________________
આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત
કર ભગવાન શ્રી મહાવીરતા ૩૫ ચિત્રોનું સંપુટ (૪૮ ચિત્રોનું સંપુટ)
M
વિ. સં. ૨૦૨૯ વિ. સં. ૨૦૪૯
ઇ.સન્ ૧૯૭૩ ઇ.સન્ ૧૯૯૨
સંપાદકીય નિવેદન (પ્રથમવૃત્તિમાંથી)
૨
આ કાળના અન્તિમ-ચોવીસમા તીર્થકર શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના જીવન-પ્રસંગોની ચિત્રમય સંપુટ પ્રગટ થઈ રહ્યો છે તે જોઈને હું અપાર હર્ષ અને લાગણી અનુભવી રહ્યો છું. વરસોથી સેવેલું સ્વપ્ન સાકાર થાય ત્યારે કોને હર્ષાનંદ ન થાય!
આ સંપુટમાં ભગવાન શ્રી મહાવીરનું જીવન ૩૪ ચિત્રોમાં આપવામાં આવ્યું છે. ૩૫મું ચિત્ર ભગવાનના આદ્ય શિષ્ય ગણધર શ્રી ગૌતમસ્વામીજીનું છે. આમાં ભગવાન - શ્રી મહાવીરના જીવનના બીજા ચાર પાંચ પ્રસંગો ઉમેરવાની મારી ઈચ્છા હતી, પણ
{ તે તત્કાલ શકય બની નથી. વળી કોઈ કોઈ ચિત્રમાં કલાના સિદ્ધાન્ત અને તેની દૃષ્ટિને પર માન આપવું અનિવાર્ય હોવાથી મારી ધારણા અને વાસ્તવિક્તાને જતી કરીને ચિત્રકારની - સ્વતંત્રતા સ્વીકારવી પડી છે. આ પુસ્તક ચિત્રસંપુટનું હોવાથી ચિત્ર પરિચય એકદમ
- ટૂંકો આપી શકાત, પરંતુ મહત્ત્વના અન્ય કારણોસર આમાં મેં મધ્યમ પ્રકારનું ધોરણ SS અપનાવ્યું છે. પરિચય આલંકારિક કે કાવ્યમય ભાષામાં, તેમજ તેના માર્મિક વિવેચન આ સાથે ન આપતાં સહુને સુવાચ્ય અને સુપથ્થ થાય એ રીતે સરલ અને સાદી ભાષામાં, જ ઘટનાઓ પૂરતો જ આપ્યો છે. દેશપરદેશની જનતા આનો લાભ ઉઠાવી શકે એ માટે
ડ પરિચય ત્રણે ભાષામાં આપ્યો છે. શેષ લખાણ એક જ ભાષામાં આપ્યું છે.
?