________________
***************************
******
ANANANANANANANANANANAAN AANANAN ANAKANAN AN AN ANN
****
M
વંદનીય, પૂજનીય કે આરાધ્ય, એવા નવપદો નવખાનાંથી યુકત હોવાથી તેને નવપદજી તરીકે ઓળખાવાય છે.
સ્વયં સિદ્ધ યંત્ર—
આ નવપદજી યંત્રની આરાધનાને સિદ્ધઆરાધના'' કહી છે. સિદ્ધ એટલે જે યંત્રો સ્વયં સિદ્ધ હોય છે. જેની થોડી ઉપાસના પણ તરત ફળ આપવા માંડે, અલ્પ પ્રયાસથી જે સાધ્યસિદ્ધ કરે તે, અથવા પરંપરાથી જ જે સિદ્ધ હોવાના કારણે લાંબી સાધના કર્યા વિના જ શીઘ્ર ફળ આપવા માંડે, આવા યંત્રને ‘સિદ્ધ યન્ત્ર' કહેવાય છે, અને આનો આકાર ચક્રની માફક ગોળ હોવાથી એની સાથે ‘ચક્ર’ શબ્દનું જોડાણ કરતાં ‘‘સિદ્ધચક્ર’” આવી નામનિષ્પત્તિ થાય છે.
બીજી અપેક્ષાએ વિચારીએ તો ‘સિદ્ધચક્ર' શબ્દને વિશેષણ કહી શકીએ અને નવપદ શબ્દને વિશેષનામ તરીકે પણ કહી શકાય.
ઉપરોક્ત વાત રોજ રોજ પૂજાતા નાના નાના માપના પ્રચલિત નવપદ-સિદ્ધચક્રના (ગધ્રા) યંત્ર અંગે અહી.
બૃહદ્ સિદ્ધચક્ર યન્ત્રનો પરિચય—
સિદ્ધચક્ર નવપદજીનો બૃહદ્-વિસ્તૃત યંત્ર પણ છે. નવપદજીના-નવાખાનાંને કેન્દ્રમાં રાખીને, આરાધ્ય અને આરાધકોનાં નામવાળા અનેક વલયો-વર્તુલોથી ખૂબ જ વિસ્તૃત બનાવાએલાં સિદ્ધચક્ર યંત્રને બૃહદ્ યંત્ર તરીકે ઓળખાવવામાં આવે છે, આથી અત્યારે શ્રીસંઘમાં આ યંત્રને ‘શ્રીસિદ્ધચક્ર બૃહદ્અંત્ર' એવા નામથી ઓળખાવાય છે.
નાના સિદ્ધચક્ર-નવપદજીના ગટ્ટામાં માત્ર આરાધ્ય જ વ્યક્તિઓ કે પદોને સ્થાન મળ્યું છે, જ્યારે બૃહદ્-મોટામાં આરાધ્ય ઉપરાંત (એની આરાધનામાં સહાયક થનારી) આરાધક [દેવ-દેવીરૂપ] વ્યક્તિઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે જે નાનામાં નથી.
નાના નવપદજીમાં નવ આરાધ્યપદો પૈકી પાંચ આરાધ્ય વ્યક્તિઓ જે ગુણી એટલે ગુણવાન છે અને પરમેષ્ઠી શબ્દથી ઓળખાય છે. જેના નામ અનુક્રમે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ છે. આ જ પાંચેયને બૃહમાં ભેદ, પ્રભેદ દ્વારા વિસ્તારથી સ્થાન આપવામાં આવ્યું છે, એટલે આરાધ્ય વિભાગ બૃહદ્યન્ત્રમાં વિશાળ સ્થાન રોકે છે અને દેવ-દેવીઓનો આરાધક-સેવક વિભાગ પણ એવું જ સ્થાન રોકે છે.
આ પ્રમાણે આપણે અહીંઆ બંને જાતના યન્ત્ર અંગેની માહિતીનું સામાન્ય દિગ્દર્શન કર્યુ.
આ યન્ત્ર શું છે, તેના આકાર-પ્રકારો કેવા છે, તેમાં શું શું લખવામાં આવ્યું છે, કેવી રીતે લખવામાં આવ્યું છે, તેના અર્થ અને હેતુઓ શું છે, તેનો મહિમા શું છે? ઇત્યાદિ અનેક * * * * * * * * * * * * * * * * * * * * * * * [884] ******APAPAYAPAPAYA
THAKAHAT