________________
ఖ డి జ జ జ ర
શ્રીસંઘની સુપ્રસિદ્ધ ગણનાપાત્ર કે નામાંકિત વ્યક્તિઓ પૈકી જેના જેના હસ્તાક્ષરો પ્રાપ્ત થયા હોય તેને એકત્રિત કરીને જો તેનો આવો સંપુટ બહાર પાડવામાં આવે તો મહાપુરુષોનાં કિંમતી હસ્તધનનાં મહામૂલાં દર્શનનો પવિત્ર લાભ સહુને મળે અને અક્ષર ઉપરથી જીવનદર્શન' કરાવનારા નિષ્ણાતો માટે તો તે મહામૂલો ખોરાક થઇ પડે.
ધારવા કરતાં નિવેદન લાંબું થઇ ગયું, પણ તેની ક્ષમા યાચી લઉં છું. આશા છે કે પવિત્ર હસ્તાક્ષરોનાં ચાહકો, સંગ્રહ શોખીન સદ્ગૃહસ્થો, શ્રીમાનો, વિદ્યાપ્રેમીઓ અને આપણા જ્ઞાનભંડારના કાર્યવાહક મહાનુભાવો; આ ચિત્રસંપુટને પોતાને ત્યાં વસાવીને આ અભિનવ પ્રયાસને પ્રોત્સાહન આપશે અને જ્ઞાનભક્તિના સહભાગી બનશે.
ઘણી મોટી સંખ્યામાં ઉપાધ્યાયશ્રીજીની કૃતિઓ આપણને મળી છે માટે એમની અનેક અસાધારણ વિશેષતાઓમાં આ પણ એક અસાધારણ વિશેષતા જ લેખાવી જોઇએ.
આવા મહર્ષિઓની સંપત્તિ એ કેવળ જૈનોની જ નહિ પણ વિશ્વ સમગ્રની હોય છે, માટે આપણી એ મહામૂલી સંપત્તિનું ચીવટપૂર્વક જતન થવું ઘટે. અને અંતમાં અણખેડાએલા જ્ઞાનભંડારોમાંથી આવીને આવી વધુ સંપત્તિ મેળવવા ભાગ્યશાળી બનીએ એ જ મન:કામના! जैनं जयति शासनम् ॥
તા. કે. પ્રસ્તુત આલ્બમ બહાર પડી ગયા બાદ છેલ્લાં સાતેક વર્ષમાં, પૂ. ઉપાધ્યાયજીએ સ્વહસ્તે લખેલી ન્યા. પં. શ્રી જયરામ ભટ્ટાચાર્ય કૃત બન્યયા સ્મૃતિવાદ્દ અને ‘રહસ્ય’ પદથી અંકિત ન્યાયસિદ્ધાંત રહસ્ય ગને અનુમિતિ રહસ્ય નામના બે ગ્રન્થો, તે ઉપરાંત ઉપાધ્યાયજીએ રચેલ અને સ્વહસ્તે લખેલ વિનયોત્તાસન અપૂર્ણ તથા પૂ. ઉપાધ્યાયજી તથા તેઓશ્રીના ગુરુદેવશ્રીએ બંનેએ ભેગા મલીને લખેલી સિદ્ધસેનીયા વિંશતિદ્વાત્રિંશિષ્ઠા નામની પ્રતિઓ નવી પ્રાપ્ત થએલી છે. જેનો પરિચય અહીં આપવામાં આવ્યો નથી.
સંપુટના વિહંગાવલોકન ઉપરથી ઉપાધ્યાયજી અંગે ઉપસતું ચિત્ર
પ્રાતઃસ્મરણીય પૂજ્યપાદ ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ વિક્રમની સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં અને અઢારમી સદીના પૂર્વાર્ધમાં શીલ અને પ્રજ્ઞા સંપન્ન મહાન જ્યોતિર્ધર થઇ ગયા. મહોપાધ્યાયજી મહારાજ જેવા જ્ઞાનના મહાર્ણવ હતા તેવા ચારિત્રની ખાણ રૂપ હતા. તેમનું વિવિધ વિષયનું જ્ઞાન તલસ્પર્શી, મર્મગ્રાહી અને વ્યાપક હતું, એમનું ચારિત્ર પણ સ્ફટિક સમું નિર્મળ હતું. ગહનમાં ગહન શાસ્ત્રીય અને દાર્શનિક વિષયનું મર્મસ્પર્શી અવગાહન કરવું અને એવા તમામ વિષયોને આત્મસાત્ કરીને, મૌલિક સાહિત્યસર્જન
૧.
એ તો એક જાણીતી વાત છે કે હસ્તાક્ષરો એ પણ શક્ત્તિ છે. એને પણ પોતાની એક સ્વતંત્ર ભાષા છે. અને એનું સ્વતંત્ર કિસ્મત પણ છે. તેઓ લખનારના-ગુણ-દોષોને સાંકેતિક (કોડ) ભાષામાં વ્યક્ત કરતા હોવાથી તેના નિષ્ણાતો તેના ઉકેલોને વૈવરી વાણીમાં વ્યક્ત કરે છે. અને એથી જ હસ્તાક્ષરો ઉપર ગુણદોષની ચર્ચા કરીને લાદેશને વ્યક્ત કરતાં ઈંગ્લીશ ગુજરાતી વગેરે ભાષામાં અનેક પુસ્તકો પણ લખાયાં છે.
[ ૨૦૧ 8