SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ : : :::::::: ::: : તે જ કયાં હતી? આથી એક વખત એમ પણ થયું કે જૂનાં નામો જતાં જ કરું, એટલે મારે છે છે. નવાં (૧૨+૪) સોળ નામો જ લખવાનાં રહે, પણ એ વિચારનો પુન: ઉપશમ કરી હવે તો છે બાર દેવીઓ માટે માત્ર એક જ ખાનું રાખવું, એવો નિર્ણય લઈને મારા મનને સાંત્વન કર્યું. 1 બીજી એક વાત એ કે ચાર અધિષ્ઠાયકોમાં બે નામો તો જ્યારે જૂનાં વલયમાં રાખ્યા છે ત્યારે પૂજનસંગ્રહ કે બાકીનાં બે અધિષ્ઠાયકોને કેમ બાકાત રાખ્યાં તે સમજાયું નહીં, જો કે તે ચોથાનું નામ ન હતું પણ ક્ષેત્રપાલ તો હતા જ, તો તેને વલયમાં કેમ દાખલ ન કર્યા? તે ઘણી વિચારણીય બાબત છે. એ ચારેય અધિષ્ઠાયકો વલયમાં જ હોવા જોઇએ બીજી મુદ્દાની વાત એ છે કે ચારેય અધિષ્ઠાયકો કે અન્ય દેવદેવીઓ યના વલયની છે અંદર જ હોવા જોઈએ. એ તો સીધી જ વાત છે કે જેનું વલય હોય તે તેમાં હોવા જ જોઇએ. વરસોથી ચાલી આવતી પ્રથાને અને નિયમને અનુસરીને યત્રની બહાર ચાર દેવીઓ ચાર અધિષ્ઠાયકોની દેવીઓ બનાવવામાં આવે છે, ત્યાં જે ખૂણામાં અધિષ્ઠાયક છે, તે પ્રમાણે મેં મારા પત્રમાં તે રીતે જ (તે તે ખૂણામાં) સ્થાપિત કર્યા છે. અને દરેક અધિષ્ઠાયકનો ક્રમ પર સમજાય એ માટે એ નામો સાથે ૧, ૨, ૩, ૪, એવા ક્રમાંક આપ્યાં છે. વિમલેશ્વરને ઉપરના રે ભાગે આપણી ડાબી બાજુએ, ચકેશ્વરીને આપણી જમણી બાજુએ, ઉપરના ભાગે ક્ષેત્રપાલને, આપણી ડાબી બાજુએ નીચે વિદિશામાં-ખૂણામાં, જેને મેં નં. ૩ આપ્યો છે અને અપ્રસિદ્ધને જમણી બાજુએ વિદિશામાં-ખૂણામાં જેને નંબર ચાર આપીને સ્થાપિત કર્યા છે. જો કે આથી હરિ પ્રદક્ષિણા ક્રમ જળવાતો નથી. પણ તેની અહીં અગત્યતા પણ નથી. વળી જ્યારે ખાનું ફેરફાર સાથે નવું કરવાનું નક્કી કર્યું એટલે યક્ષ-યક્ષિણીનાં નિયમ મુજબ (વલયગત) દેવોને શક્ય હોય તેટલાને આપણી ડાબી બાજુએ રાખવા અને દેવીઓને જમણી બાજુએ રાખવી એ રીતે વ્યવસ્થા રાખી છે, પણ નામો ઘણાં હોવાથી નિયમ પૂરો જળવાય તેવી શક્યતા જ કયાં હતી? પૂજન વખતે નંબર પ્રમાણે ક્રમશઃ વલયગત ચાર અધિષ્ઠાયકોનું પૂજન ચાર ખૂણામાં ચાર ફળો કોળાં ધરાવીને તે જ કોળાંઓને દેરીઓમાં સ્થાપિત કરવાં. તેથી આપણી જમણી બાજુએ છે યંત્રની ખાસ અધિકારિ ૧૨ આસન્ન સેવિકાઓ (જેઓને સેકડો વરસોથી યંત્ર પટોમાંથી આચાર્યો, મુનિઓ કે શ્રાવકોએ વિદાય આપી છે તે દેવીઓ) ના પૂજનનું ખાનું મૂક્યું છે. ત્યાંથી પૂજન શરૂ કરવું અને પછી તો પૂજનવિધિની પ્રતનાં કે ધુરંધરવિજયજીવાળા યંત્રમાં વર્તમાનમાં પૂજાતાં દેવ-દેવીઓનાં નામો છે એનું ક્રમશઃ પૂજન કરવું. આ માટે તમો અધિષ્ઠાયક વલયને બરાબર ધ્યાનથી જુઓ. સૂક્ષ્માક્ષર હોવાથી સૂક્ષ્મદર્શક કાચ (આઈગ્લાસ)થી વલયોને જુઓ અને રે બરાબર નામો અને સ્થાનને ખ્યાલમાં રાખો. મારા યંત્રના અધિષ્ઠાયકવલયનાં પૂજન અંગે— અત્યારે તો મારા યંત્રના અધિષ્ઠાયક વલયની વ્યવસ્થાના કશા ખ્યાલો મેં વિધિવાળાઓને 5 :5 3 : :: :: : :: : :: : :: : WE 3:57:. : y.s
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy