________________
. આ કૃતિ શેની છે?
avi
આ ગ્રન્થનું વૈરાયતિ એવું નામ એ જ કૃતિના વિષયને તદ્દન સ્પષ્ટ કરે છે. આ ગ્રન્થનો પર વાર્તા વિષય શું છે? તે અંગે સ્વતંત્ર રીતે જુદો સાર આપશું. એ પહેલાં ઉપાધ્યાયજી આ ગ્રન્થના પ્રારંભમાં શું કહે છે? તે જોઈએ.
ઉપાધ્યાયજી પોતાની ગ્રન્થ રચનાની શરૂઆતની અટલ પ્રતિજ્ઞાનો નિર્વાહ કરવા છે' નામના સરસ્વતી મંત્રબીજથી સંવલિત રેં શબ્દ, જેનો પોતાના રચેલા અનેક ગ્રન્થોમાં તે લગભગ ધ્રુવ-નિશ્ચિતપણે પ્રયોગ કર્યો છે. તે શબ્દને અહીં પણ આદ્યસ્થ રાખીને સામુદાયિક પર રીતે સર્વ તીર્થકરોને પરમભક્તિ વડે નમસ્કાર કરીને અર્ધા શ્લોક દ્વારા આ ગ્રંથનું મંગલાચરણ છે પૂર્ણ કરે છે. ત્યાર પછીના સાડાત્રણ શ્લોકો દ્વારા, વિષય, પ્રયોજન અને ગ્રંથ સંબંધ વગેરે તે દર્શાવવા દ્વારા, ગ્રન્થારંભમાં પ્રાયઃ જણાવાતા અનુબંધ ચતુષ્ટયનો સમાદર કરે છે અને જણાવે - છે કે જેની સહુ કોઈ સતત ઝંખના કરતું હોય છે, એવાં શાંત ગુણ રૂપ મોતીને જન્મ આપનાર છે શુક્તિ-છીપલીના જેવી, વૈરાગ્યની રતિને જગાડનારી આ વૈરાગ્યરતિને હું કહીશ. પર આ રચનાનું કારણ રજૂ કરતાં બીજા શ્લોકમાં વેરાગ્ય ભાવનાના સેવનમાં મજબૂતાઈ . આવે એમ જણાવ્યું છે. અને એ મજબૂતાઈ લાવવામાં જે જે કારણો હોય, તે તે કારણોને, રે વિવિધ રસપૂર્ણ કથાઓ દ્વારા કહેવાં એ અતિ પથ્ય હોય છે. એટલા માટે હું પણ ઉત્તમ - મુનિવરે આત્યંતર ભાવને વ્યકત કરતા ચરિત્રોને માટે પ્રશાન્ત અને ચમત્કારિક જે પદ્ધતિ છે અપનાવી છે તે જ પદ્ધતિનો આશ્રય લઈને હું આ કથાને કહીશ. આ શ્લોકનો સંબંધ
ઉપમિતિ' ની કથાના કરેલા અનુકરણને સૂચિત કરતો હોય એમ જણાય છે. પછી તરત જ છે આ કથાનો કથાનાયક ‘દ્રમક' જે એક સંસારી જીવ તરીકે રજૂ કરાયો છે તે ગુણનિષ્પન્ન
નામવાળા દ્રમક પાત્રથી વાર્તાનો આરંભ થાય છે. છે. આ કૃતિના ઉપદેશનો સાર શું છે?
R
. આ કૃતિમાં મુખ્યત્વે સંસારી જીવો સંસારના કારણભૂત મોહરાજાના આવિર્ભાવ સ્વરૂપ, આ સંસારવર્ધક ક્રોધ, માન, માયા અને લોભ આ ચારે કષાયો, હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને
પરિગ્રહ આ પાંચ પાપાશ્રવો, સ્પર્શ, રસ, ઘાણ, ચહ્યું અને કર્ણ આ પાંચે ઈન્દ્રિયોના વિષયો, છે. આ બધાને આધીન બનીને કેવા કેવા મનોવિકારને જન્મ આપે છે, એનો ભોગ બનીને કેવા છે કેવા વિવિધ અને વિચિત્ર દોષો ઊભા કરે છે, સંસારની વિશાળ રંગભૂમિ ઉપર કેવા કેવા આ વેષો ધારણ કરીને કેવાં કેવાં નાટકો ભજવે છે, અને તે દ્વારા તે સંસારને કેવો લાંબો પહોળો - અને ઊંડો કરે છે? તેનું આબેહૂબ અને અદ્ભુત ચિત્રણ, તદ્દન અભિનવ પ્રકારના, અભિનવ તે નામો, ગુણ નિખન પાત્રોવાળા અનેક પાત્રો, અનોખી જ કલ્પનાઓ, વિવિધ ઉપમાઓ અને - આલંકારિક રૂપક કથાઓ, આ દ્વારા સચોટ રીતે વર્ણવવામાં આવ્યું છે. એ વર્ણવતાં સમગ્ર પર સંસારનું, માનવ જગતનું, માનવ સ્વભાવોનું યથાર્થ સ્વરૂપ રોચક રીતે રજૂ કરાયું છે. વચ્ચે
વચ્ચે માનવીના અજ્ઞાન તિમિરને જ્ઞાનશલાકા વડે દૂર કરનારા ધર્મગુરુઓ કે ધર્માચાર્યોના પાત્રો