________________
प्रतिओनो परिचय
સંપા. મુનિશ્રી યશોવિજયજી
સત્તરમી સદીના પૂર્વાર્ધ પછી જન્મેલા, જૈન શાસનના પરમપ્રભાવક, સમર્થ તત્ત્વચિન્તક, અસાધારણ કોટિના તાર્કિક વિદ્વાન, ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજશ્રીની સ્વલિખિત હસ્તપ્રતો જેમ જેમ ઉપલબ્ધ થતી ગઇ અને જેમ જેમ એ મહાપ્રભાવક વિદ્વાન મહર્ષિનાં પવિત્ર હસ્તાક્ષરોનાં દર્શન થતાં ગયાં, તેમ તેમ એક વિચાર ઉદ્ભવ્યો કે એ બહુમૂલ્ય હસ્તાક્ષરોનાં દર્શન સુલભ બનાવી શકાય તો કેવું સારૂં! આ વિચારણામાંથી આ હસ્તાક્ષરોની પ્રતિકૃતિઓનો સંપુટ પ્રગટ કરવાની યોજનાનો જન્મ થયો અને ઉપાધ્યાયજીના હાથે લખાએલી થોડીક પ્રતિઓની પ્રતિકૃતિઓના સંપુટરૂપે એ યોજના આજે બહાર પડે છે એ ખરેખર આનંદ અને ગૌરવનો પ્રસંગ છે. એમાંયે ઉપાધ્યાયજીના પ્રત્યે સવિશેષ ગુણાનુરાગ ધરાવનાર મહાનુભાવોને તો સવિશેષ આનંદ થશે એમાં કોઈ શક નથી. ખરેખર! આવા મહર્ષિના પવિત્ર હસ્તાક્ષરોનું દર્શન–વંદન થવું એ જીવનનો એક અદ્ભુત અને અણમોલ લહાવો છે.
અમારા આ એક ન્હાનકડા છતાં અનોખા પ્રકારના પ્રયાસથી જૈન સાહિત્યસંપત્તિમાં એક બહુમૂલ્ય પ્રકારનો ઉમેરો થશે.
૧.
૨.
૩.
આ સંપુટમાં નિમ્નોક્ત પ્રકારની (જોટો સ્ટેટ) પ્રતિકૃતિઓ-છબીઓ આપવામાં આવી છે. ઉપાધ્યાયશ્રીજીએ રચેલા ગ્રંથોની ખુદ પોતે જ લખેલી કૃતિઓ તથા ખુદ પોતે જ રચેલી, લહિયાએ અપૂર્ણ મૂકેલી અને અંતે પોતે પૂરી કરેલી કૃતિઓ.
૫.
(આ કૃતિઓ ચિત્ર નં.૧ થી લઇને ચિત્ર નં. ૧૭ સુધીની છે. એમાં ૧૦, ૧૧ નંબર ન લેવા)
અન્યે રચેલી, અન્ય વ્યક્તિએ લખેલી, પરંતુ સ્વહસ્તથી પરિમાર્જિત, પરિવર્ધિત કે સંશોધિત કરેલી (નામી-અનામી) કૃતિઓ.
(આવી કૃતિઓ ચિત્ર નં. ૨૦-૨૧, માં છે.)
૪. મહોપાધ્યાયજીએ રચેલી પણ અન્ય લેખકે લખેલી, પણ એ પ્રતિના અંતમાં સ્વહસ્તાક્ષરીય શ્લોકાદિકથી વિભૂષિત કરેલી.
(આ માટે ચિત્ર નં. ૨૨માં - પાનું જુઓ.)
અન્ય જૈન ગ્રંથકારે બનાવેલી, પણ સ્વહસ્તે લખેલી કૃતિઓ. (આકૃતિ ચિત્ર નં. ૧૮-૧૯ છે.)
અન્ય કર્તાની, અન્ય લેખક કે લહિયાની પણ ઉપાધ્યાયજીની માલિકીનું સૂચન કરતી. (જુઓ ચિત્ર નં. ૨૨)
<<<< [૧૯૨ ] 33