાતમાં સતત ખેંચાણ રહ્યા કરે, રાગ રહે, મોહ રહે, અહોભાવ રહે, મમત્ત્વ બુદ્ધિ રહે તો આવતા ભવનું આયુષ્ય એવું બંધાય કે પાછું મનુષ્યમાંથી પથ્થર આદિની જાતિમાં પાછો જન્મ લેવાનું બને.
એક મહાન ત્યાગી, તપસ્વી, મહાન સાધ્વીજીને વીંટીના તેજસ્વી હીરાના નંગ ઉપર રાગ રહી ગયો અને એ જ રાગદશામાં આગામી ભવનું આયુષ્ય બાંધવાનો પ્રસંગ આવ્યો, પરિણામ એ આવ્યું કે તેમને ગરોલીના ભવનું આયુષ્ય બાંધી લીધું અને મરીને ગરોલી રૂપે જન્મ લીધો.
મનુષ્ય જેવી યોનિ અને ત્યાગી તપસ્વી જીવનની સાધના, આવી ઉચ્ચ સ્થિતિના શિખરે હોવા છતાં એક જ હીરાના મોહે એવા નીચે પટકાવ્યા કે હલકી યોનિની તલેટીમાં જઇ પડ્યા. તેજસ્વી હીરાના અતિ તીવ્ર અને વધુમાં વધુ દુર્ધ્યાન સતત રહેતું, એના કારણે એવી યોનિમાં ઉત્પન્ન થયા. માટે સહુ કોઈ ભૌતિક પદાર્થો ઉપરના વધુ પડતા આસક્તિ ભાવથી બચતા રહો, જેથી નીચે ઉતરવાનું ન બને.
મારી સાધુ ધર્મની દૃષ્ટિએ જે અને જેવું લખવું ઉચિત લાગ્યું તે અને તેવું લખ્યું છે. હવે વાત રહી લેખકની.
લેખક જન્મે જ્ઞાતિએ ખોજા હોવા છતાં જન્માંતરના કોઈ ઋણાનુબંધે જૈન ધર્મગુરુઓ અને જૈન બંધુઓ પ્રત્યે વધુ સહવાસ બનતો રહ્યો છે. એમા મારા ગુરુદેવ યુગદિવાકર આચાર્ય શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજ અને મને મળવાનું થયું. ઉત્તરોત્તર અમારો ધર્મસંબંધ ગાઢ બનતો રહ્યો. એમાં મારાં પ્રત્યે એમને કુદરતી માન, શ્રદ્ધા, આદર સવિશેષ હતો. ગુણાનુરાગની દૃષ્ટિ. માનવતાવાદી માનસ એટલે મને એમના પ્રત્યે હંમેશા આદરભાવ રહ્યો છે. એમની હસ્તરેખા તથા અન્ય સાધના અને એમને મેળવેલું જ્ઞાન પણ દાદ માંગે તેવું છે, અને તેથી તેઓ ઘણા ભક્તો-અનુયાયીઓ કરી શક્યા છે. ઘણા અનુયાયીઓને મારા આશીર્વાદ લેવા પણ તેઓ મોકલતા હોય છે. એમની હસ્તરેખા વિજ્ઞાન અન્ય ઉપાસના અને ફ્લાદેશ માટે સારી પ્રશંસા સાંભળું છું. હજુ પણ તેઓ લોકોના સુખ-શાંતિમાં વધુ ફાળો આપી શકે માટે હજુ વધુ પારદર્શક જ્ઞાન મેળવે તેવી શુભકામના!
એ બધાય કરતાં જીવનની અન્તિમ સંધ્યાએ સ્થિરતા, શાંતિ, સમત્વ, વીતરાગતાભાવ, આધ્યાત્મિક નિર્મળતા વગેરેથી પોતાના આત્માને વધુને વધુ ઉર્ધ્વ લઈ જાય તેવા શુભાશીર્વાદ પરમાત્માની કૃપા અને ભગવતીજીની કૃપા એમના પર ઉતરી રહો!
જૈન સાહિત્ય મંદિર, પાલીતાણા
** [ ૫૯૨ ] ****
HP