________________
ફરતું કરાતું ‘મોરલીનૃત્ય' થાય ત્યારે તો લોકોનો ઘસારો એવો થતો કે મેદની ભારે બેકાબૂ બની જતી. અમારા માટે નૃત્ય કરવાની જગ્યા પણ ન રહેતી, અને લોકો ફિદા ફિદા થઈ જતા. એ વખતે લોકો અમને છોકરા નહિ પણ છોકરીઓ સમજતા હતા.
ત્યાર પછી મને વૈરાગ્યભાવ પેદા થયો અને આ તાલીમ બંધ થવા પામી.
સાધુજીવન, અન્ય પ્રતિકૂલ સંયોગો, શરમાળ કે સંકોચવાળી પ્રકૃતિ વગેરે કારણે સમય જતાં મારા સંગીતની તાલીમ ધીમે ધીમે સર્વથા બંધ થઈ ગઈ. પરિણામે મારૂં અતિ પ્રિય એવું મીઠું-મધુર ઝરણું બહુધા સુકાઈ ગયું. છતાં માંડ મળતી નવરાશની પળે એકલો પડું ત્યારે ત્યારે કોઈ કોઈ રાગની સુરાવટ કરી સંગીતનો સહારો લઉં છું અને ત્યારે માત્ર સંગીતની જ નહિ પણ સાથે સાથે આધ્યાત્મિક મોજ માણી લઉં છું. આજે પણ મને એમ થાય છે કે ફરીથી સંગીતજ્ઞને રાખી મારૂં જ્ઞાન તાજું કરી પ્રભુ ભકતિના પ્રસંગોમાં ઉપયોગ કરૂં, પણ વ્યવસાય સંકુલ જીવનમાં મારા માટે વો દિન કહાં સે''....નો જ પ્રશ્ન આવીને ઊભો રહે!
આ રીતે મારી સંગીતની આત્મકથા અહીં પૂરી થાય છે.
લટ
મનનો સંયમ એ જ સર્વોત્તમ સંયમ છે
कर्मेन्द्रियाणि संयम्य, य आस्ते मनसा स्मरन् । इन्द्रियार्थान् चिमूठात्मा, मिथ्याचारः स उच्यते ॥
ભાવાર્થ :—જે મૂર્ખ મનુષ્ય લંગોટ વગેરે સાધનો દ્વારા કર્મેન્દ્રિયોનો બાહ્ય સંયમ રાખીને ઇન્દ્રિયોને અનુકૂલ વિષયોનું સતત ચિંતન કરે છે, તે મિથ્યાચાર ગણાય છે. અનંત કામના વિષય-ભોગના સંસ્કારો અંગે અનિચ્છાએ કોઈવાર વિકલ્પ આવી જાય તે જુદી વાત છે, પરંતુ ઇરાદાપૂર્વક રાત્રિ-દિવસ તે જ વિચારો અને તેના જ વાતાવરણના પોષણની પ્રવૃત્તિ કરનાર કોઈપણ રીતે સાચો સંયમી ગણાતો નથી.
** [ ૫૦૬ ]