SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ જનતાના અનુભવને ખ્યાલમાં રાખી ગાશુતોષ વિશેષણ કે પર્યાયવાચક શબ્દથી ઓળખાવ્યા છે, જે એનો અર્થ શીધ્રપ્રસન્ન થનારા થાય છે. જૈનોમાં ગાશુતોષ તરીકે જો કોઈ પણ તીર્થકરને આ એ બિરદાવવા હોય તો, એકી અવાજે સહુ ભગવાન પાર્શ્વનાથ' ને જ પસંદ કરે એમાં શંકા નથી. છે અને એથી જ ૨૪ તીર્થકરો પૈકી ભાગ્યેજ કોઈ તીર્થકર બે પાંચથી વધુ નામોથી ઓળખાતા તે હોય, પણ ભગવાન પાર્શ્વનાથ તો ૧૦૮ અને તેથી વધુ નામોથી ઓળખાય છે. એમનાં બનેલાં છે અનેક તીર્થો આજે પ્રભાવ પાથરી રહ્યા છે; આ ભગવાન પાર્શ્વનાથના પ્રગટ પ્રભાવને અને તે પાર્શ્વનાથ પ્રત્યેની સર્વોપરિ અનહદ ભક્તિને જ સૂચિત કરે છે. વળી સમેતશિખરજી ઉપર વીશ તીર્થકરો મોક્ષે ગયા, પણ એ પહાડ વર્તમાનમાં પારસનાથ હલ' તરીકે જ પ્રખ્યાત છે. છે. દેહપ્રમાણ અને દેહવર્ણ : | સર્વજનવલ્લભ, સહુના શ્રદ્ધેય અને શીધ્ર આત્મીય બની જતા ભગવાન શ્રી પાર્શ્વદેવનું શરીર નવ હાથ પ્રમાણ હતું. તેમના શરીરનો રંગ કેવો હતો? એમ પૂછીએ તો મોટા મોટા આચાર્ય ભગવંતોથી લઈ શિક્ષકો સુધીના સહુ કોઈ–૯૦ ટકા લોકો તીન જ કહેશે. પણ આ છેશાસ્ત્રોક્ત રીતે જોઈએ તો તેમનો યથાર્થ રંગ નીતો હતો, નહીં કે સ્ત્રીનો. નીલો એટલે–આકાશ જેવો ભૂરો (બ્લ્યુ) રંગ. તો શું લીલો ન માનવો? આ માટે તો એક સ્વતંત્ર લેખ લખવો પડે. પણ ટૂંકમાં એટલું છે એ જ છે કે પાછળથી પાર્થનો રંગ લીલો અને કાળો બંને સ્વીકારવામાં આવ્યો છે અને પછી છેલીલાને અતિશય મહત્ત્વ અપાતાં નીલાનું સ્થાન લીલાએ વ્યાપક રીતે લીધું. આમ વૈકલ્પિક રંગ છે તરીકે લીલો (તથા કાળો) માન્ય રખાયો છે, એમ કેટલાક ગ્રન્યો અને અન્ય ઉલ્લેખો તેના સાક્ષી છે. મારા સંગ્રહમાં અને અન્યત્ર ભૂરા અને લીલા બંને રંગનાં ચિત્રો મને જોવા મલ્યાં છે. વિદ્વાનોએ આ અંગે ચોક્કસ નિર્ણય કરવો જોઈએ. છેભગવાન પાર્શ્વનાથના અધિષ્ઠાયકો : ભગવાન પાર્શ્વનાથના અધિષ્ઠાયકો કોણ? એનો ચોક્કસ નિર્ણય આપી શકાય તેમ નથી. છે પણ આ સ્તોત્રમાં અને પ્રતિષ્ઠા, ચરિત્રાદિ ગ્રન્થોમાં પુરુષ-અધિષ્ઠાયક તરીકે પાર્શ્વ યક્ષનો કરે ઉલ્લેખ છે. અને સ્ત્રી-અધિષ્ઠાયિકા તરીકે પદ્માવતીજીનો ઉલ્લેખ છે. બીજી બાજુ અન્યત્ર છે. પદ્માવતીજી જોડે ધરણેન્દ્રનો જ સંબંધ બતાવ્યો છે, કારણ કે પદ્માવતીજી ધરણેન્દ્રના જ પત્ની છે. તો પાર્થને બદલે ધરણેન્દ્રને સ્થાન કેમ આપવામાં ન આવ્યું? છપાસ્થાવસ્થામાં કમઠના ઉપસર્ગ પ્રસંગે પાર્શ્વયક્ષ મદદે આવ્યા ન હતા, પણ ધરણેન્દ્ર-પદ્માવતીજી હાજર થયાં હતાં. ૧. ૧૦૮ નામને વ્યક્ત કરતું સ્તોત્ર આ જ ગ્રંથમાં છે. ૨. ઋષિમંડલ યન્ત્રપટોમાં તથા ચિંતામણિ આદિ પાર્શ્વનાથજીને લગતાં વસ્ત્રોમાં પદ્માવતીની સામે ધરણેન્દ્ર જ બતાવ્યા હોય છે. પાર્શ્વયક્ષ નથી હોતા. નવાઇની વાત એ છે કે મંદિરોમાં પાર્થયને નિયત કર્યા અને યત્રપટોમાં ધરણેન્દ્રને નિયત કર્યા.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy