SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ સ્નાયુઓની નબળાઈને દૂર કરનારા પણ છે, માટે ન્યાસના બીજાક્ષરોને શ્રદ્ધા-ભાવપૂર્વક સ્થિરતાથી બરાબર સ્થાપન કરવા જોઈએ. તે પછી નં. ૫ ની વિધિમાં ક્ષિપ મૈં મંત્રબીજોનો ન્યાસ કરવાનો છે તે માટે છઠ્ઠા પેજમાં જ ચિત્ર ક્રમાંક ૨ જુઓ. હાથ પર રાખડી બાંધી છે તે ઘડિયાળ નથી પણ રક્ષા-રાખડી છે. પાંચે બીજોનું ટૂંકું વર્ણન અંદર પ્રતમાં કર્યું છે જેથી અહીં લખતો નથી. સારૂંએ વૃક્ષ બીજમાં જ હોય છે અને બીજ જ વિકસીને વૃક્ષ થાય છે, એવું જ મંત્રબીજ માટે છે. મંત્રબીજોની ઉપાસના અનેક પ્રકારની સુખ-શાંતિ, વિકાસ અને ઈષ્ટસિદ્ધિ માટે થાય છે. ચિત્રમાં નીચે એક કોઠો આપવામાં આવ્યો છે. એ કોઠા મુજબ તે તે તત્ત્વની આકૃતિ, રંગ બંનેને ધ્યાનમાં રાખીને ‘ન્યાસ’ કરવો જોઈએ. અમોએ આકૃતિ, રંગ સાથેનો પાંચ કલરનો બ્લોક બનાવ્યો હતો પણ અમારો પ્રેસવાળો દલાલ ધૈર્યકુમાર પંદરેક વરસ ઉપર ઋષિમંડલના મહત્ત્વના ચાર પાંચ કલર બ્લોકો આપ્યા વિના અમેરિકા વિદાય થઇ ગયો અને બ્લોક ક્યાં નાંખ્યા તે માટે અંધારામાં રાખ્યા, પછી ચિત્રકારોની મુશ્કેલી અંગે ફરી કરાવી ન શક્યો. રહી ગયું એ રહી જ ગયું એટલે પછી બીજું કલર વિનાનું સાદું ચિત્ર જે હતું તે અહીં છાપ્યું છે. તમો ન્યાસ કરો ત્યારે આકૃતિ, રંગ અને તે ઉપર તે તે અક્ષરો મૂકીને કરવો જેથી તન મન બંનેની સુરક્ષા થાય. આ ક્ષિપ૦ના બીજા ચિત્ર માટે પેજ નંબર ૧૪૨ જુઓ. ત્યાં ક્ષિપ માઁ ન્યાસ અંગે વિશેષ સમજૂતી આપી છે. છઠ્ઠા નંબરમાં વજ્રપંજર જેનું બીજું નામ આત્મરક્ષા સ્તોત્ર છે. એ અંગેનો પરિચય પોથીમાં પ્રથમ આપ્યો છે. એને અંગેનાં ૧૦ ચિત્રો પણ આપ્યાં છે. આ ચિત્રો સં. ૨૦૧૭ની સાલમાં પહેલીજવાર વાલકેશ્વરના દહેરાસરમાં પહેલાં મજલે પાટડીમાં ચીતરાવ્યાં હતાં. ત્યારપછી તે જૈનગ્રન્થરત્નચિંતામણિમાં છપાયાં અને તે પછી હવે આ પ્રતમાં છાપ્યાં છે. આ ન્યાસ અત્યારે સહુ વિધિવાળાઓ સ્તોત્ર બોલવાની સાથે સાથે કરે છે. ઘણાં વરસોથી સર્વત્ર આ જ રિવાજ ચાલ્યો આવે છે પણ મારો નમ્ર મત જુદો છે. ખરી રીતે પોથીમાં દરેક છાપેલા ચિત્રમાં મોટા અક્ષરે નવકારમંત્રનો મંત્ર પ્રથમ છાપ્યો છે. તે મંત્રપદ બોલીને ન્યાસ કરવો જોઈએ. આ અંગે પોથીના પાનામાં ચર્ચા કરી છે એ ક્રિયાકારકોએ જોઇ લેવી. —આત્મરક્ષાના નવ ચિત્રો બીજી રીતે પણ બનાવી શકાય છે પણ તે અહીં આપ્યાં નથી. ફરી ક્યારેક પ્રગટ કરાવીશું. વજ્રપંજર—આત્મરક્ષા સ્તોત્રમાં પંચ પરમેષ્ઠીઓને સ્થાપન કરવાના છે. પંચ પરમેષ્ઠીઓનો આકાર કેવો કલ્પવો તે માટે દરેક પરમેષ્ઠીનાં ચિત્રો અમુક રીતે આકાર પસંદ કરીને પ્રતમાં છાપ્યાં છે. આ ચિત્રો થોડાં ઘણાં ફેરફાર સાથે પણ બનાવી શકાય છે. —પેજ નંબર ૧૭માં બે ચિત્રો આપ્યાં છે. એક હૃદયશુદ્ધિનું અને બીજું વજ્રપંજર–૨ક્ષા ક્રિયા સંપૂર્ણ રીતે કરી લીધા પછી તે દૃશ્ય કેવું સમજવું અને કેવી કલ્પના કરવી? તેનું ચિત્ર છાપ્યું એથી નાનું ચિત્ર છાપીએ અક્ષરો બીલકુલ વંચાય નહિ એટલે જરા અક્ષરો વંચાય ====== [ ૫૩૯ ]
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy