________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૨૫
आणं न खिलीज्जई स गच्छो तित्थ करे । तित्थयरे तित्थं पुण जाणे गोयमा संघ, संघे ठिए गच्छे गच्छठिए नाणदंसणचरिते ॥
અર્થ :- તીર્થના કરનાર એટલે તીર્થંકર. તીર્થમાં ચતુર્વિધ સંઘ હોય સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા.જેમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રતિષ્ઠિત હોય. તે પરમ પૂજ્યને પણ પૂજનીય છે, પરમ શરણ્યને પણ શરણ કરવા યોગ્ય છે, પરમ સત્યવંતોને પણ અતિશયે સત્ય છે. જે ગચ્છમાં જ્ઞાન આદિની ઉત્કૃષ્ટ સેવના છે તેને ગચ્છ કહેવાય. જેને દેવતાના ઇન્દ્રો પણ પૂજે છે તેવા આઠ કર્મોથી મુક્ત એવા ઋષભદેવ વગેરે ચોવીશ તીર્થંકરોની આજ્ઞાનું ખંડન ન કરે તેને ગચ્છ કહેવાય. ચાર પ્રકારના તીર્થોના કરનાર તે તીર્થંકર, ચતુર્વિધ સંઘ એટલે તીર્થ. ચતુર્વિધ સંઘમાં ગચ્છ હોય તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર હોય. તે ગચ્છની પરંપરામાં વર્તવું તેને ભાવગચ્છ-પરંપરા કહેવાય. નવાંગી ટીકાકાર શ્રી અભયદેવાચાર્યે ભાવતીર્થની આદિભૂત પરંપરા શ્રી આગમઅષ્ટોત્તરીમાં આ મુજબ બતાવી છે
सिरिवद्धमाणपट्टे गोयमसामी य पढमपटधरो ।
तत्पट्टे सोहम्मो परम्परातित्थभाविलो ॥४॥
॥ व्याख्या ॥ श्रीवर्द्धमानस्वामीपट्टे श्रीगौतमस्वामी नामा प्रथमपट्टधरो बभूव । श्रीगौतमस्वामीपट्टे सुधर्मस्वामी परम्पराभावतीर्थस्याભૂિત: II
1
-
અર્થ :- શ્રી વર્ધમાનસ્વામીની પાટે ગૌતમસ્વામી નામના પ્રથમ પર, તે ગૌતમસ્વામીની પાટે સુધર્માસ્વામી ભાવપરંપરાતીર્થના આદિભૂત થયા હતા. હવે ભાવપરંપરા લખે છે
अज्जत्ता जे समणा ते सव्वे अज्जसुहुमसीसाओ । भावपरम्परतित्थं, वट्टइ सव्वंपि तम्हाओ ॥५॥
॥ व्याख्या ॥ अद्य प्रभूति ये श्रमणाः साधवः प्रवर्त्तते ते सर्व आर्यसुधर्म्मस्वामिशिष्यप्रशिष्यरूपा भावपरम्परातीर्थं प्रवर्त्तते सर्वमपि તસ્માત્ ॥