________________
******************************
ભારતની ચારે દિશાના શત્રુંજય, ગિરનાર, સમેતશિખર, આબુ, તલાજા, ઢંક, કદંબ, રાજગૃહી, પાવાગઢ ઇત્યાદિ મહત્વના પહાડોને કરોડો રૂપિયા ખર્ચીને જિનમંદિરથી વિભૂષિત કરી દીધા, તેનું કારણ પણ તે જ હતું. એના અનેક લાભો પૈકી એક લાભ મોટો એ થયો કે, ભારતીય અજૈનો કે પરદેશીઓને જૈન ધર્મ જેવો એક ધર્મ છે, એ જીવતો જાગતો છે, એનો અનાયાસે શીઘ્ર ખ્યાલ મળી જાય છે. ભૂતકાળના જૈનોની ધર્મશ્રદ્ધા અને ભક્તિ કેવી હતી? એનો ખ્યાલ મળે છે અને મૂર્તિપૂજક સંપ્રદાયમાં તો નાનાં નાનાં બાળકોને બાલ્યકાળથી જ ધર્મમાર્ગ તરફ વાળવા માટે એક સરલ, સુંદર, સહજસાધ્ય, આલંબન-સાધન છે.
આજના બાળકો, યુવાનો, યુવતીઓ કે મોટાઓ ઉપાશ્રયમાં આવે યા ન આવે; પણ જિનમંદિરમાં જવામાં તેઓને કોઈ ભય કે સંકોચ નથી હોતો, એટલે એવા વર્ગને માટે ધર્મભાવનાથી આર્દ્ર–ભીંજાએલા રાખવા માટે આ એક અનુપમ સાધન છે. વધુ સ્પષ્ટ કહીએ તો આજે ઉપાશ્રયમાં ન આવવાવાળો વર્ગ વધુ છે. અને એવા વર્ગનાં હૈયામાં ધાર્મિક ભાવનાને પ્રગટ કરવાનું અને હોય તો તેને જલતી રાખવાનું મૂક કાર્ય ખરેખર! આબાદપણે બજાવે છે. પાઠશાળાઓની અત્યાવશ્યકતા :
બીજું આ યુગમાં સહુથી વધુ પ્રશંસા માંગી લે તેવું કાર્ય તો તેઓશ્રીએ પાટણની શ્રી ભુવનવિજયજી જૈન પાઠશાળા અંગે કર્યું છે.
આપણે જાણીએ છીએ કે આપણી જૈન પાઠશાળાઓ એ ધર્મશ્રદ્ધા-સંસ્કારસંપન્ન જૈનો અને શ્રેષ્ઠ નાગરિકો તૈયાર કરવા માટે નાની શી વિદ્યાપીઠો છે. ધર્મશ્રદ્ધા અને ધર્મસંસ્કારથી પરિપ્લાવિત રહેતી જૈન પ્રજાને જ્યાં જ્યાં જરૂરિયાત લાગી, ત્યાં ત્યાં પોતાના સંતાનોની વર્તમાન અને ભાવિ જીંદગી અહિંસક બને, પાપભીરૂ બને, દેવગુરુ અને ધર્મ ઉપર શ્રદ્ધા રાખનારી બને, યથાશક્તિ તપ–ત્યાગમાર્ગનું પાલન કરે, ન્યાયનીતિ, પ્રામાણિકતા અને સચ્ચાઇના સિદ્ધાંતોને અપનાવે, દયા, સેવા, ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, મૈત્રીભાવ, વિનય, વિવેક આદિ ગુણોનો વિકાસ સાધે, વાસનાઓની ભૂતાવળોથી અલિપ્ત રહે, ઇત્યાદિ ભાવનાઓને સફળ થતી જોવાનું ત્યારે જ બને કે પુષ્પકળી શા બાળકોને ધાર્મિક જ્ઞાન, સંસ્કાર અને આચારના પાઠો શીખવાડ્યા હોય. હવે એ પાઠો શીખવાનું સ્થાન તો આપણી પાઠશાળાઓ કે ધાર્મિક શાળાઓ જ છે. એટલે પાઠશાળાની અગત્ય અસાધારણ છે, અનિવાર્ય છે અને અત્યાવશ્યક છે. આજના ભૌતિકવાદ કે જડવાદપ્રધાન યુગમાં તો તે સર્વથા અનિવાર્ય છે.
બાલક–બાલિકાઓના આત્માના શ્રેયની ચિંતા કરનાર મુનિશ્રીએ વિ. સં. ૧૯૯૭માં પોતાની જન્મભૂમિમાં એક પાઠશાળા સ્થપાવરાવી અને હંમેશા પ્રેરણા આપીને ઉત્તરોત્તર તેને પ્રગતિવાન બનાવી. આટલું કાર્ય તો જાણે અનેક સંઘો અને મુનિવરોની પ્રેરણાથી થયું છે અને થાય છે. પણ આપણા મુનિવરશ્રી આટલું કાર્ય કરીને શાંત ન થયા. તેઓએ એની પાછળ ભારે પરિશ્રમ કર્યો અને ટૂંકા વરસોમાં સ્થળે સ્થળે બોધ આપી પ્રસ્તુત પાઠશાળા યાવચંદ્રદિવાકરો ચાલે, પૈસાના અભાવે તેની પ્રગતિની કદી પણ રૂકાવટ ન થાય, સંચાલકો,
*********************
*************