________________
米米米米米米米米米类米类米类米米米米米米米米米米米米米米米米米米米米米米米 ( અલગ જેટલા જેટલા પદાર્થો છે તે બધાય ભૌતિક અને પારકા છે, પોતાના નથી, એ શ્રદ્ધા ૨ ક પાકી થઈ જવી જોઈએ. તે ભૌતિક સંબંધોએ શી દશા કરી?
પછી એ પદાર્થોએ અવર નવર આ ભવચક્રમાં અનન્તશઃ મેળવ્યા પછી મેળવીને : ભોગવ્યા છે અને ભોગવીને ઇચ્છાએ કે લાચારીએ છોડ્યા પણ છે. એ બધાય પદાર્થો કે અનિત્ય છે, અશાશ્વત છે, ક્ષણે ક્ષણે પરાવર્તનશીલ છે. ક્ષણિક છે. હાથતાળી આપવાવાળા છે,
એમ છતાં દેહ અને દેહથી પર વર્તતા સ્ત્રી, પુત્ર, ધન, વૈભવ, કુટુંબ, બાગ, બગીચા, બંગલા ક આદિ તમામ પદાર્થો ઉપરની તારી મોહ-મમતા, તથા એના સંયોગ વિયોગથી ઉત્પન્ન થતી | 3. રુચિ-અરુચિ કે રાગ-દ્વેષની પરિણતિઓનાં કારણે કર્મબંધનો થયાં છે, આના કારણે જ જીવને
સુખ-દુ:ખનો ભોક્તા બનવું પડ્યું છે. અને એ માટે એને અનેક જન્મોની મહેમાનગીરી
ચાખવી પડી છે. આ ખ્યાલ બરાબર આવી જવો જોઈએ. તે આત્મા અને શરીર અંગે ભાવવાની ભાવના
ઉપરની બાબતો હૈયામાં બરાબર જડબેસલાક થઈ જાય તો પછી આત્મામાં અસમાધિ કદિ ઉત્પન્ન નહીં થાય. પછી તો આત્મા વિચારશે કે-આત્મા અને શરીર એક નથી. હું જુદો : ક છું, શરીર જુદું છે. આત્મા ચૈતન્ય છે, શરીર ચર્મ છે, એથી તે લોહી માંસ અને હાડકાંનો રે આ કોથળો છે. દેહ અને આત્માને લાગેવળગે શું? હું એનો નથી, એ મારો નથી, મારૂં જે છે :
તે બધું જ મારી પાસે છે. આવી પરિસ્થિતિમાં મારે શરીરના મોહના કારણે કે આ ભૌતિક જ કોઈ પદાર્થોના સંયોગ-વિયોગાદિને કારણે મુંઝાવાની જગ્યા જ ક્યાં રહે છે? મારે માટે તો આપ
સ્વભાવમેં સદા મગનમેં રહેના'ની અધ્યાત્મોક્તિને માન આપી મૃત્યુને ભેટવું એ જ શ્રેયસ્કર
છે.
A
સમાધિમરણ માટે શું કરવું જોઈએ
આવી વિવિધ ભાવનાઓને ભાવતો, જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવના રાખી, ખમતખામણાં કરતો, વેર-વિરોધને તજતો, જીવો પ્રત્યે કરૂણા વરસાવતો, સુકૃતની અનુમોદના અને દુષ્કતોની ગહ કરતો, અત્તરાત્મદશાને અનુભવતો, આ જીવાત્મા અત્તર્મુખ બની જાય ! છે. અને નવકારમંત્ર કે અરિહંતના ધ્યાનમાં જોડાઈ જાય છે. અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ છે આ ચારેયને શરણે પહોચી જાય છે.
આવા અનુકૂળ વિચારો, ભાવનાઓ કે અધ્યવસાયો સ્વભાવમાં, કે સમભાવમાં સ્થિર રાખશે, અને અન્ને એ જ બધી બાબતોનો સરવાળો શુભ ભાવો પેદા કરાવી સમાધિમરણને ભેટાડશે.
માત્ર સમાધિમરણને ઉદ્દેશીને શરૂ થયેલું વિવેચન અહીં પૂર્ણ થાય છે. esense sec========== [ ૨૭૧] [eeeeeeeeeeeeeeeeeeeeeeee