________________
.
*
**
છે
*
*
,
:
થયો અને તેઓશ્રી ૭૨ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મુક્તિપદને વર્યા. એટલે બંનેના નિર્વાણ વચ્ચેનું છે અંતર ૨૫01 વરસનું છે. જ્યારે બંનેના જન્મ વચ્ચેનું અંતર ૧૭૮ વરસનું છે. પાર્શ્વનાથજીનું શાસન કયાં સુધી ચાલ્યું? તે અંગે ઐતિહાસિક વિચારણા
શ્રી પાર્શ્વનાથજીના નિર્વાણ પછી, ૨૨૦ વર્ષ પૂરાં થતાં શ્રમણ ભગવાન મહાવીરનું છે શાસનપ્રવર્તન શરૂ થયું. અને એમનું શાસન તો ૨૧ હજાર વર્ષ સુધી એટલે છઠ્ઠા આરા
યુગના અત્ત સુધી ચાલશે. ત્યારે આપણને એ જિજ્ઞાસા સ્વાભાવિક રીતે થાય કે પાર્શ્વનાથ ભગવાનનું શાસનપ્રવર્તન ક્યાં સુધી ચાલ્યું કે ચાલશે?
ભગવાન મહાવીરે પોતાનું શાસન સ્વયં લગભગ ૩૦ વર્ષ ચલાવ્યું. જ્યારે ભગવાન પાર્શ્વનાથે પોતાનું શાસન સ્વયં લગભગ ૭૦ વરસ ચલાવ્યું. પાર્શ્વનાથજીના નિર્વાણ પછી ભગવાન મહાવીરની હયાતિ સુધી તો પાર્શ્વનાથજીનું શાસન પ્રવર્તતું હતું, એમ જૈનાગમોમાં મળતા અનેક ઉલ્લેખોથી નિર્વિવાદ પૂરવાર થાય છે. ખુદ મહાવીરના જ માતા-પિતા પાર્શ્વનાથ ભગવાનના સંતાનીય હતા, એમ આચારાંગ નામના જૈન આગમમાં સ્પષ્ટ જણાવ્યું છે.
સૂત્રકૃતાંગ આગમના નાલંદીયા અધ્યયનમાં ઉદપેઢાલની ગૌતમસ્વામીજી જોડે જે પ્રશ્નોત્તરી આ થઈ, તેમાં પ્રશ્નકાર શ્રાવક ઉદકને શ્રી પાર્શ્વનાથના સંઘના શ્રાવક તરીકે સૂત્રકારે ઓળખાવ્યા છે
છે
ભગવતીજીમાં અનેક સ્થળોએ વિવિધ હકીકતો-ચર્ચાઓના પ્રસંગો સંઘરાયા છે. ત્યાં જ વ્યક્તિઓનો પરિચય આપતા પાસવર્ને પાસબ્બી વગેરે વિશેષણો દ્વારા પ્રસ્તુત વ્યક્તિઓ શ્રી પાર્શ્વનાથ સંઘની છે, એમ સૂચિત કર્યું છે.
ભગવતીજીમાં પકાલાસવેસી’ નામના અણગાર અને અન્ય સ્થવિરોની પ્રશ્નોતરી આવે છે જ છે. ત્યાં ગાંગેયનો તથા “તુંગિયા નગરીના ૫00 શ્રાવકોનો અધિકાર આવે છે. તેમને
પાર્થાપત્યકો તરીકે જ ઓળખાવ્યા છે. ઉત્તરાધ્યયનમાં લકેશી ગણધર અને ઇન્દ્રભૂતિનો મનોહર તિ સંવાદ આપ્યો છે, એમાં કેશીને શ્રી પાર્શ્વનાથની પરંપરાના અણગાર તરીકે ઓળખાવ્યા છે.
૧. ને શ્રીપાનખત, સાદ્ધવર્ધશતે તા-આ કથનથી અહિંઆ જરા વિચારવા જેવી બાબત એ છે કે આપણા સમીપવર્તી પાર્શ્વનાથ અને મહાવીર વચ્ચે, નેમિનાથ અને પાર્શ્વનાથ વચ્ચેનું અંતરકાલમાન ક્રમશ: ૨૫૦, છે અને પછી લગભગ ૮૪ હજાર વર્ષનું શાસ્ત્રમાં લખ્યું છે, એટલે સેંકડોમાં અને હજારોમાં નોંધ્યું છે. જ્યારે
નેમિનાથથી આગળ જોઈએ તો અંતરની સંખ્યા સીધી છ લાખ, ને પછી ઉત્તરોત્તર ભારે ઝડપે વધતી જાય છે, છે એ સમજવા જેવી બાબત છે
૨. જુઓ-આચારાંગ-૨, ભાવચૂલિકા ૩, સૂત્ર ૪૦૧. ૩. જુઓ-સૂત્રકૃતાંગ-૨, શ્રુત, નાલંદીયા અધ્યયન. ૪. ભગવતી શતક ૧, ૫, ૯ વગેરે. સંસ્કૃતમાં “પાર્થાપન્થીય' કહેવાય. ૫. ભગવતી શતક ૧, ઉં. ૯, સૂત્ર ૭૬. ૬. ભગવતી શતક ૫, ૭, ૯, સૂત્ર ૨૨૬ ૭. ભગવતી શતક ૯, ૧. ૩૨, સૂત્ર ૩૭૧ ૮. ભગવતી શતક ૨, ૩, ૫, સૂત્ર ૧૧૧ ૯. કેશી ગૌતમીયા અધ્યયન ૨૩ મું; ગાથા ૨૩ થી ૩૨
SS S SS