________________
ધર્માત્મા નારીરત્ન માતા સોભાગદેએ પોતાના વૈરાગી અને ધર્મ સંસ્કારી જસવંતને જૈનશાસનને ચરણે સોંપી દીધો. પછી નાનકડા કનોડુમાં આવા ઉત્તમ બાળકની દીક્ષા આપવાનો વિશેષ અર્થ આપવાનો નિર્ણય લીધો. વ્યકિતની-શાસનની કે જાહેરની દૃષ્ટિએ એ યોગ્ય નિર્ણય હતો, પિતા નારાયણને પાટણ સાથે સારા સંબંધો પણ હતા એટલે આપણા પુણ્યવાન જશવંતકુમારની ભાગવતી દીક્ષા યોગ્ય મુહૂર્તે અણ્ણહલપુરથી ઓળખાતા પાટણ શહેરમાં ધામધૂમથી આપવામાં આવી. હવેથી સંસારી મટી (સંયમી) સાધુ થયા, ભોગી મટી ત્યાગી બન્યા.
પોતાના ભાઈને સંયમના પંથે જતા જોઇને જશવંતના બંધુ પદ્મસિંહનું મન પણ વૈરાગ્યના રંગે રંગાઈ ગયું. તેની આ પવિત્ર અને મહાન ભાવનામાં ધર્માત્મા માતાપિતા તેમાં સહાયક હતા. છેવટે પદ્મસિંહે દીક્ષા લેવાની ઉત્કટ ભાવના વ્યકત કરતા તેની પરીક્ષા કરી. મક્કમ ભાવના જોઈને તેને પણ તે જ વખતે દીક્ષા આપવામાં આવી. જૈન શ્રમણ પરંપરાના નિયમ મુજબ ગૃહસ્થાશ્રમનું નામ બદલીને જશવંતનું નામ યશોવિજય-જસવિજય, અને પદ્મસિંહનું નામ પદ્મવિજય પાડવામાં આવ્યું. આ નામો સમગ્ર જનતાએ જયનાદોની પ્રચણ્ડ ઘોષણા સાથે વધાવી લીધા. જનતાનો આનંદ અપાર હતો. ચતુર્વિધ શ્રી સંઘે બંનેના મસ્તક ઉપર સુગંધી અક્ષતના પ્રક્ષેપ દ્વારા શુભાશીર્વાદ પાઠવ્યા. બંને પુત્રોના માતાપિતાએ પણ પોતાના બંને પુત્રોને આશીર્વાદથી નવાજ્યા. પોતાની કુખને અજવાળનારા બંને બાળકોને ચારિત્રના વેશમાં જોઈ તેમની આંખો હર્ષાશ્રુથી ભીંજાઈ ગઈ. ઘરે જન્મેલો પ્રકાશ આજથી હવે જગતને અજવાળવાના પંથે પ્રયાણ કરશે એ વિચારથી બંનેના હૃદય આનંદવિભોર બની ગયા!
દીક્ષા વખતે જશવંતકુમારની ઉમ્મર સાતથી દશ વર્ષ વચ્ચેની હોવી જોઈએ.
જૈન ધર્મમાં સ્કુલની પરીક્ષાની જેમ પ્રથમ પ્રારંભિક નાની દીક્ષા આપવાની હોય છે પછી મોટી એટલે કાયમી દીક્ષા આપવામાં આવે છે. પણ એ માટે થોડી તપશ્ચર્યા કરવી પડે છે. અહીં બંને ભાઈઓએ મોટી દીક્ષાને યોગ્ય-તપ કર્યો. વૈરાગ્યભાવ પ્રબળ જોયા બાદ અને દીક્ષા અંગેની યોગ્યતાની ચકાસણી કર્યા બાદ, તેમને વિધિ સહ વડીદીક્ષા આપી. તે પછી ગુરુશ્રી નયવિજયજી પાટણથી વિહાર કરી અમદાવાદ પધાર્યા, ત્યાં વિવિધ પ્રકારનો ધાર્મિક અભ્યાસ ચાલુ કર્યો. તીવ્ર બુદ્ધિમત્તાના કારણે તેઓ ઝડપથી ભણવા લાગ્યા. ભણવામાં એકાગ્રતા અને ઉત્તમ વર્તણુંક જોઈને શ્રી સંઘના આગેવાનોએ બાળ સાધુ જવિજયમાં ભવિષ્યના મહાન સાધુની આગાહી વાંચી. બુદ્ધિની કુશળતા, ઉત્તરો આપવાની વિચક્ષણતા વગેરે જોઇ શ્રી સંધના આગેવાનોને બહુમાન પેદા થયું. ધારણા શકિતનો અનોખો પરિચય સાંપડ્યો, ભકતજનોમાં ધનજી સુરા નામના એક શેઠ હતા તેમણે જશવંતથી પ્રભાવિત થઈ ગુરુદેવને વિનંતી કરી કે ‘અહીંયા ગુજરાતમાં હાલમાં મોટા પંડિતો દેખાતા નથી માટે આમને વિદ્યાધામ કાશીમાં ભણાવવા લઈ જાઓ તો બીજા હેમચંદ્રાચાર્ય જેવા મહાન અને ધુરંધર વિદ્વાન થશે. આ, અંગેનો તમામ ખર્ચ પૂરો પાડવાનું અને પંડિતોને વેતન-પગાર આપવાનું વચન તેમણે સ્વેચ્છાથી ઉત્સાહપૂર્વક સ્વીકાર્યું.
એ વખતે વિદ્યાધામ કાશી પ્રકાણ્ડ પંડિતો, અને દિગુગજ વિદ્વાનો અને મહાન દાર્શનિકોની <<<< [ ૪૧૦]