SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ KANKRANNAPARANARESS No views 12mmammmmmminawa sa થ ય મ પ ધ ધ ધ ધ ધ ધ ધEવો કથા એ અમર સાહિત્ય છે આ સૂચવે છે કે ગરીબ કે અમીર, દરિદ્ર કે શ્રીમંત, બાલ કે વૃદ્ધ, સ્ત્રી કે પુરુષ, સંસારી કે ત્યાગી, ચોર કે શાહુકાર, મૂર્ખ કે વિદ્વાન, શિક્ષિત કે અશિક્ષિત, એમ છેઆબાલગોપાલ પ્રજાને મન, કથા એક રસનો વિષય નહીં પણ આનંદનો-તાજગીનો વિષય જ છે. ફુરસદનો સમય પસાર કરવાનું એક પ્રબળ સાધન છે. આ કથાપ્રેમ કંઈ આ જમાનાની શુ પેદાશ નથી, પણ અબજો વરસ પહેલાં હતો, આજે છે અને ભવિષ્યમાં પણ રહેશે. એના પર વજનમાં ફરક પડવાની કોઈ શક્યતા દેખાતી નથી. તાત્પર્ય એ કે વા એ સહુ કોઇને ન ખેંચનારૂં પ્રબળ લોહચુંબક છે અને એ સહુનું ધન છે. એ સદાય અમર છે એ નિર્વિવાદ? શાશ્વત સત્ય છે. છે. કથાનું એકધારું આકર્ષણ શાથી છે? કથાનું આટલું બધું એકધારું સ્વયંભૂ સ્થાઇ આકર્ષણ માનવ મનને કેમ રહેતું હશે એનો તે વિચાર કરીએ તો એનાં બે ત્રણ કારણો સમજાય છે. એક તો કથાની ભાષા સરલ, તેનો વિષય સુગમ એટલે ઝાઝી બુદ્ધિની જરૂર નહીં, મગજને કસવાની જરૂર નહીં, વળી કથા માથાનો બામ (દવા) બન્યા વિના સુખપૂર્વક વાંચી અને સાંભળી શકાય. બીજું કારણ એ છે કે કથાઓ-વાર્તાઓ પછી તે ચરિત્રો રૂપે હોય, નવલકથા કે થી નવલિકારૂપે હોય પણ તે બહુધા બાહ્ય માનવજીવનને જ માત્ર નહીં, તેના અંતરને જ નહિ પણ પણ તે ટકરાતી ટકરાતી અત્તરના ઊંડામાં ઊંડા અન્તસ્તલને પણ સ્પર્શી જતી હોય છે. તે કથામાં માનવજીવનમાં બનતી સુખદુઃખની સારા-નરસાની અનેક ઘટનાઓને લગતી બાબતો પર ન આવતી હોય છે. સાંભળનાર કે વાંચનાર વર્ગને એમાંની કોઈને કોઈ બાબત બહુધા ઓછેવત્તે ? પર અંશે સ્થૂલ કે સૂક્ષ્મરૂપે સ્પર્શતી હોય છે. એટલે શ્રોતા કે વાચક એમાં પોતાની જાતને કાર પ્રતિબિંબિત કરી કથા સાથે તાદાસ્ય સાધી એક પ્રકારનું સ્વસંવેદન અનુભવે છે અને આ સંવેદન એ જ કથાકર્ષણનું મૂલભૂત તત્ત્વ છે. કથા દ્વારા બીજી અનેક બાબતો એવી રજૂ થતી હોય છે કે એનાથી અવનવા જ્ઞાનનો, તે સમજનો અનુભવનો વધારો તો થાય છે પણ સાથે સાથે વાંચનાર કે સાંભળનારના જીવનનું સુંદર-ઘડતર કરવામાં કે જીવનયાત્રાના પથપ્રદર્શનમાં તે મહત્ત્વનો ભાગ ભજવે છે. ટૂંકમાં આ કથા એ સહુ કોઈ માટેનો એક મૂક સધ્યારો છે. ત્રીજું કારણ એ પણ છે કે કેટલાક વિષયો શુષ્ક હોય છે-નિરસ હોય છે, જ્યારે કથા છે માટે એવું નથી. કથા સરસ હોય છે-મૃદુ હોય છે, એટલું જ નહીં અનેક રસો યાવતુ નવેય રસોથી ભરપૂર પણ હોય છે. સામાન્ય મનુષ્ય બહુધા બધાય રસોનો પિપાસુ હોય છે, એટલે કે એને નવરસપૂર્ણ કથાથી તેને પોતાના મનને આનંદ ઉલ્લાસ-ઉત્સાહ અને આશ્ચર્યથી ભરી પર દેવાની સુલભ તક પણ મળે છે.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy