________________
3 વ્યવહારમાં પ્રસિદ્ધિ ૪ ગાઉના ૧ યોજનની છે, અને તે આપણા શાસ્ત્રીય સર્વસંમત માપ મુજબ કે . ચાર હાથનો એક ધનુષ્ય કહેવાય. બે હજાર ધનુષ્યનો એક ગાઉ થાય. આપણી આ શાસ્ત્રીય રે ૬ ગણતરીના અનુસારે ૮૦૦૦ ધનુષ્યના અર્થાત્ ૪ ગાઉ થાય અને તેને જ યોજન કહેવાય. હું
હું નાનો હતો ત્યારે વિહારમાં ગુજરાતમાં પૂછીએ ત્યારે કેટલાક ૧ માઇલનો ગાઉ કહે : અને કાઠિયાવાડમાં પૂછીએ ત્યારે ૨ માઈલનો ગાઉ કહે. આપણા દેશમાં વજનનાં માપો અને આ 2 અંતરનાં માપો જુદા જુદા પ્રદેશોને આશ્રીને ભિન્ન ભિન્ન ચાલતાં હતાં. લલિતવિસ્તરા ગ્રન્થમાં ૩
મગધ દેશમાં ૧000 ધનુષ્યનો ગાઉ ગણાતો હતો, જ્યારે વિજ્યન્તીકોશમાં મગધમાં ૪000 ન ધનુષ્યની યોજના ગણાતો હતો. (કૌટિલ્ય અર્થશાસ્ત્રથી આ વાત જાણવા મળી શકે છે) હવે શાસ્ત્રમાં સર્વસામાન્ય અંતરો માપવા માટે ૪ ગાઉનો ૧ યોજન એ નિયમ નક્કી થએલો છે. એક પરંતુ શાસ્ત્રકારોને થયું કે જંગી પહાડો, પૃથ્વીઓ અને વિમાનો માટે નવું મોટું પ્રમાણ હોય તો જલદી ગણતરી થઈ જાય. એટલે શાસ્ત્રકારોએ જણાવ્યું કે પહાડો, પૃથ્વીઓ, વિમાનો અને બીજી કોઈ મોટી વસ્તુઓ હોય તેનાં શાસ્ત્રકારોએ જેટલાં યોજન બતાવ્યા હોય તેટલા યોજન ૪ ગાઉના નહિ સમજવા, પરંતુ નાગુવી વિભર્યુ આ જ સંગ્રહણી ગ્રન્થમાં આપેલી ૩૧૪ મી ગાથાના આધારે ૪૦૦ ગાઉનો ૧ યોજન ગણીને ગણતરી કરવી.
જેનશાસ્ત્રમાં ઉત્સધાંગુલ, આત્માગુલ અને પ્રમાણાંગુલ ત્રણ જાતનાં પ્રમાણ કહ્યાં છે. એ તે ત્રણે જાતનાં પ્રમાણો પણ થોડાં વિવાદાસ્પદ છે. આ માટે એક પૂર્વાચાર્યજીએ એ વિવાદ દૂર 26 કરવા અંગુલસિત્તરી નામનો ગ્રંથ લખ્યો છે.
ઉત્સધાંગુલની બાબતમાં આપણે એક દાખલો લઈએ.
મેરુપર્વતની ઊંચાઈ એક લાખ યોજનની કહી અને ઉપર કહ્યું તે પ્રમાણે પ્રમાણાંગુલના માપવાળા યોજન બતાવ્યા ત્યારે મેરુપર્વત ચારસો (૪૦૦) લાખ યોજન ઊંચો થયો. બુદ્ધિથી આ વાત શકય છે ખરી?
જંબૂદ્વીપનો ફરતો કિલ્લો ૧૨ યોજન છે અને તે પ્રમાણાંગુલને બદલે ઉત્સધાંગુલથી ચાર ગાઉના યોજનના માપે લઇએ તો પણ ૧૨૪૪=૪૮ ગાઉ ઊંચો થયો. તેના માઇલ કરો તો ક કેટલા બધા થાય? લવણસમુદ્રની ભરતીનું પાણી અટકાવવા માટે કિલ્લાની જરૂરિયાત હતી. એ આ
માટે ૫૦૦ ધનુષ્યની ઊંચાઈ ઘણી થઇ પડે તો પણ અધધ બોલી જવાય. આવી અનેક બાબતો - કઇ રીતે બંધબેસતી કરવી તે વિચાર માગે છે.
યોજન કોણે ગણવો? એ પ્રશ્ન જેનસમાજમાં સેંકડો વરસથી સળગતો રહ્યો છે. એક પૂર્વાચાર્યું કે તો એના ઉપર અંગુલસિત્તરી નામનો ખાસ ગ્રન્થ લખ્યો છે, એમાં માપની ચર્ચા કરી છે. એનો અર્થ એ થયો કે આપણે ત્યાં યોજનાનું કોઈ નિશ્ચિત માપ નથી. આટલા બધા સાતિશયજ્ઞાની પૂર્વાચાર્યો : થયા પણ જોરદાર અવધિજ્ઞાન ધરાવતા એવા કોઈ દેવ દ્વારા આનો ઉકેલ થવા પામ્યો નથી.
૧. આ મુદ્રિત પુસ્તકમાં આના વર્ણન માટે જુઓ પૃષ્ઠ ૫૨૭. ======== ===== [ ૧૨૦] Eass=2eces s:
2::