________________
છે. હવે આ સમભૂતલાથી લઈને વિશ્વની ચારે દિશામાં વર્તતા પદાર્થો માપવામાં આવ્યા છે. એ એમાં સમભૂતલાથી જ્યોતિષચક્ર કેટલું દૂર છે? તો જણાવ્યું કે આકાશમાં ૭૯૦ યોજન ઊંચે 6 જઈએ એટલે પ્રથમ તારાઓનું મંડળ આવે, પછી તારાથી ૧0 યોજન ઊંચે જઈએ એટલે સૂર્ય, રક
સૂર્યથી 20 યોજન ઊંચે જઈએ એટલે ચંદ્ર, ચંદ્રથી ૪ યોજન ઊંચે નક્ષત્ર, નક્ષત્રથી ૪ યોજન ઊંચે બુધ, બુધથી ૩ યોજન ઊંચે જઈએ એટલે ગુરુ, ગુરુથી ૩ યોજન ઊંચે મંગળ, મંગળથી ? ૩ યોજન ઊંચે શનિશ્ચર આવે. સમગ્ર જ્યોતિષચક્ર ૭૯૦ યોજનથી શરૂ થાય. ઉપર વધતા છે ૯૦૦ યોજન જ્યાં પૂર્ણ થાય ત્યાં તે પૂર્ણ થાય છે, એટલે સીધી લાઇનમાં ઊંચાઇમાં માત્ર : ૧૧૦ યોજન જેટલો જ નાનકડો વિસ્તાર જ્યોતિષચક્ર માટે જૈનશાસ્ત્રોએ જણાવ્યો છે.
જૈનગ્રન્થોની આ વાત અહીં એટલા માટે આપી કે હવે પછી હું વિજ્ઞાનની જરૂરી વાતો છે અહીં લખવાનો છું. તે વાતો જેને માન્યતાથી કેટલી બધી જુદી પડે છે, અરે! જરાતરા પણ મેળ છે:
ખાય તેમ નથી. તેનો સચોટ ખ્યાલ આવે, અને તેથી વાચકોને સમજાશે કે વિજ્ઞાનની માન્યતાઓને જૈન માન્યતા સાથે બંધબેસતી કરવાનો પ્રયત્ન કરવો તે પાણીનાં વલોણાં જેવું કે હવામાં બાચકા ભરવા જેવું લાગશે!
જૈનોનું જ્યોતિષચક્ર જંબૂદ્વીપના મધ્યમાં આવેલા મેરુપર્વતને પ્રદક્ષિણા આપતું છે. સમગ્ર જ્યોતિષ મંડળનું પરિભ્રમણ મેરુપર્વતને કેન્દ્રમાં રાખીને જ ફરતું જણાવ્યું છે. જ્યારે વૈજ્ઞાનિકોએ કેન્દ્રમાં માત્ર સૂર્યને મધ્યબિન્દુ રાખી ગ્રહોનાં સ્થાન અને તેનાં અંતર વગેરે નક્કી કર્યા છે. સમગ્ર મંડળને સૂર્યમંડળ કે સૂર્યમૌલા કહે છે.
વિજ્ઞાન પૃથ્વીનો પરિચય શું આપે છે તે જોઇએ પૃથ્વીની વાત શરૂ કરી છે કે વૈજ્ઞાનિકોની દૃષ્ટિએ પૃથ્વી શું છે? વૈજ્ઞાનિકોએ જે પૃથ્વી માની છે તે આપણે રહીએ છીએ તે જ પૃથ્વી છે, પણ તેમણે તે પૃથ્વી આકાશવર્તી છે, વળી તે ફરે છે અને વળી તે ગોળ છે એમ કહ્યું છે. આપણે પૃથ્વી સ્થિર છે, તે ફરતી નથી એમ ન માનીએ છીએ. આકાશમાં રહેલી તો આપણે માનીએ છીએ પણ વર્તમાન પૃથ્વીની સાથે જોડાયેલી પ્રથમ નરક પૃથ્વી સાથે તે આકાશમાં છે અને તે સ્થિર છે. જૈનશાસ્ત્રની દૃષ્ટિએ દે પૃથ્વીની આકૃતિ નિશ્ચિત કરી શકાય તેમ છે જ નહીં. તેમાં બે કારણો છે.
પહેલું કારણ એ છે કે જંબૂદ્વીપનું ભરતક્ષેત્ર જેનાં દક્ષિણાર્ધ ભાગમાં આપણી આ પૃથ્વી આવેલી છે એ પૃથ્વી તો ઘણી જંગી અને વિશાળ છે. અબજો વર્ષ પહેલાં શ્રી આદિનાથ ભગવાનના કાળમાં સગર ચક્રવર્તી દક્ષિણાર્ધભરતમાં જંબુદ્વીપને ફરતા લવણસમુદ્રનાં જળ ભરતક્ષેત્રમાં ખેચી લાવ્યાં, ત્યારથી પૃથ્વીની જે વ્યવસ્થા હતી તે બધી તે વખતથી જ છિન્નભિન્ન
થઇ ગઇ હતી. અબજો વર્ષમાં ઘણી ઉથલપાથલો થઈ હશે. આપણા વર્તમાન દેશનું નામ ભારત ak છે, પણ જેનશાસ્ત્રમાં જંબૂદ્વીપના દક્ષિણ છેડે ભારતવર્ષ નામનું એક અબજો માઇલનું ક્ષેત્ર ર બતાવ્યું છે. એ ભારતની વચ્ચે વૈતાઢય નામનો પર્વત આવ્યો હોવાથી બે ભાગ પડી ગયા છે. તે ૯ ઉપરનો ભાગ ઉત્તરભારત અને નીચેનો ભાગ દક્ષિણભારત તરીકે ઓળખાય છે. આજની રે ========== [૧૧૧ ]
========