________________
***********************************************
****
***
એકસરખી કહી છે. પરદેશી ખ્રિસ્તી ધર્મગ્રન્થ બાઇબલમાં પણ એ જ વાત લખી છે. બધાય વૈજ્ઞાનિકો તે જાણે છે.
પ્રશ્ન–સેંકડો વર્ષથી આ માન્યતા ચાલી આવતી હતી, તે માન્યતાનું ખંડન કરીને પૃથ્વી ગોળ છે, સૂર્યાદિ ફરે છે આ વાત કોણે ઊભી કરી અને શી રીતે કરી?
ઉત્તર-પુસ્તકો અને અખબારી લેખો દ્વારા વાંચવા મળ્યું છે કે આ વાત સોળમી શતાબ્દીમાં પરદેશમાં જન્મેલા ગેલેલિયોએ પોતાના સંશોધનને અંતે જાહેર કરી. તેને જાહેરાત કર્યા પછી ક્રિશ્ચિયનસંઘની અંદર જબરજસ્ત વિરોધના ધરતીકંપો થયા. ધર્મગુરુએ સખત વિરોધ કર્યો અને ગેલેલિયોને તેની માન્યતા ફેરવવા અને માફી માગવા કહ્યું. તે પણ તેને સ્વીકાર્યું નહિ અને છેવટે ધર્મગુરુઓ સાથે રહીને ખ્રિસ્તી સમાજે ફરમાવેલી ફાંસીની સજા સ્વીકારી લીધી. પ્રશ્ન-ગેલેલિયો પહેલાં આ વાત પરદેશમાં બીજા કોઇએ કરેલી ખરી?
ઉત્તર-ગેલેલિયો પહેલાં યુરોપ, અમેરિકામાં પ્રસ્તુત વાત કોઇએ કરી હતી કે કેમ? તેની
મને જાણ નથી, પણ ‘આપણા જ ભારત દેશના બ્રાહ્મણ ખગોળશાસ્ત્રીએ લગભગ પાંચમા સૈકામાં જરૂર જાહેર કર્યું હતું કે પૃથ્વી ગોળ છે, તે ફરે છે, સૂર્યાદિ સ્થિર છે વગેરે....' આથી
એવું નક્કી થઇ શકે કે પૃથ્વી ગોળ છે, ફરે છે અને સૂર્યાદિ સ્થિર છે. આ માન્યતા કદાચ ભારતમાં જ જન્મ પામી. આ માન્યતા આર્યભટ્ટ પહેલાં આ દેશમાં જન્મી હતી કે કેમ? તે કહી શકું નહિ, પણ વિશ્વમાં માન્યતા તરીકે આર્યભટ્ટની માન્યતા જાણીતી છે. આથી એક વાત એ નક્કી થાય છે કે ઉપરોક્ત માન્યતા આપણા આર્યદેશના વતનીની પણ હતી.
પ્રશ્ન-આ માન્યતા ભારતના જ્યોતિષવિષયક વૈજ્ઞાનિકોએ સ્વીકારી હતી ખરી?
ઉત્તર-આર્યભટ્ટની માન્યતાને પણ ટેકો આપતો વર્ગ તો હતો જ, પરંતુ તેમની માન્યતા ખોટી છે. પૃથ્વી સ્થિર છે, સૂર્ય-ચંદ્ર ફરે છે એ માન્યતાનું સમર્થન કરનારી એક મોટી પરંપરા આર્યભટ્ટ પાછળ ચાલુ રહી, વળી એનું ખંડન કરનારા પણ તે વખતે હતા એટલે આ દેશની અંદર
આ બંને પ્રકારની માન્યતાઓ ખૂબ જોરશોરથી ફેલાઇ ગઇ હતી. જેમ પરદેશની અંદર
બંને પ્રકારની માન્યતા ધરાવનારો વર્ગ હતો તેમ આપણા દેશમાં પણ બંને પ્રકારની માન્યતાઓ ધરાવનારા વિદ્વાનો હતા જ. આ વાત વાચકો બરાબર યાદ રાખે.
જૈનસમાજની આ વિષયની અભ્યાસી કોઇ કોઇ વ્યક્તિ એમ કહે છે કે આપણાં જૈનધર્મનાં શાસ્ત્રોને ખોટાં પાડવાં અને ખોટાં પડે તો જનતાને શાસ્ત્રો ઉપરની શ્રદ્ધા ઊઠી જાય. આ જાતની પરદેશી લોકોની ચાલબાજી છે. લોકોની શ્રદ્ધા ખતમ કરવા માટે ભૂગોળ-ખગોળ આ એક જ વિષય સફળ નીવડે એવો છે, એટલે પરદેશના વૈજ્ઞાનિકોએ પૃથ્વી અને સૂર્ય અંગેની ભારતની માન્યતા સામે પોતાની વિરોધી માન્યતા જોરશોરથી જાહેર કરી. એ જાહેરાત માટેના પુરાવામાં જબરજસ્ત દૂરબીનો અને અન્ય સાધનોની સગવડ ઊભી થઇ ચૂકી હતી એટલે તેમણે કહ્યું કે અમોએ તો વેધશાળાનાં દૂરબીનો દ્વારા અને જુદી જુદી ગણિત પદ્ધતિ દ્વારા ચોક્કસ
*******************************************************
******** [198] ***************