SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ હNNNNNNERANNAGARANAGARANAGAR થયા ગયાયાપચયamયા થયયથથaaaaaaaaaaaaaaa કે સંજ્ઞા જુદી જુદી પસંદ કરી છે એટલે કે કલ્પતા માટે સ્તવ અને રતિના વિભાગ માટે જ શબ્દ યોજ્યો છે. આ કહીને મારે કહેવાનું એ છે કે “લતા' થી વૈરાગ્ય કલ્પતાનું ગ્રહણ કરીએ તો કંઇજ માં ખોટું નથી. આ ગ્રન્થના અન્તિમ આઠમાં સર્ગનો અન્તિમ ભાગ દાર્શનિક, યૌગિક, તાત્વિક એવી અનેક સુંદર બાબતોથી સભર છે. વિદ્વાનો ઘણીવાર મોજમાં આવીને સામાન્ય કૃતિને પણ અસામાન્ય બનાવી નાંખે છે. તેનું આ પ્રતિતીકરણ ઉદાહરણ છે. બંને વચ્ચે કંઈક સમાનતા ખરી? કંઈક નહિ પણ લગભગ પૂરી અને સમાનતા નહીં પણ અસમાનતાઓ છે. અર્થાત્ કલ્પતાના શ્લોકોની જેવી શબ્દરચના, લગભગ તેવી જ રચના વિરાગ્ય રતિમાં છે. પાત્રો, કથાવસ્તુ, ભાવો, ઉપમાઓ, રૂપકો બધું જ સરખું છે. છન્દોની પણ આ સમાનતા છે. ફકત તફાવત એટલો છે કે કલ્પલતાના પહેલા સ્તબકના પ્રારંભના ૨૬૯ શ્લોકો પર વિરાગ્યરતિમાં નથી, એટલે સમાનતાની શરૂઆત કલ્પલતાના પહેલા સ્તબકથી નહીં પણ બીજા પર સ્તબકના ચોથા શ્લોકથી શરૂ થાય છે. લતાના બીજા સ્તબકનો ચોથો શ્લોક તે વૈરાગ્યરતિના મારે પ્રથમ સર્ગનો ચોથો શ્લોક છે. અહીંથી શરૂ થયેલી સમાનતા એકધારી લતાના નવમા સ્તબકના , પ૨૭, અને રતિના આઠમાના પ૨૪, શ્લોક સુધી જળવાઈ રહી છે. ખરી રીતે પર૪, ની પર જગ્યાએ પ૨૭ નો અંક આવવો જોઈતો હતો, પણ બે શ્લોકનો જે ઘાટો પડ્યો, તેના કારણમાં લાગે છે કે ઉપાધ્યાયજી ભગવંત હસ્તપ્રતિ લખવાના વેગમાં બેધ્યાન થતાં બે શ્લોક લખવાનું ચૂકી ગયા હોય! એ સિવાય બીજું કોઈ જ કારણ દેખાતું નથી. એ બંને શ્લોકો કલ્પલતામાં છે જ. એ શ્લોકો પૈકી એક શ્લોક આઠમા સર્ગના ૧૭ મા શ્લોક પછીનો અને બીજો આઠમા સર્ગના જ ૧૯૨, પછીનો છે. આ રહ્યા તે શ્લોકો– कटाक्षान् विक्षिपन्ती सा, प्रोल्लासितकुचद्वया। निचखानाशमगोलाभ्यां हदि स्मरशरान्मम ॥१६॥ सत्कान्तारत्नपुगादिलाभाद् याऽभूत् सुखासिका। ततोऽनन्तगुणजाता गुरुवाक्यश्रुतौ मम ॥१६॥ આ રીતે શબ્દ અર્થની સંપૂર્ણ સમાનતા હોવાથી કલ્પલતાના શ્લોકોનું જોડાણ કર્યું છે. આથી વાચકને ગ્રન્થવાંચનનો સાધજો લાભ મળે છે. રીતે આવું અનુમાન થાય. પણ ઉપાધ્યાયજી એક એવા દાર્શનિક પ્રતિમા રૂપ હતા કે એમના બુદ્ધિના સાગરમાં દાર્શનિક–તાર્કિક બાબતોની ભરતીઓ-છોળો આવ્યા જ કરતી હતી. એટલે હાની કે મોટી અથવા સાવ સામાન્ય ટૂંકી રચનાઓ પણ કંઇકને કંઇ દાર્શનિક–તાત્ત્વિક વાતનો જલ છંટકાવ કર્યા વિના એમને ચેન જ નહોતું પડતું. આ એમની સાહજીક ખાસીયત હતી. લગભગ કહેવાનું કારણ એ કે ક્યારેક શબ્દો આગળ પાછળ આવી જાય છે તો ક્યારેક એકજ અર્થ માટે વૈકલ્પિક અન્ય શબ્દ પ્રયોજ્યો હોય છે. ( ૨. શરૂના ત્રણ શ્લોકો મંગલાચર અને વસુનિર્દેશના છે અને ચોથાથી કથાનકનો પ્રારંભ છે.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy