________________
આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ ભાગ-3ની પ્રસ્તાવના
વિ. સં. ૨૦૨૬
ઇ.સન્ ૧૯૭૦
૨૩
મારા બે બોલ
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ' આ નામના ગ્રન્થનો બહાર પડી રહેલા ત્રીજા ભાગમાં મુખ્યત્વે સાહિત્ય અને ઈતિહાસને લગતાં મુદ્રિત થયેલા ગ્રન્થો અને અન્ય સામાયિક પત્રોનો આધાર લઇને ગુજરાતી ભાષામાં સેંકડો ગ્રન્થોનો પરિચય આપવામાં આવ્યો છે. જેટલા ગ્રન્થોનો પરિચય ઉપલબ્ધ થયો-જે રીતનો પ્રાપ્ત થયો, તેના પર પરામર્શ કરીને તે રજૂ કરાયો છે એટલે આ ત્રણેય ભાગોમાં આપેલો ગ્રન્થપરિચય એક મર્યાદાલક્ષી પરિચય છે. બાકી હજુ મુદ્રિત ગ્રન્થોનો અને એ કરતાંય જૈન જ્ઞાનભંડારોમાં પરિચયના પ્રકાશનની રાહ જોતી હજ્જારો હસ્તલિખિત (અમુદ્રિત) કૃતિઓનો પરિચય આપવાનું વિરાટ કાર્ય બાકી છે. આ કાર્ય અત્યંત દુર્ઘટ અને ભગીરથ શ્રમસાધ્ય છે. આ માટે એક વિરાટતંત્ર ઊભું કરાય, લાખો રૂપિયાની સગવડ થાય અને પૂરતા વિદ્વાનોને કામે લગાડાય તો સાગર તરવા જેવું આ કાર્ય પંદર વીશ વર્ષે સમાપ્તિના કિનારે પહોંચે. બાકી પ્રસ્તુત સંસ્થાએ તો ઓછા શ્રમથી સાધ્ય એવા ત્રણે ભાગોને પ્રકાશિત કરીને વિરાટ કાર્યની ઝાંખી કરાવવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે.
આ ઈતિહાસ માટે પ્રારંભથી જ સંસ્થાની આર્થિક પરિસ્થિતિને લક્ષમાં રાખીને નિમ્નલિખિત કેટલીક મર્યાદાઓ આંકી હતી :