________________
******
***********************************
***
*****
संखित्ता संघयणी, गुरुत्तरसंघयणिमज्झओ एसा । सिरिसिरि चंदमुणिदेण, णिम्मिया अत्तपढणट्ठा ॥१॥
>>>>>>>>
આથી મૂલસંગ્રહણી જ્યારે સુવિસ્તૃત થઈ ગઈ ત્યારે તે જ વખતે એટલે બારમી સદીમાં થયેલા મલધારી શ્રી હર્ષપૂરીય ગચ્છરૂપી આકાશમાં ચન્દ્રમા સમાન વિદ્વચ્છિરોમણી શ્રી ચન્દ્રમહર્ષિ નામના સૂરીશ્વરે વિચાર્યું કે મૂલસંગ્રહણીનું વર્તમાનમાં પ્રમાણ ખૂબ વધી ગયું છે. સમય ઘણો લાગે છે એમ છતાં જોઈએ તેટલો વધુ બોધ થતો નથી, એવો સદ્વિચાર કરી તેઓશ્રીને એક નવીન જ સંસ્કરણ રૂપે આ આદર્શ તૈયાર કરવાનો સુમનોરથ સમુપસ્થિત થયો અને પ્રજ્ઞાપના, જીવાભિગમાદિ શાસ્ત્રાન્તર સૂત્રગ્રંથોમાંથી અતિ વિસ્તૃત અભિહિત અર્થોને, અને વળી તે વખતે ક્ષમાશ્રમણ સંગ્રહણી કે જેનું પ્રમાણ ૧૪૦૦ ગાથાવાળું થઈ ગયું હતું અને જેના ઉપર વૃત્તિઓ પણ રચાઈ ગઈ હતી એ બન્ને વૃત્તિઓમાં તે તે વૃત્તિકારોએ દર્શાવેલી તેમજ અન્ય ગ્રંથાંતરોમાં પ્રતિપાદિત જે કંઈ વિશેષ અર્થભૂત હકીકતો હતી તે સર્વને એકઠી કરી પુનઃ તેને સંક્ષેપીને તેઓશ્રીએ ૨૭૩ ગાથા પ્રમાણની આદર્શભૂત સંક્ષિપ્તસંગ્રહણી રચી અને સ્વભાવનાને અમલી બનાવી.
અહીં આપણને શંકા થાય છે કે જ્યારે સંક્ષિપ્ત સંગ્રહણીની જરૂરિયાત હતી તો ક્ષમાશ્રમણજીએ રચેલી જે સંગ્રહણી હતી તે પણ લગભગ આટલા જ પ્રમાણવાળી હતી, કદાચ માની લો કે તે પ્રમાણ વધી ગયું હતું તો પણ તેમાંથી પ્રક્ષેપાત્મક ગાથાઓ દૂર કરીને અથવા વધુ ઉપયોગી ગાથાઓ રાખીને તે મૂલસંગ્રહણી પ્રમાણને કાયમ રાખીને પુનઃ પ્રસિદ્ધિમાં સ્થાપવી હતી પણ નૂતન સંદર્ભ બનાવવાનો પ્રયાસ શા માટે ખેડ્યો?
આનું સમાધાન જો કે અગાઉની બીનામાં આવી ગયું છે તથાપિ સ્પષ્ટ પ્રત્યુત્તરમાં નવીન સંસ્કરણના ટીકાકાર મહર્ષિ શંકા સમાધાન આપી જણાવે છે કે—
,,
ननु यदि संक्षिप्ततया प्रयोजनं तर्हि मूलसंग्रहण्येवास्तु, किं पुनः प्रयासेन ? प्रायस्तस्या अप्येतावन्मात्रत्वात् तन्न, एतावतोऽर्थजातस्य तस्यामसंपिण्डनात् ” અર્થાત્ મારી તેમજ ક્ષમાશ્રમણની સંગ્રહણીનું પ્રમાણ પ્રાયઃ સમાન છે તો પણ જેટલી અર્થની અધિકતા અને ગંભીરતા લાવવાનો આયાસ (ચંદ્રમહર્ષિ કૃત) સંગ્રહણીમાં સેવાયો છે, તેવો મૂલસંગ્રહણીમાં ગમે તે કારણે થયો નથી.
શ્રી મલયગિરિજીની ટીકા ઉપરથી ઉઠતો પ્રશ્ન :
સાતમી સદીમાં રચાયેલી શ્રી જિનભદ્રગણિની સંગ્રહણી ઉપર બારમી સદીમાં થએલા ૧. જે માટે શ્રી દેવભદ્રસૂરિ ચન્દ્રીયા સંગ્રહણીની વૃત્તિના આરંભમાં સત્ય જ જણાવે છે કે :आर्यश्यामादिभिः प्रज्ञापनादिषु उद्धृतस्तेभ्योऽपि जिनभद्रगणिक्षमा श्रमणेन संग्रहण्यामवतारितः, साच यद्यपि न गुर्वी नापि लध्वी, तथाप्यन्यान्यगाथाप्रक्षेपतो यावदधुना किञ्चदूनचतुःशतीमाना पञ्चशतीमाना च सज्जता, ततोऽत्यल्पमेघसः संक्षिप्तरुचीन्माद्रशाननुकम्पयद्भिः पूज्यश्रीचन्द्रसूरिभिस्ततोऽपि सोऽर्थोऽतिसंक्षेप्यास्यां संग्रहण्यामभिहिताः।।
આ જાતનો ભાવાર્થ ૨૭૩ ગાથાની ટીકામાં પણ આપવામાં આવ્યો છે.
************* [૨૪]
*****************************************************