________________
ഭജിക്ക് കർഷകർക്ക്
PEPPEROR****** ********** ************ છે. કેટલીક મહત્ત્વની સૂચનાઓ મેં પ્રસ્તાવનામાં કરી છે. બાકી શેષ સુધારા અને અધિષ્ઠાયક છે. વલયના પૂજનમંત્રો વગેરે મારા તરફથી અનેક ચિત્રો સાથે મુદ્રણની વિશિષ્ટતાપૂર્વક અનેરી ભાત હત પાડનારી પૂજન વિધિ જ્યારે છપાય ત્યારે જ મારા યંત્રના અધિષ્ઠાયક વલયનું પૂજન છાપવું,
આવા નિધાર ૨૦ વર્ષથી કરેલો, પણ પૂજનવિધિની પ્રેસકોપી વિવિધ કાર્યનું રોકાણ તેમજ
અન્યાન્ય કારણોસર તૈયાર કરી શકાણી નહીં, એટલે થયું કે ક્યાં સુધી આ વાત અદ્ધર જ રાખવી? એટલે પછી મેં આ જ પુસ્તિકામાં પરિશિષ્ટ નં. પના મથાળા નીચે મારા યંત્રના છે અધિષ્ઠાયક વલયનું પૂજન કરવું હોય તો કયા મંત્રપદો બોલીને કરવું જોઈએ? તે માટે મેં આ પુસ્તિકામાં જ અલગ પૂજન આપી દીધું છે.
વિધિકારકો તેને પોતાની નોટમાં ઉતારી લે અથવા વિધિવાળાઓ માટે હું જુદું પાનું છપાવી જ મોકલી આપીશ, તો તેનો ઉપયોગ કરે. આ અધિષ્ઠાયક વલય મારું કયા કારણે અલગ છે તે માટે મે પ્રસ્તાવનામાં લખ્યું હતું, જે આ બુકમાં છાપ્યું છે, તે વાંચી લેવું.
આ પુસ્તિકામાં સુધારા વધારા સાથેની પ્રસ્તાવનાએ ૧ થી ૭૭ પાનાં રોક્યાં છે. ત્યારપછી રસપ્રદ છ પરિશિષ્ટો આપ્યાં છે, ઉપાધ્યાયજીનો, તેમજ ભગવાન પાર્શ્વનાથજીનો રંગ ભૂરો કે લીલો એની ચર્ચા કરી છે, ભગવાન શ્રી મહાવીરના અભૂતપૂર્વ નિર્વાણ મહોત્સવ નિમિત્તે તેયાર થયેલા અને થનારા ધ્વજ અંગે જાગેલા અર્થહીન વિરોધી અંગે ઈશારો કર્યો જ છે. પૂજનવિધિ અંગે અનાહતપૂજન તથા શાંતિકલશની ચાલી આવતી મહત્ત્વની અશુદ્ધિ તથા
અન્ય કેટલીક હકીકતો અંગેની બાબતો જણાવી છે. બે ત્રણ ફર્મા જેટલી જ પુસ્તિકા છાપવાની ધારણા છતાં તે લગભગ નવ ફર્મા સુધી પહોંચી ગઈ છે.
પૂજનવિધિ અંગે જે જે મહત્ત્વની અવશેષ બાબતો કહેવાની છે તે બધી જ પૂજન વિધિની આદર્શ સચિત્ર પ્રતિ છપાશે ત્યારે તેમાં જણાવીશ, કાં સ્વતંત્ર લેખ દ્વારા પ્રસિદ્ધ કરીશ. અંતમાં નામી અનામી સહુનો તથા પૂજ્ય ગુરુદેવોનો તથા કહાન મુદ્રણાલય અને તેના સૌજન્ય સ્વભાવી માલિક શ્રી જ્ઞાનચંદજીને ધન્યવાદ આપી આ નિવેદન પૂર્ણ કરું છું.
વાચકો! મનન ચિંતનપૂર્વક વિચારે, અને ભૂલચૂક હોય તે મને જણાવે તેવી નમ્ર વિનંતી
સમીક્ષા-તુલના માટે ઉપયોગી થાય એ માટે મારા સંપાદિત યત્રનો બ્લોક છાપ્યો છે. અને બીજો બ્લોક ૩૫ પ્રશ્નોની પ્રશ્નાવલી પ્રસંગે મારી માન્યતા કે વિકલ્પોને સમજવા માટે બહાર પાડેલો તે અત્રે આપ્યો નથી. પાલીતાણા
મુનિ યશોવિજય જૈન સાહિત્ય મંદિર
(વર્તમાનમાં આચાર્ય યશોદેવસૂરિ) તા. ૧-૧-૭૮
കർഷകർക്ക് മുക
ggggggg [૪૯૭] વિકિ