________________
NYKYYNYNKA
******?
*******
નીકળેલી રેખા બે વાર વર્તુલાકારે એટલે ગોળાકારે બતાવી છે. આ બે વર્તુળો બતાવ્યા છે તે અનાહતનાદના જ સૂચક છે. અથવા અનાહતનાદ રૂપે છે. એટલે થયું શું કે એક નાદને આકૃતિરૂપે સ્વીકારીને 'ત્રિકોણાકારે ગ ઉપર સ્થાપિત કર્યો અને બીજા નાદને કાર ફરતો ગોળાકાર, વલયો દ્વારા રજૂ કર્યો.
હવે પ્રશ્ન એ થાય કે આ ત્રણેયનું સાથે ઉચ્ચારણ કેમ કરવું? કારણકે પ્રચલિત ક્રમ બોલવાનો ‘આઁ મૈં હૂઁ'' છે. જ્યારે આલેખનનું વિધાન એવી રીતનું છે કે આલેખનમાં બોહ્રાર બીજને દ્વાર અને ટૂ ની વચ્ચે ગોઠવ્યું છે. આલેખનના ક્રમ પ્રમાણે એને સીધી રીતે તો મૈં ો ગ બોલવું જોઇએ, અથવા ગર્દૂ કો મૈં બોલવું જોઇએ. ત્રણેયમાંથી કયો ક્રમ સ્વીકારવો એ બાબત વધુ વિચારણા માગતી હોવાથી અત્યારે તો પ્રચલિત માન્યતાનો આદર ચાલુ રાખવો એ જ ઉચિત છે.
* おおおおおおお
બીજી વાત એ છે કે ર્ફે ની સાથે બે જ વર્તુલો દોરવાનું વિધાન છે. મેં ‡ સ્વરની ઊભી રેખા-લીટી પૂરી થાય છે તે ખૂણાના ભાગથી વર્તુલનો પ્રારંભ કર્યો હોવાથી એ જ ખૂણામાં બીજા વર્તુલને પૂર્ણ કરવાનું યોગ્ય ધાર્યું છે. આ બે વર્તુલોનો સંકેત શું છે અને તે દોરવા પાછળ શું હેતુ હશે? તેનું સંતોષકારક રહસ્ય મને હજી ઉપલબ્ધ થયું નથી.
વચલો ભાગ અષ્ટદલ કમલની કર્ણિકા રૂપે હોવાથી કમળની વાસ્તવિકતા બતાવવા મુદ્રણમાં કેસરનાં સૂચક એવા ટપકાંઓ મૂકી બતાવ્યો છે. જે આજ સુધીના પ્રાચવા-અર્વાચીન પટોમાં મને આ રીતે ક્યાંય જોવા મળેલ નથી.
મારા યંત્રની ખાસ જાણવા જેવી વિશેષતાઓ
પ્રથમ ૩૦૦ વરસમાં ભૂલાઇ ગયેલ ‘નાવ’ની મહત્ત્વની આકૃતિ અંગે—
યંત્રના પ્રથમ વલયના કેન્દ્રમાં દૂ' બીજના હૂઁ' વર્ણ ઉપર નવની ત્રિકોણ આકૃતિ ખાસ મૂકી છે તે જુઓ. સિદ્ધચક્રના યંત્રામ્ભાયમાં આ આકૃતિ મૂકવાનું ખાસ વિધાન છે. જો કે ૩૦૦થી વધુ વરસના ગાળાના કોઇ પણ પટમાં કે તાંબાના યંત્રમાં આ આકૃતિ મને જોવા મળી, નથી. ૨૧મી સદીના છેલ્લાં ૨૫-૫૦ વરસમાં કે નવા પ્રગટ થયેલા યંત્રમાં પણ આ આકૃતિ મૂકવામાં નથી આવી, બીજું નાદને ત્રિકોણ આકૃતિ રૂપે ઓળખવો એ વધુ યોગ્ય છે. નાદ આકૃતિરૂપે દર્શાવી શકાય એવો સ્પષ્ટ ખ્યાલ નાદજ્ઞાનની પરંપરા નષ્ટ થવાના કારણે વિસરાઇ ગયો હોવાથી અને ધ્યાન પ્રક્રિયામાં આવતાં ધ્વનિસ્વરૂપ અનાહતનાદનું તરવરતું જે વિશિષ્ટ સ્થાન છે તે જોતાં નાદ શબ્દથી પહેલો ખ્યાલ શીઘ્ર સહુને અનાહતનાદનો જ આવે તે સ્વાભાવિક હતું, નાદ એ માત્ર ધ્વનિરૂપ જ છે એમ નહિ પણ આકૃતિરૂપ પણ છે અને તે ત્રિકોણાકૃતિ દ્વારા પરિચાયક છે એ ખ્યાલ રહ્યો જ ન હતો. પછી એક પ્રકારનો મતિભ્રમ ઊભો
૧.
આ ત્રિકોણ, લંબગોળાકાર કે વર્તુલાકાર નાદ આલેખવા પાછળનો સંકેત સાધકોએ અનાહતનાદે પહોંચવાનું છે એવો ખ્યાલ આપવા માટે તો નહિ હોય ને?
NYAYAYAYAYAY**************** [843] KRY
***