________________
કે જે સર્વત્ર વિદ્યમાન છે અને જે વર્ગણા કર્મરૂપ પરિણામ પામવાની યોગ્યતા ધરાવતી હોય અને જીવ જેને ગ્રહણ કરવાનો છે તે વર્ગણાને કાર્પણ નામની વર્ગણા કહેવાય છે.
આ સર્વત્ર વ્યાપ્ત છે જ પણ જીવ જ્યાં રહેલો હોય તે જગ્યામાં પણ તે ઠાંસી-ઠાંસીને રહેલી જ હોય છે.
જ્યારે જ્યારે અમૂર્ત એવો આત્મા શુભાશુભ વિચાર કરે ત્યારે ત્યારે તે મૂર્ત એવી કાર્મણવર્ગણાના પુદ્ગલસ્કંધો (દ્રવ્યો)ને જેમ દીવો વાટ દ્વારા તેલને ગ્રહણ કરે છે તેમ તે કાર્પણ પુદ્ગલોને ખેંચીને પોતાના આત્મપ્રદેશો જોડે તેનું જોડાણ કરી નાંખે છે. જોડાણની સાથે સાથે જ શુભાશુભ જેવા વિચારો ચાલતા હોય આ વખતે પેલા કાર્પણ પુદ્ગલ સ્કંધો ‘કર્મ' શબ્દથી ઓળખાવાય છે. આ જોડાણ થાય છે તે જ વખતે તે કર્મનો સ્વભાવ, તે કેટલા વર્ષો સુધી રહેશે, કેવા પ્રકારે તે ભોગવવું પડશે અને તેનું પ્રમાણ વગેરે બાબતો નક્કી થઈ જાય છે.
જીવ હંમેશા પરમાણુરૂપે રહેલા પુદ્ગલોને ગ્રહણ કરતો નથી પણ અનેક-અનંત પરમાણુઓના જથ્થાથી કંધરૂપે રહેલા પુદ્ગલોને જ ગ્રહણ કરી શકે છે. આ લોકમાં એવા સ્કંધો અનંતાનંત છે, અને તેની અનંતાનંત વર્ગણાઓ છે.
એક વાત ધ્યાનમાં રાખવી કે આ પુદ્ગલો-કાર્પણવર્ગણાના સ્કંધો જીવને પોતાની જાતે વળગવા આવતા નથી પણ શુભાશુભ વિચારો-કારણોને લીધે જીવ પોતાના તરફ આકર્ષે છે અને પછી ક્ષીર–નીરની જેમ આત્મપ્રદેશોમાં ઓતપ્રોત બની જાય છે. કર્મરૂપ પરિણામ પામવાની યોગ્યતા માત્ર આ એક જ વર્ગણામાં છે. જીવ સ્વભાવે અમૂર્ત છતાં અનાદિકાળથી કર્મસંબંધથી જોડાએલો હોવાથી તે બિચારો મૂર્ત જેવો થઈ જતાં મૂર્ત *પુદ્ગલો ગ્રહણ કરવાના તીવ્ર સંસ્કારવાળો બની ગએલો છે. જીવ પરમાણુનું ગ્રહણ કરી શકતો નથી પણ અનંતપ્રદેશી કંધરૂપે બનેલા પુદ્ગલસ્કંધોને ગ્રહણ કરે છે. નિકાચિત કર્મ અવશ્ય ભોગવવું પડે છે જ્યારે અનિકાચિત માટે એવો નિયમ નથી, વિકલ્પ પણ સંભવી શકે છે. કોઈ કોઈ કર્મ ઉદય આવતાં પહેલાં અન્ય નિમિત્તો ઊભા થતાં વગર ભોગવ્યે આત્માથી છૂટું પણ પડી શકે છે. આ કર્મોને ખેંચી લાવવામાં ક્રોધ-માન-માયા-લોભરૂપ કષાયો મન-વચન-કાયાના યોગો, મિથ્યાત્વ-અવિરતિ આદિ હેતુઓ નિમિત્ત બને છે.
આ પ્રમાણે ટૂંકમાં લખેલી કર્મની સમજણ અહીં સમાપ્ત થાય છે.
પુદ્ગલ શબ્દ અન્ય દર્શનમાં બહુ ઓછો વપરાયો છે અને ત્યાં દર્શાવેલ અર્થ તેનો વાસ્તવિક અર્થ હોય એમ બુદ્ધિમાનને ન લાગે, જ્યારે જૈનદર્શન પુદ્ગલ શબ્દથી ઓતપ્રોત થઈ ગયું છે અને અણુ-પરમાણુ શબ્દોના વિજ્ઞાન-રહસ્ય જૈનદર્શન સિવાય વ્યાપક રીતે ક્યાંયથી જાણવા મળે તેમ નથી, પણ કમનસીબી એ છે કે આજે વિદ્વાનો જૈનાગમમાં બતાવેલા અણુવિજ્ઞાન ઉપર કોઈ જોરદાર પ્રકાશ પાડવા કમ્મર કસતા નથી, નહીંતર આજના આ અણુ, ઉપગ્રહ યુગમાં જૈનતત્ત્વજ્ઞાનની સર્વોપરિતા અને એની સર્વજ્ઞ મૂલકતા સાબિત થયા વિના રહે નહીં.
[ ૫૭૩ ]