________________
****************
હવે આ બાબત સામે વિજ્ઞાને માન્ય કરેલી પૃથ્વીની પરિસ્થિતિનો થોડો ખ્યાલ આપું.
પૃથ્વીને ગોળારૂપે કલ્પેલી છે. ગોળાકાર પૃથ્વીને બે ધ્રુવ છે, એટલે કે બે નિશ્ચિત સ્થાનો છે. પૃથ્વીના ઉપરના છેડાનો બિલકુલ ઉત્તરમધ્યભાગ ઉત્તરધ્રુવરૂપે છે અને તે જ રીતે પૃથ્વીનો દક્ષિણમધ્યભાગ દક્ષિણધ્રુવરૂપે છે. દક્ષિણધ્રુવ સેંકડો વરસથી બરફથી છવાઇ ગએલો છે. તે જ પ્રમાણે ઉત્તરધ્રુવ દક્ષિણધ્રુવની જેમ બરફના થરથી છવાઇ ગએલો છે. એક-એક માઇલથી વધુ પ્રમાણમાં જાડા બરફના થરો છે. બંને ધ્રુવામાં બરફના જંગી પહાડો પણ તરતા હોય છે. વિદ્યમાન પૃથ્વીના છેડે ઉત્તરધ્રુવના સ્થાન પછી વર્તમાન (આપણે જે જોઇએ-જાણીએ છીએ તે) દુનિયાનું સ્થાન સમાપ્ત થઇ જાય છે.
તો પ્રશ્ન થાય કે ઉત્તરધ્રુવ પછી શું હોય? ઉત્તરધ્રુવ પછી લાખો-કરોડો માઇલનું ફકત ખાલી આકાશ-અવકાશ જ હોય છે. અવકાશયાનો, ઉપગ્રહો વગેરે ઉત્તરધ્રુવ ઉપરથી જ પસાર થતાં હોય છે, એટલે ઉત્તરધ્રુવ પછી આપણે ત્યાં જે વૈતાઢય વગેરે પર્વતોની વાતો કહી છે તે આપણી શાસ્ત્ર માન્યતા સાથે વિજ્ઞાનની માન્યતા મેળ ખાતી નથી. લાખો માઇલ આકાશમાં ઉડતાં યાનો, ઉપગ્રહો દ્વારા ઉપગ્રહોએ ઉત્તરમાં (વૈતાઢય આદિ) પર્વતો-ક્ષેત્રો આદિ હોવાનું જણાવ્યું નથી. ગોળ પૃથ્વીનાં ઉત્તરભાગ પૂરો થઇ ગયા પછી ધરતીનો કોઇ ભાગ આગળ છે જ નહિ, ચારે બાજુ આકાશ જ છે. જેમણે પૃથ્વીને આકાશમાં લટકતા ગોળાની માફક રહેલી સાની હોય તેને બીજી ધરતી હોય જ ક્યાંથી? આકાશ જ હોય.
આટલી વાત અહીં પૂરી કરી પૃથ્વી અંગે બીજી થોડી વાત જાણીએ.
પ્રશ્ન---આટલો બધો બરફ બંને ધ્રુવોમાં ક્યાંથી પથરાઇ ગયો હશે? ક્યારે પથરાયો હશે? આવા અનેક પ્રશ્નો પણ આપણા મનમાં ઊભા થાય.
જો કે ઉત્તરધ્રુવ સમુદ્રરૂપે છે, ધરતીરૂપે નહીં. ઉપરની સપાટી બરફ બનીને તરતી રહે છે એમ કહે છે જ્યારે દક્ષિણધ્રુવને ખંડ કહે છે. ખંડ એટલે ધરતી.
ઉત્તર---આ બરફની જમાવટ કયારથી થઇ તેની ચોક્કસ મર્યાદાની ખબર નથી પણ વૈજ્ઞાનિકો એમ ચોક્કસ કહે છે કે લાખો-કરોડો વર્ષ ઉપર અત્યારે ય બરફ છે ત્યાં શહેરો, ગામ અને જંગલો વગેરે હતાં, પરંતુ પૃથ્વી અને આકાશન આબોહવા અને ભેજમાન વગેરે કારણે રાવ થવા પામી છે.
દક્ષિણધ્રુવમાં તમામ રાષ્ટ્રનાં વૈજ્ઞાનિકો છેલ્લાં ૧૦૦ વર્ષથી ભયંકર ઠંડીમાં ધરતીની અંદર ૢ છે. તેના અનેક પ્રયોગો કરી રહ્યા છે. એ સંશોધનમાં એમને માલમ યું કે પ્રાચીનકાળમાં નસ્પતિ અને જીવસૃષ્ટિ હતી અને સુવર્ણ આદિ અનેક ધાતુઓની કિંમત ખાણો અને અનલ તેલ, કોલસા વગેરે ઘણું બધું આ ધરતીમાં રહ્યું છે. એ લાલચે વૈજ્ઞાનિકો સંઘન માટે દક્ષિણધ્રુવ પાછળ લાગ્યા છે, એટલા ઉત્તરધ્રુવ તરફ લાગ્યા જાણ્યું નથી. આ પરિસ્થિતિમાં જૈન વિજ્ઞાન જણાવેલી મનુષ્યલોકવર્તી એકને ફરતા એક, એ રીતે વલયાકારે રહેલા અસંખ્ય દ્વીપ સમુદ્રોની વાત વૈજ્ઞાનિકો ક્યાંથી સ્વીકારે?
******************_ ૧૦૪ |
וי
****************************************************