________________
**************************************************
** *******
સુખદ હશે કે દુ:ખદ? વગેરેથી તે કંપતો હોય છે. નિરાશા અને હતાશાના સાગરમાં ડૂબી ગયો હોય છે. દીન અને દયાપાત્ર બની ગયો હોય છે. ઈશ્વર, ધર્મ, તરફ ઉદાસીન બન્યો હોય છે. ટૂંકમાં રાગ-દ્વેષ; વિષય અને કષાયને પરાધીન પડી અશુભ લેશ્યાથી રંગાઈ પરભાવની રમણતામાં જ ઝબોળાઈ રહ્યો હોય છે.
આવા જીવોના અન્તિમ મતિ-વિચાર ઉપરથી એમની ગતિ કેવી થશે? તેનું અનુમાન સ્વાભાવિક રીતે જ મરનાર જો કંઈક સુજ્ઞ હોય તો સ્વયં કરી શકે છે. અરે! તેના ચબરાક સાથીઓ પણ કરી શકે એવા વિરાધક ભાવમાં તે બેઠેલો નજરે પડતો હોય છે. અને આવી પરિસ્થિતિમાં મૃત્યુ થાય તો તેની દુર્ગતિ જ થાય. કારણ કે અશુદ્ધપર્યાયમાં મૃત્યુ એટલે અશુભતિને તેડું. આવા મૃત્યુને શાસ્ત્રમાં બાલમરણ કે શોકમરણ તરીકે ઓળખાવ્યું છે.
આવા બાલમરણો અનાદિકાલથી જીવે અનેક જન્મમાં કર્યાં છે અને કરશે. આવાં મરણોએ સંસાર વધાર્યો છે. એણે આત્માની ઉગામિતા અટકાવી પરલોકને બગાડ્યા છે. અને પરિણામે કમનસીબ આત્મા બહુધા દુર્ગતિઓ અને તેના દુઃખોમાં સબડતો રહ્યો છે.
પંડિતમરણ કે ઉત્સવમરણ કોને કહેવાય?
પંડિતમરણમાં ઉપરોક્ત પરિસ્થિતિથી પ્રતિપક્ષીય સ્થિતિ વર્તતી હોય છે એટલે કે કોઈ પુણ્યવાન આત્મા જેનું પંડિતમરણ થવાનું હોય ત્યારે તેની વિચારધારા આ પ્રમાણે ચાલતી હોય
છે
એ પોતાના ચિત્તમાં એવું વિચારી રહ્યો હોય છે કે—આ સંસાર અસાર છે, ધર્મ એ
જ સાર છે. એમ સમજીને એની ઉપાસનામાં મનને પરોવે છે. પછી પોતાની જીંદગીમાં
હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, સ્ત્રીસંગ, પરિગ્રહ-ધનધાન્યાદિ વગેરે અઢાર પાપસ્થાનકો અંગે જે કંઈ પાપ-દોષો સેવ્યાં હોય તેને યાદ કરી પશ્ચાતાપ કરે છે. ક્ષમાપના કરે છે. રખે ફરી
એ પાપ ન થાય! તેની જાગૃતિ રાખતો હોય છે. જે કાંઈ સત્કર્મો કર્યાં હોય તેની અનુમોદના અને અસત્ કર્મોની ગર્હા–નિંદા કરતો હોય છે. ચોરાશી લાખ જીવાયોનિગત અનંતા જીવા પ્રત્યે, તેમજ પોતાના પરિવાર-કુટુંબ કે અન્ય સંબંધીઓ જોડે, જાણે-અજાણે થઈ ગએલા વેરવિરોધની, તેમજ માનસિક, વાચિક કે કાયિક અપરાધોની ક્ષમા માગતો હોય છે.
વળી તે આત્મા મારૂં કોઈ નથી, હું કોઈનો નથી, દુન્વયી સગાઈઓ બધી સ્વાર્થની છે, જીવ એકલો જ આવે છે, અને એકલો જ જાય છે. તારૂં જે છે, જે તારાથી કદિ કોઈ ભવે
પણ છુટું પડવાનું નથી, તે તો તારી પાસે જ છે. અને તે છે-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આત્મિક ગુણો. માટે તું એવી આરાધના કર, એમ પોતાના મનને પ્રેરણા આપતો હોય છે.
કરી મોક્ષે જવાનો હોય, ત્યારે એ જન્મમાં મૃત્યુ થયા પછી આત્મા સીધો મોક્ષે જશે. એટલે ફરી અને જન્મ લેવાનો
ન રહ્યો. જન્મ નથી એટલે સંસાર નથી, સંસાર નથી, એટલે દુઃખ, શોક, સંતાપો નથી. માટે અનંત જ્ઞાનીઓ કહે છે કે—ખરી રીતે તમો જન્મ લેવાથી ડરો, જેથી જીવનસુધારણા ચાલુ રહેશે અને કોઈ જન્મ અન્તિમ જન્મ તરીકે આવી જશે અને સકલ દુઃખ-કર્મનો અંત આવશે, માટે મૃત્યુથી નહીં વાસ્તવિક રીતે જન્મથી ડરતાં શીખો.
************ [ ૨૬૮]
************************************************