________________
કલા ક્ષીણ થઈ જાય છે. બાકીની સાડાત્રણ કલા અવશેષ રહે છે. એ કલા ભગવાનની સાથે વિહરતી હોવાથી કેવળી ભગવંતનું ધ્યાન કરવાનું સૂચન કરે છે. પણ યન્ત્રની સાડાત્રણ રેખા સાથે જરાતરા સંબંધ હોય તેવો કશો સંકેત તેઓ કરતા નથી. વળી યન્ત્ર-મન્ત્રની સાથે સંબંધ ધરાવતી રેખાઓ શું સાથે કર્મવિભાગની ઘટનાઓનો સંબંધ બેસાડી શકાય તેમ છે ખરૂં? જો કે ઉપરની સમજ આકર્ષણનું કારણ બની રહે છે ખરી. આથી સાડાત્રણ રેખાનું કારણ શોધવું રહ્યું.
એક માર્ગદર્શન—ઋષિમંડલ સ્તોત્રમાં માર્યાર્થી નમતે માર્યાં આ શ્લોક પુરુષને આશ્રયી બરાબર છે. પણ સ્ત્રી પાઠ કરતી હોય તો શું કરવું? જો ત્યાં પત્યર્થી સમતે મર્તા એવું બોલી શકાય છે. પતિના અર્થને પતિ પણ મળે છે.
વરસગાંઠમાં શું કામ હરખાય ? એ તો મોત નિકટ છે તેની સાબિતી છે. ગાંઠનું વર્ષ જાય તેનું નામ વર્ષગાંઠ.
શબ્દથી સમાધાન પણ થાય છે અને સંઘર્ષ પણ થાય છે.
❀
હાજી શબ્દ હજારો ભૂલોમાંથી બચાવી લેનાર મંત્રાક્ષર છે. પદ પર બેસી જે મદ કરે છે તે રદ થયા વિના રહેતો નથી.
પાપ કદાચ કરવું પડતું હોય તો પશ્ચાતાપ કરજો પણ પાપનો બચાવ તો ન જ કરશો.
સંપત્તિના ભાગ પાડતાં મનમાં વિભાગ ન પડે તે જોજો.
મદદ કર્યા પછી મદ કરે તેનું ફળ રદ થયા વિના રહેતું નથી.
ગુરુ હૃદયમાં પહોંચવાનો માર્ગ ગુરુ ચરણથી થાય છે.
[ ૫૬૬ ]
******************************