________________
૧૪. પ્રશસ્તિગત વિશેષતાઓ—
મૂળ પ્રશસ્તિના આધશ્લોકમાં પોતાના સાધુસંયમી કુટુંબને યાદ કરતાં પોતાના દાદાગુરુશ્રી જિતવિજયજી, પોતાના ગુરુશ્રી નયવિજયજી તથા જેમના ઉપર ઉપાધ્યાયજીને ખૂબ જ પ્રીતિભાવ હતો, અને જે પોતાના સંસારપક્ષના સગા ભાઈ હતા અને સાધુઅવસ્થામાં પણ જે ગુરુ ભાઈ તરીકે જ બન્યા હતા, પદ્મવિજયજીને આદરપૂર્વક યાદ કર્યા છે.
છેલ્લા ચરણમાં સ્વનામનો સીધો ઉલ્લેખ ન કરતાં પોતાનું ન્યાયવિશારદ બિરુદ વાપરી સ્વનામ ધ્વનિત કર્યું છે, પણ છેલ્લા ચરણમાં ઉપાધ્યાયજીએ પોતાના બિરુદનો અને વિજ્ઞ વિશેષણનો કરેલો ઉપયોગ ક્ષણભર આશ્ચર્ય ઉપજાવે તેવો છે.
ટીકાની પ્રશસ્તિમાં પણ કોઈ કોઈ વિશેષતાઓ બતાવી છે. જેમાં જગદ્ગુરુ શ્રીહીરસૂરીશ્વરજી મહારાજથી લઈને શ્રીવિજયસિંહસૂરિજીની પટ્ટપરંપરા સુધીનો ઉલ્લેખ કર્યો છે. શ્રીહીરસૂરીશ્વરજીના ઉપદેશથી સમ્રાટ અકબર જેવો બાદશાહ, અહિંસાપ્રધાન જીવન જીવવાવાળો બનેલો તેવો ઉલ્લેખ, તથા તેમની પાટે આવેલા શ્રીવિજયસેનસૂરિજીને રાજમાન્ય જણાવીને ગુજરાતના ગોધરાશહેરની રાજસભામાં મેળવેલી વિખ્યાત કીર્તિનો અને ગોધરા માટે ગૈા એવા સંસ્કૃત શબ્દનો પ્રયોગ કર્યો છે. શ્રીવિજયસેનસૂરિજીની પાટે આવેલા શ્રીવિજયદેવસૂરિજી અને તેમની પાટે આવેલા શ્રીવિજયસિંહસૂરિજીનો તપસ્વી અને ક્ષમાધારી તરીકે ઉલ્લેખ કર્યો છે. ત્યારપછી તપાગચ્છને તો કહીને તેને અતિ ઉજ્જવલ જણાવ્યો છે.
ત્યારબાદ પુનઃ પોતાના ત્યાગી કુટુંબને યાદ કરી, પોતાના દાદાગુરુ શ્રીજિતવિજયજી, ત્યારપછી શ્રીલાભવિજયજી સ્વદીક્ષાગુરુ શ્રીનવિજયજીને યાદ કર્યા છે. પોતાના ગુરુદેવને યાદ કરતાં લખે છે કે—
—‘કાશીમાં રહીને મને ભણાવવા માટે જેઓશ્રીએ ભૂરિ પરિશ્રમ ઉઠાવ્યો હતો અને જેઓ રાજાઓથી પણ સેવિત હતા.' ઇત્યાદિ.
આ પ્રમાણે ઐન્દ્રસ્તુતિને ઉદ્દેશીને શરૂ કરેલી પ્રસ્તાવના અહીં પૂરી થાય છે.
એમાં શાસ્ત્ર કે પરંપરાવિરુદ્ધ વિધાન થયું હોય તો તેની ક્ષમા યાચું છું. જે કોઇ વ્યક્તિઓ એક યા બીજી રીતે સહાયક બની હોય તે સહુનો આભાર માની, અને આ ગ્રન્થનું અધ્યયન અધ્યાપન વધે તેવી શાસનદેવને પ્રાર્થના કરી વિરમું છું.
જૈન ઉપાશ્રય, વાલકેશ્વર
મુંબઈ ૬
વિ. સં. ૨૦૧૮
૧.
૨.
મુનિ યશોવિજય
પ્રાચીનકાળમાં આ રીતે લખવાની એક ચાલ હતી. જે પ્રાચીનકાળના જૈન--અજૈન ગ્રન્થોમાં જોવા મળે છે. આ વાત યથાર્થ કહી છે. આજે પણ જૈનસંઘમાં એક તપગચ્છજ તેજસ્વી, પ્રતિભાસંપન્ન, ઉજ્જવલ, બળવાન અને જીવંત દેખાય છે.
[ ૨૨૧] જૂ