________________
*
**
***************
**********
*****
* ****** *** *** *** ***** ગુરુ એટલે જે ધર્મના જાણકાર, ધર્માચરણનું પાલન કરનાર, અહિંસા, સત્ય, અચૌર્ય, જે બ્રહ્મચર્ય, અપરિગ્રહ આદિ મહાવ્રતોનું અને ત્યાગમાર્ગનું પાલન કરનાર હોય તે ગુરુ કહેવાય. કે ને આવા નિઃસ્પૃહી ગુરુઓ આત્મકલ્યાણનો સાચો માર્ગ બતાવે છે. જ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે
માટે એવા ગુણસંપન ગુરુઓને વંદન કરવું એ શિષ્યનું-શ્રાવકોનું કર્તવ્ય છે. ધર્મગુરુઓને વંદન * જ કરવાથી વિનય-નમ્રતા ધર્મનું પાલન થાય છે અને આ વિનયગુણ પરંપરાએ આ જીવને મુક્તિ જ સુધી પહોંચાડે છે. આવા ગુરુની આજ્ઞાનું પાલન, તેમનું બહુમાન, આદર કરવો એ ઉત્તમ ધર્મ
છે. ઉપકારક અને ગુણસંપન ગુરુઓની આશાતના થાય તો ઘણું પાપ લાગે છે માટે તેથી બચવું જોઈએ. ગુરુ આગળ અભિમાન ન આવી જાય અને તેમના માટે અપરાધ, અવિનય કે અપ્રશસ્ત વિચારો ન આવી જાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. એમ છતાં કર્માધીન આવી જાય તો બધાયની સાચા ભાવથી ક્ષમા માગી લેવી જોઈએ.
ગુરુવંદન માટે “સુગુરુવંદનસૂત્ર' બોલવાનું છે, જે પ્રતિક્રમણમાં અનેકવાર આવે છે. ગુરુવંદન કેમ કરવું તેની વિશેષ માહિતી આ પુસ્તકમાં પ્રારંભમાં આપી છે તે જોઈ લેવી.
૪. ચોથું પડિક્કમણું આવશ્યક–આ આવશ્યક એ વંદિત્તા સૂત્રની આરાધનારૂપ સમજવું. પ્રતિક્રમણનો ટૂંકો અર્થ સ્વભાવદશામાંથી વિભાવદશામાં ગયેલા આત્માને પાછો સ્વભાવદશામાં સ્થાપન કરવો તે, એટલે કે અસમાર્ગ–અતિક્રમણ કરી ગયેલા આત્માને પ્રતિક્રમણ (પડિક્કમણાં) દ્વારા મૂલ સ્થાને લાવવો તે.
પડિક્કમણું એટલે અતિક્રમણનું પ્રતિક્રમણ, પાપથી પાછા હઠવાની ક્રિયા દર્શાવતાં સૂત્રો દ્વારા ક્ષણે ક્ષણે મન, વચન, કાયાથી થતાં પાપો-દોષોની આલોચના કરવી, દોષો–ભૂલોની ક્ષમા માગવી, શુદ્ધ થવું તેનું નામ પ્રતિક્રમણ છે. પાપ વિમોચનની આ ક્રિયા રોજે રોજ બે વાર કરવાની છે, જે બાબત અગાઉ જણાવી છે.
આ પ્રતિક્રમણ ઇરિયાવહિયા, વંદિg આદિ સૂત્રો દ્વારા થાય છે. “મિચ્છામિ દુક્કડ' આ વાક્ય સારાય પ્રતિક્રમણનો પ્રાણ છે. એનાથી તરત જ દુષ્કૃત, પાપ, દોષ, અતિચાર કે ભૂલની ક્ષમા માગી શુદ્ધ થઈ હળવાશ અનુભવાય છે. જૈનસંઘનું આ જાણીતું સૂત્ર છે.
આ પ્રતિક્રમણનાં પાંચ પ્રકારો છે. ૧. રાઈસી ૨. દેવસી ૩. પાખી ૪. ચોમાસી અને ૫. સંવછરી. રાત્રે બંધાયેલાં પાપના ક્ષય માટે રાઈસી, દિવસ દરમિયાન બંધાતાં પાપો માટે દેવસી, પંદર દિવસે વિશેષ પ્રકારે આલોચના કરવા પખી, ચાર મહિના માટે ચૌમાસી અને બાર મહિને સંવછરી પ્રતિક્રમણ કરવાનું છે.
૫. પાંચમું કાઉસ્સગ્ગ આવશ્યક-કાઉસ્સગ્ગનું સંસ્કૃત રૂપાંતર કાયોત્સર્ગ' છે. આ પાંચમું આવશ્યક વંદિત્તાસૂત્ર પછી બોલાતા લોગસ્સનો કાઉસ્સગ્ન પછી પ્રગટ લોગસ્સ જે બોલાય છે તે સમજવું. કાઉસ્સગ્ગનો સીધો અર્થ કાયાનો ત્યાગ એવો થાય છે પણ અહીં જ
લક્ષણાથી કાયા એટલે શરીર ત્યાગ નહીં પણ શરીર ઉપરની મમતા-મૂચ્છનો ત્યાગ સમજવાનો * છે. કાયોત્સર્ગ મુદ્રાનું આ જ મુખ્ય ધ્યેય છે એટલે કાઉસ્સગ દરમિયાન શરીરની સુશ્રુષાનો * ********************ત્ર.
*********************
****
*
*
******
*******
*
*
*
***********
**
**