________________
આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત
CAR
આગમરક્ત પીસ્તાલીશીની
પ્રસ્તાવના
વિ. સં. ૨૦૨૩
ઇ.સત્ ૧૯૬૭
29 20 21 22
PA-PAPP
(સંપાદકીય નિવેદન )
નોંધ :–પૂજય મુનિપ્રવર શ્રી યશોવિજયજી મહારાજે સં. ૨૦૨૩માં મુંબઈ ગોડી, ઉપાશ્રયમાં ૪૫ આગમનો તપ કરનારને ઉપયોગી ૪૫ આગમના ૪પ દુહાઓની. ‘આગમરત્ન પીસ્તાલીશી' આ નામની ગુજરાતી કાવ્યકૃતિ રચી હતી. એ કૃતિ તપસ્વીઓને તેમજ બીજાઓને ઉપયોગી થાય તેમ હોવાથી તે અહીં પ્રગટ કરી છે.
આ રચનાની વિશેષતા એ છે કે નાનકડા એક જ દુહામાં “આગમનામ અને તેનો પ્રધાન વિષય,’ આ રીતે બંનેનો નિર્દેશ કરવામાં આવ્યો છે. વર્તમાન ગુજરાતીમાં આ જાતની રચના કદાચ પહેલવહેલી જ હશે.
CARKA
સંપાદકની નોંધ
૪૫ આગમનો તપ મોટા શહેરોમાં અવરનવાર થતો હોય છે. એ તપમાં ખમાસમણા વખતે બોલવાના સ્વતંત્ર આગમના દુહાઓ મળતા નથી એટલે વિવિધ પૂજા સંગ્રહની બુકમાં છાપેલી ૪૫ આગમની પૂજામાંના દુહાઓ ઉપયોગમાં લેવાય છે. પણ એ દુહાઓ પૈકી કેટલાકમાં આગમનું નામ હોય ખરું અને ન પણ હોય, વિષયનો ઉલ્લેખ હોય કે ન હોય. એટલે એ સંતોષજનક બાબત ન હતી. એ ખાતર–
વળી, આવી ભાષા રચના કોઈને રુચિ જાય અને ભણે, તો ૪૫ આગમની અલ્પારાધનાનો લાભ પણ મલી જાય; વળી સંક્ષેપમાં ચતુર્વિધ સંઘમાં આગમનું નામ SS