________________
અસ્તેય, બ્રહ્મચર્ય, અને અપરિગ્રહ વગેરે પાંચ મહાવ્રતો તથા પાંચ અણુવ્રતોની અર્થાત્ સર્વવિરતિ અને દેશવિરતિ ધર્મની વાતો હોય, જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ વગેરે તત્ત્વોની વિગતો હોય, મોક્ષ સહિત પાંચ ગતિનું વર્ણન હોય, સમ્યકત્વ, પષધ, પ્રતિક્રમણ, દેવગુરુની ઉપાસનાને તથા સાત ક્ષેત્રોને લગતી વાતો હોય. આત્મા શું, કર્મ શું, બંને વચ્ચેનો સંબંધ શું, સંબંધ થવાથી શું થાય. તે છૂટે કયારે? રાગદ્વેષ કેમ ઘટે, વિષયકષાયો શું છે, અને તેનો ઉપશમ કેમ થાય તેવી વાતો હોય, ટૂંકમાં વીતરાગદશા તથા સર્વજ્ઞ પદ અપાવે, આત્માને નિર્મળ કરે, સન્માર્ગે ચઢાવે અને યાવત્ નીતિમય પ્રામાણિક જીવન કેમ જીવાય, તપ, ત્યાગ, સંયમની, અનેકાંતષ્ટિની, ગુણસ્થાનકની, આઠેય કર્મોની, હકીકતો હોય, સામાન્ય આત્મામાંથી પરમાત્મા કેમ બનાય તેની પ્રક્રિયા, આ બધું જણાવ્યું હોય.આમ અનેક પ્રકારની મુક્તિપ્રદ ધાર્મિક આધ્યાત્મિક બાબતોનું વિવિધ રીતે વર્ણન હોય.
આ ધર્મકથાનાં જૈન આગમોની દષ્ટિએ વિચારીએ તો સામાન્ય રીતે (કથાનુયોગમાં) जाताधर्मकथा', उपासकदशा, अंतकृद्दशा, अनुत्तरौपपातिकदशा मने विपाक 0240 अंगोने सूयवी શકાય. આ ગ્રંથોમાં ધર્મકથાનું પ્રાધાન્ય છે.
જરા ઊંડાણથી ગંભીર ભાવે સમજવા જેવી બાબત એ છે કે, અધ્યાત્મપ્રધાન, કે તાત્ત્વિકજ્ઞાનપ્રધાન જૈન ધર્મના આગમશાસ્ત્રો પૈકીના મુખ્ય અંગભૂત ગણાતા અત્યારે વિદ્યમાન ૧૧ અંગ પૈકી અંગભૂત પાંચ આગમો તો કથાનુયોગના જ છે. કથા દ્વારા અપાતા બોધની અસરો
સુજ્ઞ શાસ્ત્રસર્જકો સમજતા હતા કે ધાર્મિક, આધ્યાત્મિક કે તાત્ત્વિક જ્ઞાન પણ કથા દ્વારા સરલતાથી પીરસી શકાય છે. કથા દ્વારા તેની અસર પણ સુંદર થાય છે. ભારેખમ જેવું જ્ઞાન પણ કથાના માધ્યમ દ્વારા સરલ અને હળવું બની જાય છે. લેનારા ઉમળકાથી-હોંશથી તે મેળવી શકે છે. એથી જ આ રીતે અપાતો બોધ આજની ઉક્તિમાં નોંધીએ તો ગમ્મત સાથે જ્ઞાન જેવો છે. કથા એ સુપાચ્ય ખાદ્ય છે
તાત્ત્વિક જ્ઞાન સૂક્ષ્મ બુદ્ધિથી ગ્રાહ્ય છે. આધ્યાત્મિક વિકાસમાં આગળ વધેલાઓથી શ્રાવ્ય ગ્રાહ્ય છે, એટલે આ જ્ઞાનો મિષ્ટાન-દુધપાક જેવાં છે, એથી તે ભારે છે. પરિણમન થતાં અર્થાત્ પચતાં વાર લાગે તેવાં છે. વળી આ ભારે જ્ઞાન સહુ ખાઈ શકે તેમ હોતું નથી. જે ખાય તે બધા જ પચાવી શકે છે તેમ પણ હોતું નથી.
જેમ ગરિષ્ઠ–ભારે ખોરાક બધા જ ખાઈ શકે છે તેવું નથી હોતું, તેમ ખાનારા બધા જ પચાવી જાણે છે એમ પણ નથી હોતું. એટલે પ્રસ્તુત ખોરાક જોડે, પાચન થાય તેવાં ૧. આ આગમનું માન આજે તો અલ્પ છે પણ પ્રાચીન કાળમાં સાગર જેવડું વિશાળ હતું. પ્રાચીન નોંધ એમ
બોલે છે કે એમાં ૩ કરોડ મૂલ કથાઓ અને તેટલી જ અવાજોર કથાઓ હતી.