SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ 'પંચતત્ત્વોના કે મત્રતત્ર વિજ્ઞાનના ગૂઢ અને વિરાટ રહસ્યોનું માનવીય બુદ્ધિ દરેક બાબતમાં તે માપ કાઢી શકતી નથી. વિરાટને માપવાનો માનવીય બુદ્ધિનો ગજ ઘણો નાનો છે. જ્યાં તર્ક કે પર બુદ્ધિનો પ્રકાશ અસ્ત થાય છે ત્યાં જ શ્રદ્ધાનો દીપક પ્રકાશ પાથરવા માંડે છે માટે બુદ્ધિવાદનો વિ ફો આદર ભલે કરીએ પણ શ્રદ્ધાવાદ અને શકિતવાદની અવગણના તો કદી ન કરીએ. માનવી જયારે રે પર ઘોર અંધકારથી ઘેરાય છે ત્યારે શ્રદ્ધાવાદ જ એનો સહારો બનીને પ્રકાશનો પંથ ચીંધે છે. યદ્યપિ યન્ત્રના પ્રભાવ અને તેના અનુભવો-સ્વાનુભવોને દર્શાવવાનું કંઇ આ સ્થાન નથી કે છે એટલે એ નોંધવાનું અહીં રાખ્યું નથી. યત્ર ઉપર શોધ પ્રબંધ લખી શકાય ર આ વિષય વિશાળ, ગંભીર અને ગહન હોવાથી થોડા લખાણથી સમજાવી શકાય તેમ પણ નથી. આના પર તો ખાસો શોધ પ્રબન્ધ લખી શકાય એટલે આટલાથી જ એનું પૂર્ણવિરામ કરીએ. આ યંત્રોને વિધિવિધાન કરી, તેનામાં ચેતના (કરંટ-પાવર) ઊભી કરવી જોઈએ, તો જ છે તે ફલોપધાયક બને છે. પછી તેનું ધારણ-સેવન વિધિપૂર્વક થવું જોઇએ. યંત્રો જરૂર ફળ આપે છે – છે. જેમ નીરોગી થવા માટે વિજ્ઞ વૈદ્યની દવા દર્દી તર્ક કે દલીલ કર્યા વિના જ શ્રદ્ધાથી લે છે રે છે, એવી જ શ્રદ્ધા આ યંત્ર પરત્વે રાખીને યત્રદાતા કે યંત્રશાસ્ત્રના નિયમોને માન આપીને રે છે અટલશ્રદ્ધા અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ તેનું સેવન, ઉપાસના આદિ કરવું જોઈએ. અલબત્ત છે આપણે એકલા પુરુષાર્થવાદી નથી પ્રારબ્ધ-કર્મવાદી પણ છીએ, એટલે નિશ્ચિતપણે વિધાન ન કર કરી શકીએ પણ બહુધા યંત્રોપાસના ફળ આપ્યા વિના રહેતી નથી, એટલું તો જરૂર કહી શકીએ. પ્રાસંગિક યંત્રવિજ્ઞાન અંગે થોડો નિર્દેશ કરીને હવે ચાલુ વાત પર આવીએ. છે નવપદજીના ગટ્ટાનું સામ્રાજ્ય નવપદજીના નાના ગટ્ટા-યંત્રો વરસોથી શહેરો કે ગામડાઓમાં અનેક ઘરે પૂજાતાં આવ્યા છે છે. જયારે જિનમંદિરો અલ્પસંખ્યક હતા ત્યારે શહેરો કે ગામડાઓમાં પિત્તળ વગેરે ધાતુના, કપડાં કે કાગળ ઉપર બનાવેલાં નવ-ખાનાનાં યંત્રોનું જૈનસંઘમાં સામ્રાજય વર્તતું હતું, ત્યારે આ રે યંત્રોના ચિત્ર બનાવવામાં પણ ભારે વિકાસ થયો હતો. તે વખતે અલ્પમૂલ્યથી લઇને બહુમૂલ્યનાં ૧, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચ તત્ત્વો છે. જે સમગ્ર વિશ્વના આધારભૂત છે. આના માં આધારે સમગ્ર વિશ્વ ગતિમાન-અગતિમાન છે. આપણા શરીરમાં આ પાંચ તત્ત્વો છે, અને સારો સંસાર આ કીર પાંચ તત્ત્વોથી ઓતપ્રોત છે. આ તત્ત્વો સમ–સરખા-સમપ્રમાણવાળા રહે તો શાંતિ રહે પણ વિષમ કે અસરખા બનવા માંડે તો અશાંતિઓ જન્મે છે એટલે આ પાંચેય તત્વો સામે બિનજરૂરી ચેડાં ન કરતાં તેને સુયોગ્ય રીતે નાથવા એ જ માનવજાત માટે હિતાવહ છે.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy