________________
AYAYAYAYAYAYAYINLANLANKANTAENEA
તો તે પણ અસંભવિત ન ગણાય.' આથી પહેલું કયું? તેનો ઉકેલ અદ્ધર જ રહે છે. પણ એટલું ચોક્કસ છે કે મ્હોટા કરતા ન્હાનાનો પ્રચાર વિપુલ પ્રમાણમાં છે. સંશોધનમાં કેટલી પ્રતિઓનો ઉપયોગ કર્યો?
આ સ્તોત્રના શુદ્ધિકરણમાં બંને (લઘુ-બૃહદ્) પ્રકારની પ્રતિઓ ઉપરાંત મુદ્રિત સાહિત્ય પણ ઉપયોગમાં લેવામાં આવ્યું છે. તે પૈકી હસ્તલિખિત પ્રતિઓ નીચેના દશ ભંડારની ઉપયોગમાં લીધી હતી.
૧. જૈન સાહિત્ય મંદિર
૨.
૩.
૧
શ્રી મુક્તિકમલ જૈન મોહનજ્ઞાનમંદિર
શ્રી આત્મારામજી તથા શ્રી હંસવિજયજી શાસ્ત્ર સંગ્રહ
૪.
મુનિશ્રી પુણ્યવિજયજી સંગ્રહ
૫.
શ્રી વીરવિજયજી શાસ્ત્રસંગ્રહ
૬.
શ્રીમદ્ યશોવિજયજી શાસ્ત્રસંગ્રહ
૭.
શ્રી મોહનવિજયજી શાસ્ત્રસંગ્રહ
૮.
શેઠ આણંદજી કલ્યાણજી
૯.
શ્રી દાનસાગરજી શાસ્ત્રસંગ્રહ
૧૦. શ્રી ચારિત્રવિજયજી જ્ઞાનમંદિર
પાલીતાણા
વડોદરા
વડોદરા
અમદાવાદ
છાણી
ડભોઈ
વઢવાણ શહેર
સુરેન્દ્રનગર
બીકાનેર
અમદાવાદ
મુદ્રિત સાહિત્યમાં—શ્વેતાંબર-દિગમ્બર સમ્પ્રદાયનાં અનેક મુદ્રિત પુસ્તકો-જેમાં ઋષિમંડલ મૂલ તથા સાર્થ છાપવામાં આવેલું છે તે, તથા વસ્ત્ર-કાગળ, પટો તથા અન્ય પ્રકીર્ણક સાહિત્ય તપાસવામાં આવ્યું હતું.
પાઠભેદોનું વૈવિધ્ય અને વૈચિત્ર્ય—
૧. કેટલીક પ્રતિઓમાં ક્યાંક ક્યાંક એક જ અર્થના વાચક શબ્દોને પર્યાયાન્તર તરીકે યોજવાથી શાબ્દિક ભિન્નતાઓ ઊભી થવા પામી છે.
૨. એમ થતાં કોઈ કોઈ સ્થળે છંદોભંગ થવા પામ્યો છે.
૩. વ્યાકરણની અનભિજ્ઞતાના કારણે ક્રિયા, વચન અને લિંગના દોષો પણ થવા પામ્યા છે. ૪. ચાંક તો સંસ્કૃત શબ્દની જગ્યાએ તદર્થવાચક પ્રાકૃત શબ્દ પણ પ્રયોજેલ છે.
વધુ સંભવ એ લાગે છે કે પ્રથમ રચના લઘુ ઋષિમંડલની હોવી જોઈએ ને તેમાં પાઠકોએ જ સ્વાનુકૂલતાઓની ખાતર સ્વેષ્ટ ગાથાઓ ઉમેરી ઉમેરી ઋષિમંડલને બૃહદ્ બનાવ્યું હોય?
૨ જેમ કે સરેો વ્યિપવવાનું એની જગ્યાએ ‘’િ ના વાચક તરીકે તેના સ્થાનમાં સરેષ્ઠો યુધ્ધિ... એમ કરીને યુગ્મ' શબ્દ મૂકો.
*****X*X
SANKANPANDANDANDANDANGAN [986]