SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ************************************************ ********* * * * * * * * * *********** પ્રદેશોની ધરતીમાં તિરાડો પડી હતી અને તેમાંથી લાવારસ વહેતો હતો. પાકિસ્તાન, કાશ્મીર, હિમાલય વગેરે બધા સમુદ્રમાં ડૂબેલા હતા. બંને બંગાળ અને આસામ પણ સમુદ્રમાં હતાં. આ યુગમાં પણ કુદરત તેલ બનાવવાની પ્રક્રિયા કરી રહી હતી. આશરે છ કરોડ વર્ષ પહેલાં વિંધ્યાચલની ઉત્તરના છીછરા ટીથીસ (ભૂમધ્ય) સમુદ્રમાંથી હિમાલય ઉંચકાયો. દક્ષિણના ભૂપૃષ્ઠના ઉત્તરમાં ગતિ થવાથી અને ઉત્તરના ભૂપૃષ્ઠ સાથે અથડાવવાથી ટીથીસનું તળિયું બેવડાઇને ઊંચકાઇ રહ્યું હતું. આ હિલચાલ દરમિયાન આજે નર્મદા અને તાપી છે ત્યાં પણ ભંગાણ પડ્યું, તેથી તેમાં પાણી વહેતું થયું અને એ રીતે નર્મદા અને તાપીનો જન્મ થયો. ચાર કરોડથી સાત કરોડ વર્ષ પહેલાં ગુજરાતનું નામનિશાન ન હતું. મુંબઇથી કાશ્મીર સુધી સમુદ્ર ઘૂઘવતો હતો, બંગાળ અને આસામમાં પણ. દોઢ કરોડથી ચાર કરોડ વર્ષ પહેલાં આ સમુદ્રો પીછેહઠ કરવા લાગ્યા. મધ્ય-સૌરાષ્ટ્ર સમુદ્રમાંથી ટાપુરૂપે બહાર આવ્યું. દક્ષિણ ભારત અને લંકા વચ્ચેની ધરતી સમુદ્રમાં ડૂબી ગઇ અને લંકા ટાપુ બન્યો. કચ્છ, સિંધ, પશ્ચિમ રાજસ્થાન અને બંગાળ હજી સમુદ્રમાં ડૂબેલા હતા. બે લાખથી ૧૪૦ લાખ વર્ષ પહેલાં ભરતખંડ આજનો આકાર ધારણ કરી રહ્યો હતો. સિંધ, પંજાબ અને ઉત્તરપ્રદેશથી આસામ સુધી શિવાલિક મહાનદ નામનો મીઠો મહેરામણ હતો. લંકા અલગ થઇ જવાથી જ્યારે સાઇબરિયામાંથી ચીન અને આસામના માર્ગે વાઘ આપણા દેશમાં આવ્યા ત્યારે દક્ષિણ ભારતમાં ઠેઠ સુધી ફેલાયા. પરંતુ વચ્ચે સમુદ્ર હોવાથી લંકા જઇ શક્યા નહિ. આથી આજે પણ લંકામાં વાઘ નથી દીપડા છે. સૌરાષ્ટ્ર બેટ હતો પણ ગુજરાતનો મોટોભાગ સમુદ્રમાં હતો. ભરતખંડનો ઘણો પૂર્વ કાંઠો સમુદ્રમાં ડૂબેલો હતો. બે લાખ વર્ષ ઉપર હિમયુગ તેની પરાકાષ્ઠાએ હતો ત્યારે માણસ પ્રગટી ચૂકયો હતો. હિમયુગના કારણે સમુદ્રમાંથી ઘણું પાણી બરફરૂપે ધરતી ઉપર એકઠું થવાથી સમુદ્રની સપાટી નીચે ઉતરી ગઇ હતી અને કન્યાકુમારીથી સિંધ સુધી આજે સમુદ્ર છે, ત્યાં પગે ચાલીને જઇ શકાય તેમ હતું. એમ માનવામાં આવે છે કે આદિમાનવો આ પ્રદેશમાં રખડતા હતા અને જ્યારે હિમયુગનો અંત આવ્યો, તથા સમુદ્રની સપાટી ચડવા લાગી ત્યારે તેઓ ભાગવા લાગ્યા હશે. આજે બોમ્બે હાઇ, કચ્છ અને ખંભાતના અખાત તથા બંગાળના ઉપસાગરમાં નવો ખોદાયેલ તેલ કૂવો છે ત્યાં ધરતી હતી. હિમયુગમાં હિમાલયની હિમસરિતાઓ (ગ્લેસિઅર્સ) દુનિયામાં સૌથી મોટી હતી. ટીથીસ સમુદ્ર છીછરો હતો અને જીવસૃષ્ટિ તથા વનસ્પતિસૃષ્ટિના વિકાસ માટે આદર્શ હતો. હિમાલય અને તેની પશ્ચિમની પર્વતમાળાઓના ઊંચકાવાથી તેનો લોપ થયો, પરંતુ આ પ્રક્રિયા તો થોડાંક કરોડ વર્ષ ચાલી, જ્યારે તેનો લોપ થયો ત્યારે તેનાં તળિયાનાં પેટાળમાં દટાઇ ગયેલી સૃષ્ટિ તેલ અને ગેસમાં ફેરવાઇ ગઇ હતી અને ફેરવાઇ રહી હતી. બ્રહ્મદેશ અને આસામથી ઇરાન અને આરબ દેશો સુધી આ તેલ અને ગેસ સમૃદ્ધ ક્ષેત્રો ધરતી સાથે **************** [100] *****************
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy