________________
********ઋ**********
************
**
***ઋ******
श्री लोढणपार्श्वनाथाय नमः।
( પ્રસ્તાવના )
અહીંયા પ્રકાશિત થઈ રહેલી લઘુકૃતિનું નામ હતુતિ' છે. એના કર્તા મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ છે અને આ સ્તુતિ ઉપર તેઓશ્રીએ પોતે જ વિવરણ રચ્યું છે.
આના ઉપર અદ્યાવધિ બીજી કોઈ ટીકા થઈ નથી, પણ બે અવસૂરિઓ રચાઈ છે ખરી. એક * અજ્ઞાતકર્તૃક અવચૂરિ તો આ જ ગ્રન્થમાં છાપી છે અને બીજી પ. પૂ. આગમોદ્ધારક આચાર્યશ્રી સાગરાનન્દસૂરિજીએ રચી છે. તે પણ પ્રકાશિત થઈ ગઈ છે.
ઐન્દ્રસ્તુતિ કે તેના વિવરણનો ચોક્કસ સમય મળતો ન હોવાથી કર્તાનો સમય ૧૭-૧૮મી સદીનો હોવાથી, સૈકાની દૃષ્ટિએ તે સમય ગણી લેવો જોઈએ.
ઉપાધ્યાયજી મહારાજ છએ દર્શનમાં નિષ્ણાત હતા. તેઓશ્રીએ ચાર ભાષામાં સેંકડો ગ્રન્યો ? રચ્યા. ભગવતી શ્રી સરસ્વતીદેવીનું વરદાન પણ મેળવ્યું. યદ્યપિ જન્મે ગુજરાતના હતા, પરંતુ આ દાર્શનિક શાસ્ત્રનો અભ્યાસ તો એમને સુપ્રસિદ્ધ વિદ્યાધામ કાશીમાં જઈને કર્યો હતો. અને ૪
અન્તિમ સમય ૧૭૪૩ ની સાલમાં ડભોઈ (ગુજરાત) મુકામે પસાર કરેલો અને ત્યાં જ * તેઓશ્રીનું સ્વર્ગગમન થયેલું.
આટલો સંક્ષિપ્ત ખ્યાલ આપીને, હવે પ્રસ્તુત સ્તુતિચોવીશીના અંગે વિચાર કરીએ, અને તે ઉપરાંત તેને લગતી બીજી હકીકતો પણ સમજી લઈએ.
એકંદર નિમ્ન બાબતો ઉપર વિચાર કરવાનો છે. ૧. સ્તુતિ ચોવીશી એટલે શું? ૨. ચોવીશીની રચનાનો વિષય શું? ૩. “ સ્તુતિ' એવું નામકરણ કેમ કર્યું અને એનો અર્થ શું? ૪. આ સ્તુતિનો ઉપયોગ ક્યારે થાય છે? ૫. શું આવી ચોવીશી પ્રથમ જ રચાઈ છે? ૬. કાવ્યની દૃષ્ટિએ સ્તુતિનો પ્રકાર શું અને છંદોના પ્રકારો કયા? ૭. ઐન્દ્રસ્તુતિ એ સ્વતંત્ર કૃતિ છે કે અનુકરણાત્મક ૮. આ કૃતિમાં શું શું વિશેષતાઓ છે? ૯. અંતિમ શ્લોકમાં આવતા દેવ-દેવી અંગે? ૧૦. આ સ્તુતિ ઉપર અન્ય ટીકા અવચૂરિ આદિ છે? ૧૧. સ્તુતિ કોની કરાય?
૧૨. સ્તુતિ કરવાથી શું ફળ મળે? ************ * [ ૨૦૬ ] ********************