SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ વિસ્તૃત પરિચય આ પુસ્તકના પૃષ્ઠ નંબર ૧૧૫ થી ૨૧૫ પૃષ્ઠ સુધીમાં જોઈ લેવો, એમાં ઘણી બધી માહિતી તમને મળશે. પહેલી બે આવૃત્તિમાં પાછળ છાપેલા પટ્ટીવિભાગમાં ૩૫ પટ્ટીના હેડીંગો લખાણની સાઈડમાં છાપ્યાં હતાં, તે જ પ્રમાણે આ આવૃત્તિમાં રાખ્યાં છે, પરંતુ પટ્ટી નં. ૩૫ થી ૮૦ જે સુધીનાં હેડીંગો મોટાં હતાં તેથી, અને વાચકોને તરત ખ્યાલ આવી જાય એ માટે સાઈડમાં મૂકવાના બદલે લખાણની ઉપર સળંગ છાપ્યાં છે. આ આવૃત્તિમાં ગ્રન્થની શરૂઆતમાં પ્રાચીન કલ્પસૂત્રોની સાદી કે સુવણાક્ષરી પ્રતિઓમાં છે આવતા જૈન કે જેનાશ્રિત ચિત્રકલાના છ નમૂના આપ્યા છે અને પુસ્તકનું એક પાનું ખાલી છે રહેતું હતું તેથી ત્યાં શું મૂકવું એ પ્રશ્ન થયો, એટલે સહુની સંમતિ થતાં ૩૭ વર્ષ પહેલાં કપડાં ઉપર જયપુરી ચિત્રકાર પાસે મારી નજર નીચે ચિતરાવેલાં જૈનસંઘમાં સર્વોપરિ સ્થાન ધરાવતા રાજ બૃહદ્ સિદ્ધચક્ર તથા રષિમંડલ આ બંને યંત્રો સંપુટના ૪૮ ચિત્રો પછી આપ્યાં છે. એમાં સિદ્ધચક્ર યંત્ર વસ્ત્ર ઉપર મારી પૂર્ણ પસંદગી પ્રમાણે થએલો અનેક ખૂબીઓ ધરાવતો, સુવર્ણમંડિત છે અતિ ભવ્ય અને સર્વોત્તમ કક્ષાનો છે. એ રીતે ત્રઋષિમંડલનો યંત્ર પણ કપડાં ઉપર જ ચિતરાવેલો છે છે, પણ આ યંત્ર થોડો અપૂર્ણ છે પરંતુ કામ સુંદર છે એટલે અહીં છાપ્યો છે. ભાવિકાળમાં તીર્થકર થનારા આત્માઓની ભૂતકાળથી લઈને ભાવિની આધ્યાત્મિક સાધનાની વિકાસયાત્રા કેવી રીતે ગતિમાન થતી રહે છે, અને એ આત્માઓ વિકાસયાત્રાને અંતે છે સાધનાની કેવી સિદ્ધિ મેળવે છે, એનું સંક્ષેપમાં છતાં આછું સળંગ દિગદર્શન પૃષ્ઠ નંબર ૮૮ ઉપર છે. આ દિગ્ગદર્શન પહેલી આવૃત્તિમાં જ આપવું ખૂબ જરૂરી હતું પરંતુ તે શક્ય બન્યું છે ન હતું. જાણીતાં ચાર ચિત્રો-જૈન શાસ્ત્ર-ગ્રન્થોમાં ચાર વસ્તુના ઉલ્લેખો અવરનવર આવતા છે હોય છે. તે ચારેયનાં નામ અનુક્રમે ચૌદરાજલોક, નંદીશ્વરદ્વીપ, જંબૂદ્વીપ અને અઢીદ્વીપ છે. છે. આ ચારેય વસ્તુઓ શું છે? ક્યાં છે? કેવી છે? તેનો બોધ થાય એટલા માટે આ આવૃત્તિમાં જ તે ચારેયનાં સામાન્ય ચિત્રો આપ્યાં છે. તેનો વિશેષ પરિચય ચિત્રોની નીચે જ આપ્યો છે. અઢાર પાપસ્થાનકમનુષ્યોના જીવનમાં રોજે રોજ થતાં અસંખ્ય પાપોનું વર્ગીકરણ છે કરીને, નક્કી કરેલાં મુખ્ય અઢાર જાતનાં પાપો પૂરાં કે ઓછાવત્તા પ્રમાણમાં જીવો બાંધ્યાં જ કરે છે. તે અઢાર પાપો કયા છે? તેનું જાણપણું થાય તે માટે તેના પ્રકારો, વળી તે પાપનું તો પ્રાયશ્ચિત શી રીતે કરવું? વગેરે બોધ માટે જુઓ પરિચય, પૃષ્ઠ નંબર ૧૩૫. બ્રાહ્મી લિપિ જૈન બ્રાહ્મી લિપિના મૂલાક્ષરોના જ્ઞાન માટે દેવનાગરી લિપિ સહિત બ્રાહ્મી છે લિપિ પૃષ્ઠ નં. ૧૪૮ ઉપર આપી છે. સાત લાખ-ચોરાશી લાખથી ઓળખાતો જીવાયોનિરૂપ આ સંસાર જેમાં અનંતાનંત છે. જીવોનો સમાવેશ થાય છે. એ જીવોની વિવિધ પ્રકારે જે હિંસાઓ થાય છે તે કેવી રીતે? છે અને ચોરાશી લાખની ગણતરી કેવી રીતે છે? રોજે રોજ થતી હિંસાનું પ્રાયશ્ચિત શી રીતે જ
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy