________________
********************************
* * * * * * * ***********
જુદી રીતે જ) દૂરબીનો, કોમ્પ્યુટરો અને અન્ય યાત્રિક સાધનોથી જુદી જ રીતે જોયું છે અને વરસોથી જાહેર કરેલું છે. આ સંજોગોમાં આપણા જ્યોતિષચક્ર સાથે અંશમાત્ર પણ મેળ ખાય તેમ નથી માટે જૈનોએ ખગોળ બાબતમાં પણ વિજ્ઞાન એક સ્વતંત્ર દર્શનરૂપે સમજી તેની સાથે તુલના કરવાનો કે સમજાવવાનો વ્યર્થ પ્રયત્ન કરવો જરૂરી નથી.
૩. ભૂગોળ-ખગોળની બાબત સાથે સંબંધ ધરાવનારા સાધુ મહારાજો તથા શિક્ષકો વગેરે એક મોટો ભય વ્યક્ત કર્યા કરે છે કે પરદેશની ભૂગોળ જાણીને આપણાં બાળકો-યુવાનોની શ્રદ્ધા આપણાં શાસ્ત્રો ઉપરથી ઊઠી જશે. અપેક્ષાએ આ વાત થોડી ઠીક છે પણ આ ભય થોડો વધુ પડતો છે.
પહેલી વાત એ છે કે સ્કૂલમાં ભણતા જૈન વિદ્યાર્થીઓને અને ભણી લીધા પછી મોટા થયા હોય ત્યારે ભૂગોળનું જ્ઞાન બે-ચાર આની પણ હોતું નથી, પછી કયું સાચું અને કયું ખોટું એની તુલના કરવાનું સૂઝે જ ક્યાંથી? શ્રદ્ધા ખસી જવાની બાબતમાં જોઇએ તો આજે સ્કૂલમાં ભણેલા હજારો સાધુ-સાધ્વીઓ છે, કોઇની શ્રદ્ધા ખસી ગઇ નથી. એનું બીજું કારણ મોટું એ છે કે જૈન પ્રજાને પોતાના ભગવાન મહાજ્ઞાની, સર્વજ્ઞ હતા તેની પૂરી શ્રદ્ધા છે. જૈન ભગવાન ખોટું બોલે નહીં તેની પણ પૂરી શ્રદ્ધા છે. જ્યારે વૈજ્ઞાનિકો તો ગૃહસ્થો છે, સંસારીઓ છે, પુસ્તકીયા કે દૂરબીન જ્ઞાનવાળાં છે અને અનુમાનોથી નક્કી કરેલું હોય તે કંઇ સાચું થોડું હોય! આવી પણ સામાન્ય સમજ હોય પછી શ્રદ્ધા ઉઠી જવાનું સ્થાન જ ક્યાંથી હોય! અપવાદે હોય તે જુદી વાત છે.
૪. વૈજ્ઞાનિકો પોતાનાં જંગી દૂરબીનો દ્વારા ગ્રહો માટે ૫૦-૧૦૦ કે વધુ વરસો પછી ગ્રહો અંગે બનનારી ઘટના બાબતમાં ચોક્કસ નિર્ણયો આપે છે. ૬૦-૭૦ વર્ષ પછી પણ હેલીનો ધૂમકેતુ કયારે પૃથ્વીની નજીક આવશે એની આગાહીઓ કરી છે અને તે સાચી પડી છે. પરદેશના અને આપણા દેશના વૈજ્ઞાનિકો પણ જે જે ગ્રહો પૃથ્વીની નજીક આવવાના હોય તેની જાહેરાત કરે છે. તે કઇ તારીખે આવશે, આકાશમાં કયા રંગનો દેખાશે તે પણ જણાવે છે. હમણાં જ આપણા બેંગલોરના વૈજ્ઞાનિકોએ છાપામાં જણાવ્યું કે નવેમ્બરની ૨૦મી તારીખે કરોડો માઇલ દૂર રહેલો મંગલનો ગ્રહ છે તે ગ્રહ પૃથ્વીથી માત્ર સાત કરોડ, ત્રીસ લાખ અને ત્રીસ હજાર માઇલના અંતરે હશે. આટલા બધા વિશાળ અંતરોની વાત જૈન-જૈન કોઇ ગ્રન્થોમાં જણાવી નથી, એટલે આકાશી બાબતોમાં ધર્મશાસ્ત્રો સાથે મુલવણી કરવાનો કશો જ અર્થ નથી.
******************************************************
* એક વિચારવા જેવી વાત
૫. એક વિચાર એવો આવે છે કે એક બાજુ ખગોળની બાબતમાં બંને પક્ષે ઘણા મોટા મતભેદો પ્રવર્તે છે, છતાં ભારતીય જ્યોતિષશાસ્ત્ર અને વૈજ્ઞાનિક જ્યોતિષશાસ્ત્ર આ બંને દ્વારા કેટલીક આકાશી ગણતરી સો એ સો ટકા એકસરખી નીકળે છે. જેમકે
૧. દરિયાની રોજેરોજ જે ભરતી-ઓટ થાય છે તે કયા કયા ટાઇમે ભરતી અને કયા કયા ************* [123] ******************
asas