________________
*************************************
************************
પ્રશ્ન–સમય કોને કહેવાય?
ઉત્તર-એ માટે શાસ્ત્રમાં દૃષ્ટાન્ત આપ્યું છે કે તમે આંખ મીંચીને ઉઘાડો એમાં કેટલા સમય જાય? ત્યારે સર્વજ્ઞ ભગવાને કહ્યું કે અસંખ્યાતા સમય જાય. અસંખ્યાતા એટલે લાખો, કરોડો, અબજો, ખર્વ, નિખર્વ એથી પણ અનેકગણી સંખ્યામાં આગળ વધો ત્યારે અસંખ્યાતા સમય આવે. અત્યન્ત સુકોમળ કમળનાં સો પાંદડાં જમીન ઉપર મૂકવામાં આવે અને એક મજબૂતમાં મજબૂત માણસ તીવ્ર અણીદાર ભાલો લઇને તેને પાંદડામાં ઘોંચે. દેખીતી રીતે તો આટલું કરવામાં કદાચ 1 સેકન્ડ થાય પરન્તુ સર્વજ્ઞની દૃષ્ટિએ તો ફક્ત પહેલાં એક પાંદડાંથી બીજું પાંદડું ભેદાયું. એટલા કાળમાં અસંખ્યાતા સમય ગયા. સો પાંદડાં ભેદાતાં સો ગુણા અસંખ્યાતા સમય જાય. હવે તમે વિચાર કરો કે અસંખ્યાતા સમયમાંથી એક સમયની તમે કલ્પના કરી શકો ખરા? તે કદી શક્ય નથી.
એવી રીતે પરમાણુ એ દ્રવ્ય-પદાર્થનો છેલ્લામાં છેલ્લો ભાગ છે, જેને પરમઅણુ- છેલ્લામાં છેલ્લો નાનો ભાગ કહેવાય, પછી એનાં કદી બે ભાગ થઇ શકતાં નથી. આજની સેકન્ડ તો સમયનાં માપ કરતાં લાખોગણી મોટી છે. વૈજ્ઞાનિકોનો આજનો અણુ તે પરમાણુ કરતાં ઘણો જ મોટો છે. જૈનધર્મના અનંતાકાળથી થતાં સર્વજ્ઞ તીર્થંકરોએ જ્ઞાનચક્ષુથી આ વાત જોઇ છે. આ કાંઇ દૂરબીનોથી કે કોમ્પ્યુટરોથી અખતરાં દ્વારા નક્કી થયેલી વાત નથી. આપણી પોતાની ચક્ષુ તો ચર્મચક્ષુ છે, અને આ વાત ચામડાંની ચક્ષુથી નક્કી થયેલી નથી.
જૈનધર્મની એક જ વાત કહું, જે સાંભળી તમે તાજુબ થઇ જશો. જે બુદ્ધિથી બેસે તેવી પણ નથી, છતાં સર્વજ્ઞોએ પોતાનાં જ્ઞાનથી જોયેલી છે એટલે નિર્વિવાદ સત્ય છે. એ વાત કઇ? તો મનુષ્યલોકમાંથી એક જીવ સર્વકર્મનો ક્ષય કરીને દેહને ત્યજીને એનો આત્મા ચોક્કસ મોક્ષે પહોંચી જ જવાનો હોય ત્યારે તે આત્મા એક જ સમયમાં મોક્ષે પહોંચી જાય છે. મનુષ્યલોકથી મોક્ષ સેંકડો, અબજો માઇલ નહિ પણ અનેક અબજોના અબજો માઇલ દૂર છે. અસંખ્ય માઇલ કહીએ તો પણ ચાલે. આટલે દૂર રહેલું મોક્ષનું સ્થાન ઉપર જણાવ્યું તે માપવાળા સમયમાં પહોંચી જાય તો જડ પદાર્થ કરતાં ચૈતન્ય એવા આત્માની કેવી અપ્રતિહત અને અકલ્પનીય ગતિ છે એનો પણ ખ્યાલ આવી જશે.
સમય અને પરમાણુની વાત સામાન્ય રીતે મનમાં વસવસો ઊભો કરે પરંતુ આ બધી વસ્તુઓ અંતે સાચી છે, તેની ખાતરી આજની પ્રજાને થાય અને જૈનધર્મની સર્વજ્ઞમૂલક વાતો સાચી-તથ્ય છે એવું પુરવાર કરવા માટે વિજ્ઞાન ખરેખર! આજે જૈનશાસ્ત્રોની મદદે આવી ટેકો આપી રહ્યું છે.
૧૯૮૯ની સાલમાં રશિયાના શાંતિના મહાદૂત જેવા અહિંસા અને વૈશ્વિક શાંતિના અજોડ હિમાયતી આજના પ્રધાનપુરુષ ગોર્બોચેવે પોતે જ એક સભામાં કોમ્પ્યુટરના સમાચાર જાહેર કરતાં કહ્યું કે રશિયાએ એક સેકન્ડમાં બાર કરોડ, પાંચ લાખ કાર્યો કરી શકે એવું કોમ્પ્યુટર વિકસાવ્યું છે અને હવે પછીનાં એક વર્ષને અન્ને એક સેકન્ડમાં એક અબજથી વધુ કાર્યો કરી
kakakakaka [196] babaka
******************************************************