________________
* * * * * * * ************
ભાવના
*******************************************************
કરવાની છે, ત્યાં ત્યાં તેમનાં નામો દર્શાવેલા છે.
આ
હ્રીં કારની ડાબી બાજુ એક વર્તુલમાં ૐ છે અને જમણી બાજુના વર્તુલમાં નમઃ છે. અહીં મૈં અને ગર્દ ચિત્ર પરથી ગ્રહણ કરવાના છે. એટલે કે અહીં ૐ મૈં મર્દ નમઃ પણ સ્થાપના છે કે જે ૠષિમંડલનો લઘુમંત્ર ગણાય છે. ઋષિમંડલનો મૂલમંત્ર વચ્ચે ખાલી રહેતી જગ્યામાં દર્શાવેલો છે. યંત્રની આકૃતિ દોરવાનો પ્રારંભ આ જ કરાય છે.
મધ્યભાગની ઉપર ૩૪ ફૂટાક્ષરો દર્શાવવામાં આવ્યા છે, તે મેરુપર્વતના અનેક કૂટોનીશિખરોની યાદ આપે છે.
TM થી 7 સુધીના તેવીશ વ્યંજનો થાય, તેમાં ક્ષ ઉમેરતાં ૩૪ અક્ષરો બને. આ ચોત્રીશેય અક્ષરના પ્રારંભથી બનતો ફૂટાક્ષર અહીં દર્શાવવામાં આવ્યો છે. કેટલાંક TM તથા ત્તના કૂટાક્ષરો છોડી ૩૨ કૂટાક્ષરો દર્શાવે છે, તે સંપ્રદાયભેદ સમજવો.
મંત્રની કારની મંત્રાલેખનથી
ત્યાર પછી પ્રથમ વલયમાં સ્વર-વ્યંજનવર્ગ સહિત આઠ પ્રકારના પિંડાક્ષરો દર્શાવેલા છે, તેની ભાવના વિશિષ્ટ મુદ્રાઓ વડે કરતાં અનેક પ્રકારના રોગાદિક અનિષ્ટો દૂર થાય છે. બીજા વલયમાં નવ ગ્રહોની સ્થાપના છે, તેમાં રાહુ-કેતુની સાથે સ્થાપના કરતાં આઠ દિશાવર્તી આઠ ખાનાઓમાં બધાનો સમાવેશ થાય છે.
ત્રીજા વલયમાં દદિક્પાલની સ્થાપના છે. તેમાં ઇન્દ્રની સાથે બ્રહ્મન્ (ઊર્ધ્વદિશાના દિક્પાલ) અને વરુણની સાથે નાગ (અધો દિશાના દિક્પાલ)ને મૂકી તેનો સમાવેશ પણ આઠ ખાનાંઓમાં–પાંખડીઓમાં કરવામાં આવ્યો છે.
ચોથા વલયમાં અર્હદાદિ આઠ પદોની સ્થાપના છે કે જે અંગે પ્રસ્તુત ગ્રંથમાં પર્યાપ્ત વિવેચન કરવામાં આવ્યું છે.
પાંચમા વલયમાં ચતુર્નિકાયના ચોસઠે ઇન્દ્રો તથા પ્રધાન બાર લબ્ધિધારીઓની સ્થાપના સોળ ખાનાં દ્વારા કરવામાં આવી છે.
અને છઠ્ઠા વલયમાં આ સ્તોત્ર સાથે સંબંધ ધરાવતી ૨૪ મહાદેવીઓની ૨૪ ખાનાઓમાં સ્થાપના કરવામાં આવી છે.
તેના ફરતો લવણસમુદ્ર બતાવ્યો છે કે જે જંબુદ્રીપને ઘેરી વળેલો છે. તેમાં ૫૬ અંતર્દીપ સૂચક ૫૬ વૅ જલબીજ તરીકે જલતરંગમાં વહેતા હોય એ રીતે દર્શાવેલા છે.
૧. ચોવીશ તીર્થંકરની આકૃતિઓવાળું યંત્ર નાના લાઇન બ્લોકથી છાપવું અશક્ય થવાથી નામો મૂક્યાં છે. નામોવાળા સંખ્યાબંધ યંત્રો વપરાય છે.
**********
૨. શાંતિસ્તોત્રાદિમાં ગ્રહ-દિક્પાલપૂજન પ્રથમ થાય છે, પછી શાંતિસ્નાત્રનો મુખ્ય વિધિ કરાય છે તેમ. ૩. કોઇ યંત્રમાં લવણસમુદ્ર કૂટાક્ષર પછી દર્શાવ્યો છે, પણ તે યોગ્ય નથી.
***************** [ 31 ] *****************