________________
:
-
આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત
આચાર્ય વિજ્યવલ્લભસૂરિ “ |
મારક ગ્રી
-
વિ. સં. ૨૦૧૨
ઇ.સદ્. ૧૯૫૬
ABARI
(KRA KUKt
*ER
( ૨ : જૈન સાધ્વીજીઓની ભવ્ય પાષાણ-પ્રતિમાઓ )
જૈન શિલ્પકામોમાં પ્રાચીનકાળમાં આચાર્યો-સાધુઓ-સાધ્વીઓનાં સ્મારકો તરીકે આ સ્તૂપો અને પાદુકાઓને સ્થાન હતું. પાછળથી તેમાં મૂર્તિશિલ્પની પ્રથાએ પ્રવેશ કર્યો અને
. પરિણામે ભારતના જુદા જુદા વિભાગમાં જૈન શ્રમણોની મૂર્તિઓ ભલે અલ્પ સંખ્યામાં - પણ જોવા મળે છે જે જાણીતી બાબત છે. પણ જૈન આર્યા-સાધ્વીજીનાં મૂર્તિશિલ્પો - કવચિત જ અસ્તિત્વ ધરાવતાં હોઈ તે બાબત લગભગ અદ્યાપિ અપ્રકાશિત જેવી જ રહી
છે. અહીંયાં ત્રણ સાધ્વીની મૂર્તિઓ એક સાથે જ, પ્રથમવાર જ પ્રકાશિત થાય છે. - સાધ્વી-શિલ્પનો પ્રારંભ ક્યારે થયો તેનો હજુ ચોક્કસ નિર્ણય નથી થયો પણ નં. એકની આ મૂર્તિ ૧૩મી સદીના પ્રારંભકાળની હોઈ, સંભવ છે કે તે અગાઉના સમયથી આ પ્રવૃત્તિ
શરૂ થઈ હોય. જૈન સંઘના બંધારણ મુજબ સાધ્વીજીનું સ્થાન સાધુ પછી બીજે જ નંબરે હોઈ, આ પ્રથા દ્વારા પૂજ્યતાની દૃષ્ટિએ બેઉમાં સમાનત્વની પ્રતીતિ કરાવવાનો હેતુ પણ
હોઈ શકે. સાધ્વી મૂર્તિની પ્રતિષ્ઠાનું વિધાન પંદરમી સદીમાં રચાયેલ શ્વેતાંબર પર - દિનાર ગ્રંથના ૧૩મા અધિકારમાં છે. બાકી શ્રમણ-શ્રમણીના શિલ્યવિષયક ક્ષેત્રમાં સાવંત પ્રકાશ પાડવાની તદ્વિષયક અભ્યાસીઓને જરૂર ખરી.
ચિત્ર નં. ૧ : જૈન આર્યા–સાધ્વીજીની આરસપાષાણની ઊભી મૂર્તિ : કુશળ શિલ્પીએ તેમના હાથમાં સાધુજીવનના પ્રતીક સમાન રજોહરણ-ઓઘો, મુહપત્તિમુખવસ્ત્રિકા આપી બે હાથ જોડી નમસ્કાર કરતી બતાવી છે. એમાં કટિમરોડથી
RAK
૧૨,