SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ આ કર્મણા અપનાવો! આથી વ્યક્તિના જીવનમાં વિશ્વબંધુત્વની મૈત્રીની ભાવના, સમન્વયવાદી દૃષ્ટિ પર છે અને ત્યાગ-વૈરાગ્યના આદર્શો જીવંત બનશે, અને આ સિદ્ધાન્તોને ન્યૂનાધિકપણે જો સહુ . છે અમલમાં મૂકશે તો સમષ્ટિ-સમુદાયમાં અધ્યાત્મવાદનો પ્રકાશ પ્રગટ થતાં ભય, ચિંતા, અજંપો, તે અશાંતિ, અસંતોષ, વર્ગવિગ્રહ, અન્યાય, દુર્ભાવના, ધિક્કાર, તિરસ્કાર, કડવાશ, અવિનય, .. અવિવેક. અહંકાર આવા અનેક જડતત્ત્વોનો ઘેરો બનેલો અંધકાર વિલય થશે, પરિણામે સર્વત્ર મૈત્રી, પ્રેમ, સ્નેહ, આદર, સંપ, સહિષ્ણુતા અને શાંતિનાં બળો મજબૂત બનશે. એ યાદ રાખવું ઘટે કે ભગવાન શ્રી મહાવીર કોઈ એક સંપ્રદાયના, એક પ્રાંતના કે એક છે દેશના ન હતા, એ સહુના હતા-સહુ માટે હતા, યાવત્ સમગ્ર વિશ્વના હતા, વિશ્વ માટે હતા, છે. જો વિશ્વની માનવ જાતને હિંસા અને ત્રાસવાદથી ઊગરવું હશે તો ભગવાન મહાવીરના છે અહિંસાના સિદ્ધાન્તને અપનાવ્યા સિવાય કોઈ આરો વારો નથી. વ્યક્તિ કે સમષ્ટિ માટે છે અહિંસા સિવાય કોઈ બીજો તરણોપાય નથી. આ એક સૈકાલિક સત્ય છે. વ્યક્તિ કે સમષ્ટિ છે એનો જેટલો વહેલો સ્વીકાર કરે એ એના હિતમાં છે. અત્તમાં આપણે સૌ ભગવાન મહાવીરે ચીંધેલા માર્ગે ચાલીને અને તેમની તથા તેમના જ શાસનની આરાધના-ઉપાસના કરી આત્મકલ્યાણના અધિકારી બનીએ એ જ મંગલ કામના! છે મુનિ યશોવિજય ( નવી ત્રીજી આવૃત્તિનું સંપાદકીય નિવેદન ) અગત્યની નોંધ : આ ચિત્રસંપુટ કયારે, કેવી રીતે અને કેમ તૈયાર થયું તેની વિગતવાર માહિતી આ આવૃત્તિની પહેલી આવૃત્તિનાં મુદ્રિત કરેલાં નવમા પૃષ્ઠથી શરૂ થતાં નિવેદનોમાંથી જ હું જાણી લેવી. અહીં તો ફક્ત ત્રીજી આવૃત્તિ સાથે સંબંધ ધરાવતી વિગતો રજૂ કરીએ છીએ. ! | તીર્થકર ભગવાન શ્રી મહાવીરના ચિત્રસંપુટની બંનેય આવૃત્તિ ૩૫ ચિત્રોની જ હતી, છે. જ્યારે આ ત્રીજી આવૃત્તિ નવાં ૧૩ ચિત્રો ઉમેરાતાં ૪૮ ચિત્રોની થવા પામી છે. પહેલી બે તો છેઆવૃત્તિનાં ચિત્રો ઓફસેટ પેપર ઉપર હતા. જ્યારે આ ત્રીજી આવૃત્તિનાં ચિત્રો ફોરેન છે. આર્ટપેપર ઉપર છાપ્યાં હોવાથી જોનારાઓ ખૂબ જ આફ્લાદક અને આનંદ અનુભવશે. નવાં છે છે ૧૩ ચિત્રો જે ઉમેરાયાં તે ખૂબ જ આકર્ષક, ઉઠાવદાર, સુંદર અને નયનરમ્ય છે, જે આ છે છે. આવૃત્તિની શોભામાં તો અનેરો વધારો કરશે જ પણ જૂનાં ૩૫ ચિત્રોની શોભામાં પણ સહાયક છેબની રહેશે. અનેક મુશ્કેલીઓ, અવરોધો, તબિયતના ઊભા થએલા વધુ પ્રતિકૂળ સંજોગો વચ્ચે, જે ધાર્યા કરતાં આ પ્રકાશનના કાર્યમાં ઘણો ઘણો સમય વીતવા છતાં આ પ્રકાશન સાંગોપાંગ આ રીતે તૈયાર કરી અમો પ્રકાશિત કરી શક્યા તે માટે અકલ્પનીય આનંદ અને ગૌરવની લાગણી જે અનુભવીએ છીએ. આજના સમય-સંજોગમાં અમારા માટે એક ઘણું જ ચિંતાજનક, વિકટ . છે અને મુશ્કેલીભર્યું કામ પૂર્ણ થયું તેથી અમો સહુ અનેરી હાશ! અનુભવીએ છીએ.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy