________________
descesses
S
maramaiama
વગેરે ૧૧ અંગો અને છેદત્રો વગેરેને ચરણ-કરણાનુયોગમાં અને વિભાષિત વગેરેને
ધર્મકથાનુયોગમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ એક સ્કૂલ દષ્ટિએ પડાતો વિભાગ છે. - ૧. દ્રવ્યાનુયોગમાં તાત્વિક પદાર્થોની વ્યાખ્યા અર્થાત્ આત્મા, કર્મ-જીવ-અજીવાદિ નવે
તત્ત્વોનું ચૌદરાજલોકરૂપ વિશ્વ સ્વરૂપનું વર્ણન હોય છે. ૨. ગણિતાનુયોગમાં ગણિતશાસ્ત્રને લગતી પ્રક્રિયાઓ હકીકતો,-ખગોળ ભૂગોળને લગતા
વિષયો. ૩. ચરણકરણાનુયોગમાંકચરણ એટલે ચારિત્ર, કરણ એટલે પાલન. ચરણ એટલે શ્રેષ્ઠ છે.
જીવન જીવવાના મહાવ્રતો, અણુવ્રતી નિયમો-જેને ચારિત્ર સદાચરણ કહેવામાં આવે છે તે. અને કરણ એટલે તે ચરણ–આચરણનું પાલન કેવી રીતે થઈ શકે? તે અંગેની જુદી છે, જુદી કક્ષાના જીવો, સાધકોને અનુલક્ષીને યોજાયેલી આચરણની વિવિધ પ્રક્રિયાઓ. આ રે રીતે પવિત્ર ચરિત્રમય જીવન શું છે? અને એવા જીવનનું પાલન કેમ કરવું? વગેરેનો સમાવેશ આમાં થાય છે. કથાનુયોગમાં ચરણકરણાનુયોગનું કોણે, કેવી રીતે પાલન કર્યું? કોણે કોણે કેવી છે મુશ્કેલીઓ, આવેલા પરીષહો-ઉપસર્ગો, કષ્ટો વગેરેને સહન કરીને સાધનાનો પાર પામી ગયા, એ બધાયના જીવનચરિત્રો અને સાધના કરતાં કરતાં કયા કારણે કેવી રીતે પતન છે થયાં એનાં વર્ણનો પણ હોય છે.
આ ચારેય અનુયોગમાં પ્રથમના બે જ્ઞાન સાથે સંબંધ ધરાવે છે. જ્યારે વર્તન-આચરણ સાથે સંબંધ ધરાવતો યોગ ચરણ-કરણ જ છે અને મોક્ષકાંક્ષી આત્માને એની જ આરાધના કરી કરવાની છે અને એ આરાધનાની સમજણ અને તેની પુષ્ટિ માટે એને લગતું અનુયોગ છે સાહિત્યનું સેવન કરવાનું છે. આ ચરણકરણની સાધના, ધર્મકથા એટલે સાધકાત્માઓના પ્રેરક દૃષ્ટાન્તોની જાણ વિના મુશ્કેલીભરી બની જવા સંભવ છે. એટલે ત્રીજા યોગને સારી રીતે પર આચરવો હોય, અરે! એ તરફ પ્રજાને ખેંચવી હોય તો તે માટે પણ ચોથા કથાનુયોગને જ છે નોતરવો પડશે. એના વિના હરગીઝ નહિ ચાલે એટલે શાસ્ત્રકારોએ સાપેક્ષ દષ્ટિએ ચારેય રે યોગમાં કથાનુયોગને સહુથી પ્રાધાન્ય સ્થાન આપ્યું છે તે આ જ કારણે છે. અરે! વધુ કહીએ તો બાકીના ત્રણેય અનુયોગોને ખેંચી લાવનારો આ અનુયોગ છે, એટલે આ અનુયોગ એ કંઇ છે જેવી તેવી તાકાત ધરાવનારો અનુયોગ નથી. બહારથી સાદો સામાન્ય લાગતો અનુયોગ પણ આંતરિક રીતે ઊંડો, મર્મભેદી, ભલભલા કઠોર કાળજાને પણ કંપાવનારો, ભલભલા લોખંડી હૈયાને પણ મીનની માફક પિગળાવી નાંખનારો, પ્રજાનું અદ્ભુત વશીકરણ કરાવનારો, અનેરી . તાજગી બક્ષનારો અને પ્રચણ્ડ તાકાત ધરાવનારો છે, મારા પ્રસ્તુત વિધાનો મેં શ્રોતા-વક્તા , બંનેના અનુભવના આધારે ટાંક્યા છે.
છે૧. દ્રવ્યાનુયોગ અને ગણિતાનુયોગ જેવા વિષયો માટે બૌદ્ધોમાં મહિષ્મપિટક ધર્મકથાનુયોગ માટે મુત્તષ્ટિક અને છે ચરણકરણાનુયોગ માટે વિનપટ* ગ્રન્થો રચાયા છે.
Sessions # aasavaa aami