________________
અંગે વિચારણા, પર્યુષણ શબ્દના અર્થો, કેટલાક પારિભાષિક અને કઠિન શબ્દોનો કોશ, શ્લોકાદિકની અનુક્રમણિકા, તથા કેટલાંક ઉપયોગી અન્ય પરિશિષ્ટો દાખલ કરવાં. - ઉપરોક્ત બને વિષયો અને પરિશિષ્ટો ભવિષ્યમાં તૈયાર કરીને શ્રી કલ્પસૂત્રનાં ગ્રાહકોને પહોંચાડવાની ઉમેદ રાખી છે. શાસનદેવ એ ભાવના પૂર્ણ કરે.
મહત્વનાં અત્યુપયોગી અતિમાન્ય શ્રીકલ્પસૂત્ર જેવા પ્રાકૃત સંસ્કૃત ગ્રન્થનાં સંપાદનમાં મારો ! આ પ્રયાસ આદ્ય હોવાથી, જે કંઈ ક્ષતિઓ રહી ગઈ હોય તે બદલ શાસનદેવ પાસે ક્ષમા પ્રાર્થ છું અને પુનઃ આથી વધુ સુંદર, વધુ આકર્ષક, વધુ કલાત્મક અને વધુ સમૃદ્ધ પ્રકાશનની પુણ્ય તક પ્રાપ્ત થાય એમ ઇચ્છું છું.
આ કાર્યમાં શુભેચ્છા ધરાવનાર વ્યાકરણ-સાહિત્યતીર્થ શતાવધાની મુનિશ્રી જયાનન્દવિજયજી, મુનિશ્રી કનકવિજયજી, મુનિશ્રી વાચસ્પતિવિજયજી, મુનિશ્રી મહાનન્દવિજયજી, મુનિશ્રી સૂર્યોદયવિજયજી વગેરે મુનિરાજોને અને અન્ય જે કોઈ સહાયક થયા હોય તેમને, તેમજ નિર્ણયસાગર પ્રેસના ધર્મસ્નેહી, સૌજન્યસ્વભાવી, અનેકભાષાવિદ્ વિર્ય શ્રી નારાયણ રામ આચાર્ય કાવ્ય-ન્યાયતીર્થ જેઓએ આ પ્રકાશનમાં આત્મીયભાવે સાથ આપ્યો, તેમને . પણ હું કેમ ભૂલી શકું?
વળી સૌજન્યભાવે કાળજીથી કામ આપનાર ધન્યવાદાઈ નિર્ણયસાગર પ્રેસના સંચાલકો અને કર્મચારીઓને પણ કેમ વિસરી શકું?
પ્રાન્ત સહુથી પરમ આભાર તો મારા પ્રત્યે પ્રાકૃતિક કૃપાવૃષ્ટિ વરસાવનાર, મારી સદ્ભાવનાઓને સદાય વેગ આપનાર, મારા પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય પરમકૃપાલુ વિદ્વદર્ય પૂજ્ય આચાર્ય ૧૦૦૮ શ્રીમદ્ વિજય પ્રતાપસૂરીશ્વરજી મહારાજ અને પૂજ્યપાદ આચાર્ય ૧૦૮ - શ્રીમદ્ વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજાઓનો માનવો રહ્યો, જેઓશ્રીએ આ સંપાદન કાર્યમાં પોતાનાં જ્ઞાન-વિજ્ઞાનના અનુભવોનો લાભ આપી આ ગ્રન્થને સુંદર બનાવવામાં સાદ્યત્ત સક્રિય ફાળો આપ્યો, અને અનુક્રમણિકા તો ખુદ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય પ્રતાપસૂરીશ્વરજી મહારાજ સાહેબે તૈયાર કરી આપી.
સુશ્રાવક શ્રીયુત્ હરિદાસભાઈ અને બાઈ ચતુરાબાઈ જેઓએ હજારો રૂપિયાનો સદ્વ્યય કરી શ્રુતજ્ઞાનની જે અનુપમ ભક્તિ કરી છે, તે ભક્તિનાં સુચારુ ફળો મેળવી પુનઃ પુનઃ આવી ભક્તિના લાભો તેઓ ઉઠાવે એ જ મનઃકામના. શાહપુર-અમદાવાદ જૈન ઉપાશ્રય આષાઢ સુદિ. ૧૧
यशोविजय