________________
તે સમયે સમયે થયેલા અનેક વિદ્વાનોએ વિવિધ ટીકાઓ દ્વારા એની અર્થપૂર્ણતાને, તેમજ એની ,
મહત્વપૂર્ણ વિલક્ષણ ખૂબીઓના ઉંડાણને માપવા અથાગ પ્રયત્નો કર્યા છે. આના પર રચવામાં આવેલી ૭૦ થી વધુ ટીકાઓ એનો પ્રબળ પુરાવો છે. આટલાં બધા વિવરણો-ટીકાઓ રચાયાં હોવા છતાં, આ વિષયના પારંગત વિદ્વાનોને મન, હજુ પણ આ ગ્રંથ દુર્ગમ જ રહ્યા છે અને એથી જ સમયે સમયે કોઈને કોઈ વિદ્વાનને કાવ્યપ્રકાશનું ખેતર ખેડવાનું મન લલચાયા વિના રહેતું નથી, આ ગ્રંથ ઉપર માત્ર સંસ્કૃતમાં જ ટીકાઓ છે એવું પણ નથી. વિવિધ પ્રદેશોની
વિવિધ ભાષાઓમાં પણ આના ભાષાંતરો થયાં છે અને થઈ રહ્યાં છે. પર કાવ્ય પ્રકાશની સર્વમાન્ય વિશિષ્ટતાઓ :
કાવ્યપ્રકાશનું આ સાર્વભૌમ મહત્વ તેની વિશિષ્ટતાઓના કારણે સ્વયં પ્રસ્ફટિત થયું છે. તેની વિશેષતાઓ શું છે, તેનું આછું દિગ્ગદર્શન કરાવવું હોય તે આ રીતે કરાવી શકાય
૧. કાવ્ય સંબંધી આ પ્રાચીનકાળથી ચાલી આવતી માન્યતાઓનું મજબૂતપણે કરેલું વિશ્લેષણ. . ૨. પોતાના સમય સુધી નિશ્ચિત થએલા વિષયોનું તેમણે સૂક્ષ્મ રીતે કરેલું નિરીક્ષણ અને પરીક્ષણ. ૩. ખ્યાતનામ આનંદવર્ધન પ્રસ્થાપિત ત્રીજી શબ્દશકિત વ્યંજનાનું સમર્થન કરવા સાથે
ધ્વનિની કરેલી પ્રતિષ્ઠા, ધ્વનિ સિદ્ધાન્તના વિરોધી એવા વૈયાકરણીઓ, સાહિત્યકારો,
વેદાન્તીઓ, મીમાંસકો અને નિયાયિકોએ ઉઠાવેલી આપત્તિઓનું પ્રબલ યુકિત દ્વારા ખંડન. ૨ ૪. વૈયાકરણ ગાર્ગ્યુ, વાસ્ક. પાણિની વગેરે આચાર્ય દ્વારા પ્રતિપાદિત ૩૫માં નાં લક્ષણો અને
અલંકારશાસ્ત્રનાં કેટલાક નિયમોનું વ્યવસ્થિત વ્યવસ્થાપન. ભરતમુનિથી ભોજ સુધીના લગભગ ૧૨00 વર્ષના સમય દરમિયાન ચર્ચાએલા અલંકારશાસ્ત્રના વ્યાપક વિષયો ઉપર સ્વતંત્ર મન્થન કરી નવનીતની જેમ આપેલું સારભૂત વિવેચન, અલંકારોનું યથાર્થ મૂલ્યાંકન, કાવ્યનું લક્ષણ, શબ્દશકિતઓ, ધ્વનિરસસૂત્રગત અર્થનો નિષ્કર્ષ, દોષ, ગુણ, રીતિ અને અલંકારોનું કરેલું યથાર્થ મૂલ્યાંકન. પોતાનાથી પૂર્વે થઈ ગયેલા ગ્રન્થકારોની જ્ઞાતવ્ય ઉત્તમ બાબતોનો સંગ્રહ અને ઉપેક્ષણીય બાબતોનો પરિત્યાગ. સંક્ષિપ્ત સૂત્રશૈલીમાં અનેક વિષયોનું કરેલું વ્યવસ્થિત સંકલન વગેરે.
મમ્મટની બહુમુખી પ્રતિભા-પાણ્ડિત્યે વર્ણવેલી અનેક વિશેષતાઓના કારણે આ ગ્રન્થ એક આ 'આકર (ખાણ) ગ્રન્થ બની ગયો છે. અને એ એટલો બધો સર્વમાન્ય જેવો અને પ્રમાણભૂત
બની ગયો છે કે અનેક ગ્રન્થકારોએ પોતાના ગ્રંથમાં “ત વ્યક્કિાશ' એમ કહીને તેનો અતિ સમાદર કરીને ગ્રંથની પ્રામાણિકતા ઉપર મહોર-છાપ મારી આપી છે. ૧. આ સિવાય બૃહત્કથાસાગર વગેરે, તેમજ પરદેશના અરેબિયન નાઇટસ વગેરે સુપ્રસિદ્ધ કથાગ્રન્થો પણ છે
પણ તે ધર્મકથામાં ગણી શકાય નહિ.
થાપન.