________________
વિદ્યમાન હતો અને આ સંઘની પરંપરા તો મહાવીરના નિર્વાણ પછી ઘણા લાંબા સમય સુધી રહી હતી અને એ પરંપરામાં મહાન આચાર્યો થયા હતા. ખુદ મહાત્મા ‘બુદ્ધ' પાર્શ્વનાથની જ નિગ્રંથપરંપરામાં અમુક સમય સુધી જૈન સાધુ તરીકે હતા. પાર્શ્વનાથ-સંતાનીય કેશી શ્રમણના આજ્ઞાવર્તી પેહિત નામના જૈન સાધુથી પ્રતિબુદ્ધ બની તેમની જ પાસે એમણે જૈન દીક્ષા લીધી હતી. બુદ્ધ રાજપુત્ર હતા.
જૈન નિગ્રંથ-પ્રવચન (શાસન) માં પ્રાર્થના, તત્ત્વજ્ઞાન, આચાર, ઉપદેશ, અનુષ્ઠાન વગેરે માટે જે જે શબ્દો યોજાયા છે, એ જ શબ્દો બૌદ્ધ, પિટકો અને અન્ય ગ્રંથોમાં સર્વથા સામ્ય ક્યાંથી ધરાવે? જૈનાગમો સિવાય બીજા કોઇ ધર્મ-પંથમાં આ શબ્દો છે પણ નહિ. વળી બુદ્ધે કરેલું તપ, સાધના અને દિનચર્યાની વાતો બૌદ્ધ ગ્રંથોમાં વર્ણવી છે, તે જૈન પરંપરા અને માન્યતાને અનુસરનારી ક્યાંથી હોય? સ્તૂપો, ચિત્રપટો, બુદ્ધના વિવિધ શિલ્પો, એમના પ્રવચનમુદ્રાઓ, અનુષ્ઠાન-યંત્રાદિકમાં સારા પ્રમાણમાં જૈની છાયા અને જૈન અનુકરણો જે જોવા મળે છે, તે કયાંથી મળે? બૌદ્ધ સાધુઓ અને જૈન સાધુઓનો પહેરવેશ, ભિક્ષાપાત્રો, ભિક્ષાવ્યવસ્થા, વંદન-મુદ્રાદિકમાં જૈન રીતિ-રિવાજો સાથે ઠીક ઠીક રીતે જે સામ્ય દેખાય છે, તે ક્યાંથી જોવા મળે? અહીંઆ કોઇને તર્ક થાય કે બુદ્ધના કુટુંબને જૈન ધર્મનો સંપર્ક થયો હોય અથવા તેના કુટુંબમાં શ્રાવક જેવો ધર્મ પળાતો હતો એવો કોઇ પુરાવો છે? જવાબ છે, હા, બૌદ્ધના “અંગુત્તરનિકાય” નામના ગ્રન્થમાં એવો એક ઉલ્લેખ છે કે કપિલ વસ્તુ નગરનો ‘વર્ષા’ નામનો એક શાક્ય નિગ્રંથ શ્રાવક હતો, અને આ જ મૂલસૂત્રની એક કથામાં આ ‘વપ્પ’ ને ગૌતમ બુદ્ધના કાકા તરીકે સ્પષ્ટ ઓળખાવ્યો છે. બુદ્ધ પણ જાતિએ શાક્ય જ હતા. આ ઉપરથી ફલિત થાય છે કે ગૌતમ બુદ્ધના કુટુંબમાં પણ જૈન ધર્મ પાળનારા હતા અને આ ધર્મની અસરોથી પ્રભાવિત થઇ તેઓ પાર્શ્વનાથના સાધુઓના પરિચયમાં આવ્યા હોય
અને પછી પ્રવજ્યા લીધી હોય તો તે જરાય અસંભવિત નથી. ધર્માનંદકોસાંબી પણ પોતાના
લખેલા ચાતુર્વામ પુસ્તકમાં આ વાતને ટેકો આપે છે. આ બધાં કારણોથી બુદ્ધે જૈન નિર્પ્રન્થ॰૧. જુઓ ગ્રન્થ-‘દર્શનસાર',
૨.
નમો અરિહંતાણં નમો સિદ્ધાણં-બૌદ્ધોની આ પ્રાર્થના જૈન પ્રાર્થના સાથે ઘણું સામ્ય ધરાવે છે.
૩.
પુગ્ગલ, આસ્રવ, સંવર, ઉવાસગ, સાવગ, અણગાર, સમ્યક્ત્વ, બોધિ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, વિરતિ વગેરે. જો કે કેટલાક શબ્દોનું અર્થ સાથે સામ્ય નથી. આ બધા શબ્દો દીનિકાય, મઝિમનિકાય, મહાવર્ગ વગેરેમાં નોંધાયા છે.
૪-૫-૬-૭ આ વિષયોનું સામ્ય બતાવવામાં પૃષ્ઠો વધી જાય, તેથી તેની વિગતો ચર્ચતો નથી.
૮. અય સો વખો સક્કો નિષ્ઠાવો-અંગુત્તરનિ ચતુષ્યનિપાત, પાંચમો વર્ગ.
૯.
નેપાળની નજીકમાં આવેલું શહેર, જ્યાં બુદ્ધનો જન્મ થયો હતો.
૧૦. હું મારા મિત્ર પ્રોફેસરો, એમ. એ. ભણતા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને વરસોથી કહેતો રહ્યો છું કે “બૌદ્ધ અને જૈન ધર્મ-વચ્ચેનું સામ્ય અને તેનાં કારણો” આ વિષય ઉપર કોઇ પી. એચ. ડી. થાય તો, ઘણી નવી નવી બાબતો પ્રકાશમાં આવે. મારા મનમાં એક વાત એ પણ ઘોળાતી રહી છે કે શ્રમણ કે નિગ્રંથ
XXX [ 39 ]XXXX